PUBG Game પર પ્રતિબંધ, શિક્ષકો બાળકોને ગેમ ન રમવા આપશે પાઠ

PUBG નું નામ આજે કોને નો સાંભળ્યું હોય નાના બાળકોથી લઈને યુવાનો અને તેનાથી પણ મોટા લોકો આજે PUBG ના પાગલની જેમ દીવાના છે, આમ તો PUBG  એક ગેમ જ છે પરંતુ લોકોને તેની એવી લત લાગી છે કે સમયસર જમતા પણ નથી અને સુતા પણ નથી. અમુકને તો PUBGની ડ્રગ્સ જેવી લત લાગી છે.

Image result for pubg

મિત્રો અત્યારના સમયમાં દરેક પાસે મોબાઈલ તો હોય જ છે અને હવે રોજ રોજ મોબાઇલ ફોનની ટેક્નોલોજીમાં નવી-નવી ગેમ્સ લોન્ચ થઈ રહી છે,  અત્યારે ગમે તે જગ્યાએ જોવો નાના બાળકો થી જુવાનીયા બધા જ્યાં ભેગા થાય કે તરત PUBG ચાલુ કરે, અને PUBG  પાછળ એવા ઘેલા થયા છે કે તેમને સમયનું પણ ભાન રહેતું નથી.

ગુજરાત સરકારે મંગળવારે જાહેર કરેલ એક પરિપત્ર દ્રારા  જિલ્લા ઓથોરિટીને ઓનલાઇન મલ્ટિ-પ્લેયર રમત  PUBG પ્રતિબંધની ખાતરી કરવા જણાવ્યું હતું, જેને PUBG નામથી ઓળખવામાં આવે છે.

Image result for children with phones play pubg

PUBGની બાળકો પણ ઘણી ખરાબ અસરો થાય છે તેથી PUBG પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને શાળામાં ભણતા બાળકો પણ PUBG રમતા હોય છે તેથી શાળાના શિક્ષકો પણ હવે તેના વિદ્યાર્થીઓને PUBG ના રમવા માટે કહેશે. PUBG બાળકો માટે ખરાબ અસર ઉભી કરે છે અને તેથી શિક્ષકો ખુદ બાળકોને તેની ખરાબ અસરો વિષે સમજાવશે અને PUBG  ન રમવા જણાવશે.

ગુજરાત બાળ અધિકારી સંસ્થાના અધ્યક્ષ જાગૃતી પંડ્યાએ જણાવ્યું હતું કે, બાળ અધિકારો માટેના રાષ્ટ્રીય કમિશન (એનસીપીસીઆર) દ્વારા સમગ્ર દેશમાં PUBG ગેમ પર પ્રતિબંધની ભલામણ કરવામાં આવી છે.

Image result for pubg banned in gujarat

એમએસ પંડ્યાએ જણાવ્યું હતું કે “એનસીપીસીઆરએ તમામ રાજ્યોને એક પત્ર મોકલ્યો હતો અને રમત પર પ્રતિબંધની ભલામણ કરી હતી. બધા રાજ્યોએ તેને અમલમાં મૂકવાની જરૂર છે. રમતના નકારાત્મક અસરોને ધ્યાનમાં લઈને, અમે તાજેતરમાં રાજ્ય સરકારને પ્રતિબંધની ભલામણ કરી હતી.”

Related image

પ્રાથમિક શાળાઓમાં PUB પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં મૂકવા માટે આ પરિપત્રને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ જરૂરી પગલા લેવાનું સૂચન કર્યું છે. જેનું દરેક શિક્ષક તથા પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીના માતા-પિતાએ ધ્યાન આપવું.

શું PUBG ખરેખર બંધ થવી જોઈએ?? તમારો જવાબ કોમેન્ટ કરીને જરૂર જણાવજો…

 

Leave a Reply

error: Content is protected !!