તમારી રાશિ જણાવશે કે, તમે ક્યું જુઠાણું બોલવામાં માહિર છો – ફેંકુ લોકો આ રીતે ઓળખો

પોતાની રાશિ દરેકને ખબર હોય છે. દરેકની રાશિમાં કંઈક સારૂ અને કંઇક ખરાબ લખ્યું હોય છે. ઘણા લોકો તો રાશિમાં એટલો બધો વિશ્વાસ કરે છે કે, દરેક કામ રાશિ મુજબ જ કરે છે. આપણે બધા જાણીએ જ છીએ કે રાશિચક્રમાં કુલ 12 રાશિ હોય છે અને દરેક રાશિને પોતપોતાનાં ગુણ અને દોષ હોય છે. દરેક માણસ ક્યારેકને ક્યારેક ખોટું બોલે છે. તમે હરહંમેશ સાચું ન બોલી શકો. ક્યારેક પોતાનો બચાવ કરવા માટે તો ક્યારેક બીજાનો બચાવ કરવા માટે ખોટું બોલવું પડે છે. ક્યારેક-ક્યારેક સંબંધો બગડે નહીં અથવા સમસ્યાઓથી બચવા માટે પણ ખોટું બોલવું પડે છે. ખોટું બોલવાથી કોઈનું ભલું થતું હોય તો એમાં કોઈ ખરાબી નથી. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે અંદર કંઈક અલગ હોય અને બહાર કંઈક અલગ દેખાવ કરે છે. તેઓ દુનિયા સામે ખોટું બોલતા હોય છે. દરેક રાશિ જાતકો કંઈક ને કંઈક જુઠાણું બોલવામાં માહિર હોય છે. એટલે આજની આ પોસ્ટમાં અમે તમને રાશિ મુજબ જણાવીશું કે કઈ રાશિના લોકો કેવા હોય છે અને તેઓ કઈ વાતને લઈને ખોટું બોલે છે…

મેષ રાશિ :


છોકરા : ગુસ્સો છુપાવવાનું નાટક કરે છે. પોતાની જાતને શાંત દર્શાવવાનો પ્રયત્ન કરે પણ ગુસ્સો ખતરનાક હોય છે.

છોકરી : પોતાની સ્વતંત્રતાને લઈને ખોટું બોલે છે. સ્વતંત્ર વ્યવહારનો ખોટો દેખાવ કરે છે.

વૃષભ રાશિ :


છોકરા : પોતાની જાતને હંમેશા ખુશ અને સંતુષ્ટ દેખાડવાની કોશિશ કરે છે.

છોકરી : બીજા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના રાખે પણ વ્યક્ત ન કરે.

મિથુન રાશિ :


છોકરા : કહે છે કે પોતાના પાર્ટનરનાં એક્સ-ફ્રેન્ડથી કોઈ ફર્ક નથી પડતો પરંતુ ખરેખર તકલીફ તો થાય છે.

છોકરી : સાચું વ્યક્તિત્વ છોડીને દેખાડો કરે છે. હું કંઈક છું એમ..

કર્ક રાશિ :


છોકરા : ખુલા વિચારોને લઈને ખોટું બોલે છે. સંબંધોમાં પણ દેખાડો કરે છે.

છોકરી : આત્મવિશ્વાસ દેખાડે છે પણ અસલ જીંદગીમાં કમજોર હોય છે. એનામાં આત્મવિશ્વાસની કમી હોય છે.

સિંહ રાશિ :


છોકરા : સંબંધોમાં રમત રમે છે. પણ બધું બરાબર છે એવો ડોળ કરે છે. તેઓ પોતાની જીંદગીમાં કોઈની દખલગીરી ઇચ્છતા નથી.

છોકરી : પોઝિટિવ અને સાચા દેખાવાની કોશિશ કરે છે. તેઓ પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરે છે પછી ભલે તે ખોટા હોય તો પણ…

કન્યા રાશિ :


છોકરા : પરાણે ઇમોશન દેખાડવાની કોશિશ કરે છે.

છોકરી : બધા માટે એકસમાન ભાવના રાખવાની ખોટી વાતો કરે છે. સામે કંઈક બીજુ અને પીઠ પાછળ કંઈક બીજુ હોય છે.

તુલા રાશિ :


છોકરા : પોતાની જાતને હંમેશા જવાબદાર વ્યક્તિ ગણાવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે.

છોકરી : પોતાની મરજીની માલકીન હોય એવો દેખાડો કરે છે. પરંતુ તેણીના બધા જ નિર્ણયો બીજાના વિચારો અને વ્યવહાર પર નિર્ભર હોય છે.

વૃશ્ચિક રાશિ :


છોકરા : પાર્ટનર સામે ખૂબ જ કુલ હોવાનો ખોટો દેખાડો કરે છે. હકીકતમાં તે ખૂબ જ શંકાશીલ સ્વભાવનાં હોય છે.

છોકરી : પોતાના રિલેશનશિપમાં ખૂબ જ ખુશ અને રાજી હોવાનો ઢોંગ કરે છે.

ધન રાશિ :


છોકરા : સંબંધો પ્રત્યે પોતાના વિચારો અને ગંભીરતાને લઈને ખોટું બોલે છે. તેઓ એકદમ કેરલેસ હોય છે.

છોકરી : પ્રોફેશનલ લાઈફમાં ખુશ હોવાનું જુઠાણું ફેલાવે છે.

મકર રાશિ :


છોકરા : દોસ્ત, સંબંધી અને પાર્ટનરની સામે પોતાની જાતને ખૂબ જ સમજદાર અને વ્યવહારુ દેખાડવાની કોશિશ કરે છે. અને હોય છે એકદમ વિપરીત.

છોકરી : પોતાની ફેમિલી લાઈફમાં એકદમ દુઃખી હોય તો પણ ખુશ રહેવાની કોશિશ કરે છે. પોતાનું દુઃખ વહેચતા નથી. દુઃખી હોય તો પણ ખોટું બોલે છે.

કુંભ રાશિ :


છોકરા : બીજા સામે પોતાની જાતને ખૂબ જ બુદ્ધિવાન દેખાડવાની કોશિશ કરે છે પણ એવું કંઈ હોતું નથી.

છોકરી : એમના અંદર જલન અને બદલાની ભાવના હોય છે પરંતુ એનો કોઈ દિવસ સ્વીકાર નથી કરતી.

મીન રાશિ :


છોકરા : નાની-નાની વાતોમાં એકદમ ભાવુક થઈ જાય છે પરંતુ બીજા સામે ખૂબ જ મજબૂત હોવાનો દાવો કરે છે.

છોકરી : પોતાની જાતને સ્ટ્રોંગ દેખાડવાની કોશિશ કરે છે. એમના કહેવા મુજબ, બીજાના વિચારો અને મંતવ્યો એના પર કોઈ અસર નથી કરતા પણ હકીકતમાં એવું હોતું નથી. તે ખૂબ જ ઈમોશનલ હોય છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!