સીતા માં પહેલા તેની સાસુ અને શ્રીરામની માં કૌશલ્યાનું પણ રાવણે કર્યું હતું અપહરણ જાણો શું છે આખી વાર્તા
રામાયણ વિશે મોટાભાગના લોકો જાણતા જ હોય છે. શ્રીરામનું રાવણ સાથે યુદ્ધ ત્યારે થયું હતું જ્યારે રાવણ સીતા માતાનું અપહરણ કરીને તેમને લંકા લઈ ગયો હતો. જે પછી સીતામાને રાવણ પાસેથી આઝાદ કરાવવાની સફર અને ફરી અયોધ્યા પરત ફરવાનો ઉલ્લેખ રામાયણમાં મળે છે. જો કે અમુક પ્રસંગ અને પાત્રો વિશે ઘણું ઓછું વર્ણન સાંભળવા મળે છે. જેમાં શ્રીરામની માતા કૌશલ્યાનું નામ પણ શામેલ છે. શ્રીરામની માતા તરીકે જ કૌશલ્યાનું નામ વધારે સાંભળવા મળે છે અથવા તો તેમને દશરથની પત્ની અથવા તો અયોધ્યાની મહારાણી તરીકે ઉલ્લેખ જોવા મળે છે. જો કે ઘણા લોકો એવા હશે જેમને ખબર નથી કે રાવણ સીતા માતા પહેલા તેમની સાસુ કૌશલ્યનું પણ અપહરણ કરી ચૂક્યો હતો.

દશરથ અને કૌશલ્યાના લગ્ન :
આ વાતનું વર્ણન આનંદ રામાયણમાં જોવા મળે છે. જેમાં દશરથ અને કૌશલ્યાના લગ્નની વાત કરવામાં આવી છે. કૌશલ્યા મહારાજ સકૌશલ અને અમૃતપ્રભાની પુત્રી હતી. જ્યારે તે લગ્નને લાયક થઈ ત્યારે પિતાએ તમામ પ્રદેશોના રાજકુમારોને તેના સ્વયંવર માટે આમંત્રણ પાઠવ્યું હતું. જો કે તેમણે માત્ર રાજા દશરથને આમંત્રણ મોકલ્યું ન હતું. કારણ કે તેઓ તેમને પોતાના દુશ્મન માનતા હતા. દશરથને કૌશલ્યા ગમતી હતી એટલા માટે તેમણે પોતાની દુશ્મની ભૂલીને રાજા સામે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. જો કે રાજાએ તેમને યુદ્ધ માટે આહવાન કર્યું હતું.
સકૌશલ રાજા સાથે યુદ્ધ કરતી વખતે રાજા દશરથ જીતી ગયા અને સકૌશલે હાર માની લીધી અને પોતાની પુત્રી ના લગ્ન સાથે કરાવી દીધા. એક તરફ જ્યાં આ વાત ચાલી રહી હતી તો બીજી તરફ બ્રહ્માએ રાવણને કહી દીધું કે દશરથ અને કૌશલ્યાના પુત્રને લીધે તમારું મોત થશે. રાવણ પાસે જ્ઞાનનો ભંડાર હતો. પરંતુ તે ખૂબ અહંકારી હતો. તેને લાગતું હતું કે તેને જીતવુ ખૂબ મુશ્કેલ છે. તેણે વિચાર્યું કે બંને પુત્ર અવતરશે એ પહેલાં જ અલગ કરી દેશે.
રાવણે કર્યુ કૌશલ્યાનું અપહરણ :
જે દિવસે રાવણ કૈકેયી સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા ત્યારે રાવણે કૌશલ્યા મહારાણીનું અપહરણ કરી લીધુ અને તેમને એક ડબ્બામાં બંધ કરી દીધા. મહારાણી કૌશલ્યાને તેઓ એક સુમસામ ટાપુ પર છોડી આવ્યો. નારદને જ્યારે આ વિશે જાણ થઈ ત્યારે તેમણે તુરંત જ દશરથને આ વાત કહી. દશરથ તુરંત જ રાવણ સાથે યુદ્ધ કરવા પહોંચ્યો. રાવણની રાક્ષસી સેના હતી અને તે ખૂબ બળવાન હતી. જેને લીધે રાજા દશરથની સેના રાવણની સેના સામે બાથ ભીડી ન શકી. દશરથે ચાલાકીથી પોતાનો જીવ બચાવી એક લાકડીના સહારાથી મહારાણીના બંધ ડબ્બા સુધીના પહોંચી ગયા.
જે પછી તેમણે મહારાણીને છોડાવી લીધી અને પોતાના મહેલ તરફ પરત ફરી ગયા. આ તરફ રાવણ એક ઘમંડમાં રાચ્યો રહ્યો છે તેણે રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાનો નાશ કરી દીધો છે અને નિશ્ચિત થઈ ગયો. બીજી બાજુ રાજાએ યજ્ઞ કર્યો અને પછી ત્રણેય રાણીઓએ ચાર પુત્રોને જન્મ આપ્યો. કૌશલ્યામાતાએ શ્રીરામને જન્મ આપ્યો. આગળ જતા વનવાસ ભોગવી રહેલા સીતામાતાનું અપહરણ કર્યુ અને તેને બચાવવા માટે શ્રીરામે યુદ્ધ કર્યું અને રાવણનું મોત થયું.