કાર્તિક આર્યનને નહીં, આ બોલીવુડ એક્ટરને ડેટ કરી રહી છે સારા અલી ખાન!
7 December 2018 ના રોજ રિલીજ થયેલ કેદારનાથ ફિલ્મ દ્રારા બોલીવુડમાં એન્ટ્રી કરનાર સારા અલી ખાનને તો તમે બધા ઓળખતા જ હસો. કેદારનાથમાં સારાનો કૉસ્ટાર સુશાંત સિંહ રાજપુત હતો. આ ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રીને તેમના ફેન્સે ઘણી પસંદ કરી હતી, બંનેએ સાથે રોલ ખુબ સારો ભજવેલો હતો તેથી લોકોએ ખુબ પસંદ કર્યું.
સારા અને સુશાંતના રીઅલ લાઈફના સંબંધો

આ તો હતી ફિલ્મની વાત પરંતુ જો વાત કરીએ તેની રીઅલ લાઈફની તો તે બંને હાલમાં પણ સાથે ડેટ કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે 21 જાન્યુઆરીના રોજ સુશાંત સિંહનો જન્મદિવસ હતો ત્યારે તેને બર્થડે વિશ કરવા અને સેલીબ્રેટ કરવા સારા અલી ખાન દહેરાદૂનથી સ્પેશલી પરત આવી હતી.
સુશાંતના જન્મદિવસ પર સ્પેશલી આવી સારા ખાન
એટલું જ નહિ પણ સુશાંતનાં જન્મદિવસને ખાસ બનાવવા સારા અલી ખાન સાથે કેક પણ લઈને આવી હતી. અને વધુમાં બંને ડીનર પર પણ ગયા હતા. સારા અને સુશાંતની જોડીને અને તેના સંબંધને જોઇને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બંને બોલીવુડનાં નવા લવબર્ડ્સ છે. જો કે થોડાક દિવસો પહેલા સારા અલી ખાને એવું જણાવ્યું હતું કે તેમને કાર્તિક આર્યન ખુબ જ પસંદ આવે છે અને તે તેની સાથે ડેટ પર જવાની ઈચ્છા ધરાવે છે.
અને જો વાત કરીએ સુશાંત સિંહ રાજપુતની તો તેમનું અંકિતા લોખંડે સાથે થયેલ બ્રેકઅપ ખુબ ચર્ચામાં રહ્યું. અને થોડા જ સમયમાં સુશાંતનું નામ રાબ્તા’ ફિલ્મની તેની કૉસ્ટાર કૃતિ સેનન સાથે લગાડવામાં આવ્યું. પરંતુ અત્યારે તો ફેન્સને સુશાંત અને સરની નવી જોડી ખુબ જ પસંદ આવી રહી છે. અને તે બંને હાલમાં સિંગલ જ છે. વાત કરીએ બંનેનાં વર્કફ્રંટની તો શાંત ‘સોનચિડિયા’ ફિલ્મમાં જોવા મળશે. તો સારા અલી ખાન ‘કેદારનાથ’ બાદ ‘સિમ્બા’ની સફળતાની ખુશી માનવી રહી છે. સરે તેના આગલા પ્રોજેક્ટ વિશે હજુ સુધી કાઈ ખુલાસો કર્યો નથી.
મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” નો આર્ટીકલ સારો ગળે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો…