ફક્ત રૂ. 500માં SBIમાં આ ખાતુ ખોલાવો, FDથી વધુ વ્યાજ મળશે – જાણી લો કઈ રીતે ખુલશે ખાતુ

આજે ભારતીય બજારોમાં રોકાણના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાંથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) રોકાણનો એક સૌથી સફળ વિકલ્પ છે. આ સાથે જ PPF એકાઉન્ટ, બેન્ક અને પોસ્ટ ઓફિસ એમ બન્નેમાં સરળતાથી ખોલાવી શકાય છે.

તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આ ખાતું ખોલાવી શકો છો. જેના પર તમને 8 ટકા વ્યાજ મળશે. સાથે જ ટેક્સની છૂટ પણ મળે છે. આ ખાતું તમે ફક્ત રૂ. 500ની રકમ સાથે ખોલાવી શકો છો. PPF એકાઉન્ટ લાંબા સમય માટે રોકાણ કરવા માગતા વ્યક્તિઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે.

જો તમે PPF એકાઉન્ટમાં દર મહિને 5000 રૂપિયા જમા કરાવો તો કોઈપણ પ્રકારના જોખમ વગર 15 વર્ષમાં 16,99,722 રૂપિયાનું ફંડ બનાવી શકો. આ વાતની ગેરેન્ટી SBI આપે છે. તમે એક વર્ષમાં અધિકતમ 1.5 લાખ રૂપિયા PPF એકાઉન્ટમાં રોકાણ કરી શકો છો. આ સિવાય PPF પર તમને જે વ્યાજ મળશે અને પાકતી મુદતે મળનારી રકમ પર પણ ટેક્સ મુક્તિનો લાભ મળે છે.

આ એકાઉન્ટ તમારા બાળકોના નામ પર પણ ખોલાવી શકો છો. જો તમારૂ બાળક 5 વર્ષનું હોય અને તમે એકાઉન્ટ ખોલાવો છો તો 15 વર્ષ પછી એકાઉન્ટ મેચ્યોર થાય ત્યારે આ રકમ ખૂબ ઉપયોગી થશે. આ રકમ તમે તમારા બાળકોના અભ્યાસ, લગ્ન કે અન્ય હેતુ માટે વાપરી શકો.

PPF એકાઉન્ટ વિશે વધુ માહિતી :

(1) SBI સાથે ઓનલાઈન ખાતું ખોલાવી શકો. તમારા બચત ખાતામાંથી દર મહિને તમે નિર્ધારિત કરેલ રકમ તમારા PPF એકાઉન્ટમાં જમા કરવાની ઓટોમેટિક સિસ્ટમ પણ ઉપલબ્ધ છે.

(2) PPF ખાતું ખોલાવવાની આખી પ્રોસેસ ઓનલાઇન છે. ઓનલાઇન વિગતો ભર્યા બાદ તમારે KYC ડોક્યુમેન્ટ લઇને બ્રાંચમાં જવું પડશે.

(3) PPF ખાતા પર એક ચોક્કસ સમય પછી લોન કે આંશિક ઉપાડની સુવિધા પણ મળે છે.

(4) PPF એકાઉન્ટ પર હાલનો વ્યાજ દર 7.6 થી 8 ટકા છે, જેની ગણતરી ત્રિમાસિક આધારે કરવામાં આવે છે.

(5) આ ખાતું 15 વર્ષ પહેલા બંધ કરી શકાય નહિ. પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિમાં બંધ કરી શકાય છે.

(6) આ ખાતામાં એકથી વધુ લોકોને પોતાના નોમિની બનાવી શકાય છે.

(7) PPF માં ખાતુ ખોલવવા પર ઇન્કમ ટેક્સ એક્ટના નિયમ US 80c હેઠળ ટેક્સમાં છૂટની પણ જોગવાઇ છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!