પીએમ મોદીના બોડીગાર્ડ પાસે હંમેશા હોય છે એક બ્રીફકેશ, તમને ખબર છે તેમાં શું હોય છે?

દેશના વડાપ્રધાન માટે એક વિશેષ પ્રકારની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે જેથી કરીને કોઈ પણ સંજોગોમાં તેમની સુરક્ષા થઈ શકે. આવી જ વ્યવસ્થા નરેન્દ્ર મોદી માટે પણ કરવામાં આવી છે. તમે ઘણી વખત ટીવી પર જોયું હશે કે પીએમ નરેન્દ્ર મોદી કોઈ પણ કાર્યક્રમ માટે દેશની બહાર જાય તો પણ તેમની સાથે બોડીગાર્ડ સતત તૈનાત હોય છે. બોડીગાર્ડને જોઈને તમે એટલું તો સમજી જ શકતા હશો કે તે પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે છે. પરંતુ તેમની પાસે જે બ્રીફકેસ હોય છે તેમાં શું હોય છે તે તમને ખબર છે ? તો ચાલો આજે આ લેખમાં અમે તમને તેની બ્રીફકેસમાં શું હોય છે તેના વિશે જણાવીશું.

નરેન્દ્ર મોદી સાથે હાજર બોડીગાર્ડ માંથી કોઈ એક પાસે બ્રીફકેસ જરૂર હોય છે અને તે બોડીગાર્ડ પીએમ મોદીથી થોડા અંતરે જ રહે છે. એવામાં આ બ્રીફકેસ લઇને લોકોમાં અનેક ચર્ચા-વિચારણા જોવા મળે છે. જેમાં અમુક લોકો એવું કહેતા હોય છે કે તે બ્રીફકેસમાં પીએમ મોદી પોતાની જરૂરીયાતની ચીજ વસ્તુઓને રાખે છે તો અમુક લોકો કંઈ નવા તુક્કા અજમાવે છે, પરંતુ કોઈને હકીકતની જાણ નથી. તો આજે અમે તમને જણાવીશું કે તે બ્રીફકેસની અંદર શું હોય છે.

એસપીજી કમાન્ડો કરે છે પીએમ મોદીની સુરક્ષા :

પીએમ મોદીની સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી એસપીજી કમાન્ડો પાસે હોય છે. તેથી એસપીજી કમાન્ડો પોતાની અલગ અલગ પદ્ધતિથી પીએમ મોદીની સુરક્ષા કરે છે. સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂંક ન રહે એટલા માટે હંમેશા સતર્ક રહે છે. તેમનું ધ્યાન પીએમ મોદી ઉપર તો હોય જ છે પણ સાથે સાથે આસપાસ થતી ઘટનાઓ પર પણ તેમનું ધ્યાન હોય છે. વડાપ્રધાનના પરિવારને પણ એસપીજી કમાન્ડોની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે પરંતુ આ બાબત સંપૂર્ણ રીતે વડાપ્રધાન પર આધાર રાખે છે.

બ્રીફકેસમાં હોય છે કે મોદીનો જીવ :

એસપીજી કમાન્ડો પાસે જે બ્રીફકેસ હોય છે તેમાં મોદીની સુરક્ષાની વ્યવસ્થા હોય છે. નાની દેખાતી આ બ્રીફકેસમાં મોદીની જિંદગી વસેલી હોય છે. તે તેમની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી હોય છે. તેમાં એક એવી વસ્તુ આવેલી હોય છે જે કોઈ પણ દુર્ઘટનાથી મોદીને બચાવી શકે છે. એટલું જ નહીં આ બ્રીફકેસ હંમેશાં એસપીજી કમાન્ડો પાસે જ રહે છે અને તેમનો ઉપયોગ માત્ર તેઓ જ કરી શકે છે. તેનાથી પીએમ મોદીને કોઈ પણ પ્રકારનું જોખમ રહેતું નથી.

બ્રીફકેસમાં હોય છે આ ખાસ વસ્તુ :

દેખાવમાં ભલે તે બ્રીફકેસ નાની લાગતી હોય પરંતુ તેમાં ખાસ વસ્તુ હોય છે. જે પીએમ મોદીની સુરક્ષા કરે છે. વાસ્તવમાં તેમાં એક ગન હોય છે જેને કમાન્ડો ચલાવી શકતા હોય છે અને તેનાથી તેઓ સંજોગોવસાત દુશ્મન પર વાર પણ કરી શકે છે. આના સિવાય તેમાં એક એવી વસ્તુ હોય છે જેને બુલેટ પ્રૂફ કહેવામાં આવે છે. જેનાથી કોઈ પણ દુર્ઘટના સમયે નરેન્દ્ર મોદીને સુરક્ષાનું કવચ પૂરું પાડી શકાય. ખાસ વાત એ છે કે તેની અંદર કોઈ ગોળી પણ લાગી શકતી નથી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ ની આ પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!