શિવજી નો આ મંત્ર રોજ એક વખત જરૂર બોલવો – આ કારણ છે જેથી શિવજીની કૃપા થશે જ

મહામૃત્યુંજય મંત્રની સ્થાપના…

‘ૐ ત્રયમ્‍બકં યજામહે । સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।’

મિત્રો મહામૃત્યુંજય મંત્ર એક એવો મંત્ર છે જેનાથી મૃત્યુ પણ ડરી જાય છે. આ મંત્રમાં એટલી તાકાત છે કે યમદુતને પણ પ્રાણ લેતા પહેલા ઘણીવાર વિચાર કરે છે. કારણ કે આ મંત્ર સ્વયં ભોળાનાથને પ્રસન્ન કરે છે. અને ભાઈ જેના પર ભોળોનાથ પ્રસન્ન હોઈ તેને મૃત્યુની શું બીક હોય. મહામૃત્યુંજય મંત્રની એટલા માટે થઇ છે કારણકે કાળને પણ પરાજિત કરી શકાય.

એક વાર યમરાજે ભોળાનાથના આ મંત્રને નજરઅંદાજ પણ કરેલો અને પ્રાણ લેવાની ભૂલ કરી હતી. પરંતુ ત્યારે તરત જ તેમને અહેસાસ થઇ ગયો કે જો મહામૃત્યુંજય મંત્રનું અપમાન કર્યુ તો ભોળાનાથની ક્રોધાગ્ની ભસ્મ કરી દેશે. આ એ વખતની વાત છે જયારે ભોળાનાથના ભગત માર્કંડ ઋષિને સંતાન ન હોવાથી તે ઘણા દુખી હતા. તેમની કુંડળીમાં સંતાન યોગ હતો જ નહિ પણ તેમને સંતાન પ્રાપ્ત કરવાની ખુબ જ ચાહના હતી. એટલે તેઓએ વિચાર્યું કે દેવો નો દેવ મહાદેવ આખા સંસારના વિધાન બદલી શકે છે તો મારા વિધાન કેમ ના બદલી શકે. તેથી તેમને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો નિર્ણય લીધો અને તેની આરાધનામાં લીન થઇ ગયા.

આખરે ઘણા સમયની આરાધના બાદ માર્કંડ ને ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેને કહ્યું કે “હું તને વિધાન બદલીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું” આવું સાંભળીને માર્કંડ ઋષિ ખુબ જ ખુસ થઇ જાય છે. પરંતુ ત્યાર પછી મહાદેવે જે કીધું તે સાંભળીને માર્કંડ ઋષિની પ્રશંસા ચીવાઈ ગઈ અને તેમને દુખ પણ થયું જયારે ભગવાન શિવે કહ્યું કે પુત્ર પ્રાપ્તિની પ્રસન્નતા ની સાથે સાથે જ ખુબ જ જલ્દી ખુબ જ મોટા દુઃખને ભોગવવું પડશે. પરંતુ તે દુખ કયું છે તેના વિષે ભગવાન શિવે કીધું નહિ.

પછી તરત જ માર્કંડ ઋષિને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય છે. તેનું નામ માર્કંડેય પાડવામાં આવ્યું. માર્કંડ ઋષિ ખુબ જ પ્રસન્ન થયા પરંતુ તેમને જ્યોતિષોએ જણાવ્યું કે આ બાળક અલ્પ આયુ છે અને તેનું આયુષ્ય માત્ર 12 વર્ષની જ હશે. તે સાંભળીને માર્કંડ ઋષિની ખુશી દુઃખમાં ફરી ગઈ અને તેની પત્ની પરતો દુઃખનો ડુંગર મંડરાવા લાગ્યા હતા. ત્યારે માર્કંડ ઋષિ તેમના પત્નીને આશ્વાસન આપતા કહે છે કે સદાશિવ ભગવાને પુત્રના જન્મનું વરદાન આપ્યું તે જ તેના પ્રાણનું રક્ષણ કરશે અને લાંબી આયુષ્યનું વરદાન પણ આપશે.

સમયની સાથે સાથે માર્કંડેય મોટો થવા લાગ્યો અને માર્કંડ ઋષીએ તેને શિવ મંત્રની દીક્ષા દીધી, પરંતુ સમયની સાથે સાથે માર્કંડની પત્નીની ચિંતા પણ વધવા લાગી. માતા પિતાને આટલા પરેશાનીમાં જોઇને તેમને કારણ પૂછ્યું તો માતાએ માર્કંડેય ને તેમની ઓછી આયુષ્ય ની વાત કરી દીધી. પરંતુ માર્કંડેય કોઈ પણ પરેશાની વગર માતા પિતાને એ વિશ્વાસ અપાવ્યો કે તે તેના દુખો દુર કરવા સદાશિવ પશેથી લાંબી ઉંમરનું વરદાન આવશ્ય લાવશે.

અને ત્યાર પછી માર્કંડેએ શિવજીની આરાધના માટે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવ મંદિરમાં બેશીને આ મંત્રનો અખંડ જાપ કરવા લાગ્યો. અને ભગવાન શિવજીની આરાધના કરતા કરતા તે સમય નજીક આવી ગયો જેનો બધાને ખુબ જ ડર હતો. જયારે માર્કેંડાય ની ઉંમર ૧૨ વર્ષની થતા જ યમદૂત તેને લેવા માટે આવી ગયા પરંતુ યમદૂતોએ જોયું કે માર્કંડય તો ભગવાન શિવની આરાધનામાં લીન છે તો તેને થોડા સમય તો પ્રતીક્ષા કરી પરંતુ માર્કંડેયએ મહામૃત્યુંજય મંત્રનો જાપ ચાલુ જ રાખ્યો.

સમય જતો રહ્યો હતો અને યમદુતોનું સાહસ ના થયું અને તે ત્યાંથી જતા રહ્યા અને યમરાજને જઈને જણાવ્યું, આ સાંભળીને યમરાજે કીધું કે માર્કંડેય ને લેવા માટે હું ખુદ જૈસ અને લઇને જ આવીશ અને યમરાજ માર્કંડેય ને લેવા પહોંચી પણ ગયા યમરાજને પોતાની સામે જ જોઇને માર્કંડેય ખુબ જ જોરથી મંત્રનો જાપ કરે છે અને શિવલીંગને બાથ ભરી લે છે.

અને ત્યારે તેને શિવલિંગ થી અલગ કરવા યમરાજ ખેંચે છે અને ત્યારે ખુબ જ માયાનક ત્રાડ પડી અને આખી ધરતી ધ્રુજવા લાગી અને સાથે એક પ્રચંડ પ્રકાશ ઉત્પન્ન થયો જેમાંથી સ્વયં ભોલાનાથ હાથમાં ત્રિશુલ લઈને પ્રગટ થાય છે. અને ભગવાન શિવજી ગુસ્સામાં કહે છે તે મારી સાધનામાં લીન ભક્તને હારવાનો પ્રયત્ન શા માટે કર્યો. ત્યારે યમરાજ ખુદ ભોળાનાથના પ્રચંડ રૂપને જોઇને ડરી જાય છે અને કહે છે કે “હે ભોલાનાથ તમે જ મને દરેક જીવનના જીવનપ્રાણ હારવાનું કામ સોપ્યું છે અને હું એ જ કામ કરી રહ્યો છું મને માફ કરો પ્રભુ” અને તેથી ભગવાન શિવજીનો ક્રોધ શાંત થાય છે અને ભગવાને કહ્યું કે, “હું મારા ભક્તની આરાધનાથી પ્રસન્ન છું અને તેને લાંબા આયુષ્યનું વરદાન આપું છું, તેથી યમરાજ હવે તું તેને નહિ લઇ જઈ શકે.”

ત્યાર બાદ યમરાજે કહ્યું કે પ્રભુ તમારી આજ્ઞાનું હું સન્માન કરું છું હવે માર્કંડેય દ્રારા રચેલ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા કોઈ પણ ભક્તને હાની નહિ પહોચાડું.

આમ માર્કંડેયને લાંબા આયુષ્ય માટે વરદાન મળી ગયું અને ભગવાન ભોળાનાથના ભક્તોને મૃત્યુથી બચાવનારો મહામૃત્યુંજય મંત્ર મળી ગયો. અને એવું માનવામાં આવે છે કે સોમવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા થાય છે અને ઘણા બધા રોગોથી અને પરેશાનીઓ થી મુક્તિ મળે છે તો મિત્રો આ છે મહામૃત્યુંજય મંત્રની ઉત્પતિનો ઉદેશ્ય.

મિત્રો “જ્ઞાન સાથે ગમ્મત” નો આર્ટીકલ સારો લાગે અને કાંઇક નવું જાણવા મળ્યું હોઈ તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને શેર કરવાનું ભૂલતા નહિ…

Leave a Reply

error: Content is protected !!