Mojemoj.com

Best Gujarati Blog

શિવલિંગ એ સામાન્ય પત્થરથી કઈ રીતે જુદો પડે છે?, શું છે આખરે શિવ તત્ત્વ શિવલિંગમાં….??

શિવલિંગ એ સામાન્ય પત્થરથી કઈ રીતે જુદો પડે છે?.

Image result for shivling
શું માત્ર પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી જ એ પત્થર પત્થર ન રહેતા એક દેહધારી બની જાય છે. શું તે શિવલિંગમાં એવું કોઈ તત્ત્વ હોય છે કે જે તમારી પ્રાર્થનાને અનંત બ્રહ્માંડમાં પહોંચાડી તમને તેની પ્રતિક્રિયા રૂપે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આવા પ્રશ્નો સહેજે થાય છે. અહિં આ મુદ્દે જ વિશેષ છણાવટ આપવામાં આવી છે.

શું છે આખરે શિવ તત્ત્વ શિવલિંગમાં….??

Related image

 

ભોતિક કારણોમાં એવું જણાવવામાં આવે છે કે શિવજીએ વિષપાન કર્યું હોવાથી તેમનાં શરીરમાં દાહ થતો હોવાથી જળાભિષેક કરવો જોઈએ. તો વિવિધ પ્રકારે અભિષેક કરવાથી વિવિધ ફળની પ્રાપ્તિ પાછળ જે તે ક્ષેત્રમાં નકારાત્મક ઉર્જાને હણીને સકારાત્મક ઉર્જા ફેલાય છે તેવું આપવામાં આવે છે. જ્યારે અધ્યાત્મિક રીતે એવું જણાવવામાં આવે છે કે માથા આજ્ઞા ચક્ર હોય છે. જેમાં શરીરમાં રહેલી નાડીઓ જેવી કે ઈડા અને પિંગળા મળતી હોવાથી તેમાંથી ઉર્જાનું વહન થાય છે. જે તમારી સમજવાની અને વિચારવાની ક્ષમતાને સંચાલિત કરે છે. જેને શિવસ્થાન કહે છે. તેથી મન શાંત રહે તે માટે શિવને અભિષેક કરવામાં આવે છે.

આ વાત વિજ્ઞાનની મદદથી જાણવા કોશિશ કરવામાં આવી. જેમાં ભારતભરમાં રેડિયો એક્ટિવ સ્થળોનો મેપ તૈયાર કરવામાં આવ્યો ત્યારે આશ્રર્ય વચ્ચે જ્યાં જ્યાં શિવાલયો હતાં ત્યાં ત્યાં રેડિયો એક્ટિવ તત્ત્વો હોવાનું જાણવા મળ્યું.

Related image

આથી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે શિવલિંગ અનેક વિશેષ એનર્જીનો ભંડાર છે. શિવલિંગ અન્ય કઈં નહિં પણ ન્યૂક્લિયર રિએક્ટર્સ જ છે. તેથી જ તો તેના પર જળ ચઢાવવામાં આવે છે જેથી તે શાંત રહે. મહાદેવના તમામ પ્રિય પદાર્થો જેવા કે બિલિપત્ર, આંકડો, ધતૂરો, ભાંગ, જાસુદ વિગેરે તમામ ન્યૂક્લિયર એનર્જી શોષનારા તત્ત્વો છે. આ વસ્તુ જ બતાવે છે કે હિંદૂ ધર્મ કેટલો આગળ છે. તેમાં કેટલી હદે વિજ્ઞાન સમાવિષ્ટ છે. શા માટે શિવલિંગને અપૂજ ન રખાય તે વાત આમાંથી જાણવા મળે છે. સાથોસાથ શિવને ચઢાવેલું કેમ સામાન્ય માનવી એ ન ખાવું જોઈએ તે વાત પણ સમજી શકાય છે. કારણ કે તે રેડિયો એક્ટિવ તત્ત્વો ધરાવતું હોય છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે શિવને ચઢાવેલું એ શિવનિર્માલ્ય થઈ જાય છે. તે પછી સામાન્ય માનવીથી લઈ શકાય નહિં..

Image result for shivling

શિવલિંગને ચઢાવેલું પાણી પણ રિએક્ટિવ થઈ જાય છે. તેથી જ જળ નિકળતી નાળને લાંધવામાં આવતી નથી. ભાભા એટમિક રિએક્ટરની ડિઝાઈન પણ શિવલિંગ જેવી જ છે. શિવલિંગ પર ચઢાવેલું જળ નદીના વહેતા પાણીમાં સાથે વહીને ઔષધીનું રૂપ લે છે. શિવ પર ચઢતી વસ્તુઓએ એવા એવા વિચિત્ર અને કદાચ હજી વિજ્ઞાન શોધી પણ શક્યું નથી. તેવા રોગોનો મૂળમાંથી ઈલાજ કરે છે. તેથી જ તે અલભ્ય હોવાથી તે શિવ પર ચડાવીને તેનું આ રીતે પેઢી દર પેઢી સંવર્ધન કરવામાં આવે છે. આપણી પરંપરાઓની પાછળ કેટલું ઉંડું વિજ્ઞાન છૂપાયેલું છે, જેને ઘર્મનો આંચળો ઓઢાળવામાં આવ્યો છે. જેથી આવનારી માનવપેઢીઓ અનંત વર્ષો સુધી સુખી રહે તે ભાવના ઉજાગર થયા વગર રહેતી નથી.

શિવની પૂજામાં સાચે જ કહેવામાં આવ્યું છે કે

તં તત્ત્વમ્ ન જાનામિ, શિવ દર્શનમ્ ભવામિ યુગે યુગે.

એટલે કે હે શિવ, તમારા તત્ત્વોનો પાર અમે પામી શકતા નથી. ભવોભવ અમે શિવ દર્શન કરતાં રહીએ.

જ્યાં સુધી શિવ દર્શન અને શિવ પૂજન થતું રહેશે ત્યાં સુધી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થતો રહેશે. હર હર મહાદેવ…

Updated: June 10, 2019 — 12:49 pm

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!