વૈષ્ણોદેવી મંદિર માં લોકોની ઈચ્છા થાય છે પૂરી પરંતુ તેની પાછળની કહાની અત્યંત ચોંકાવનારી છે

હિન્દુ ધર્મમાં વૈષ્ણોમાંનું વિશેષ મહત્વ છે.વૈષ્ણોદેવી મંદિરમા દર વર્ષે લાખો ભક્તો મુલાકાત લેતા હોય છે. માનવામાં આવે છે કે વૈષ્ણો માંના મંદિરમાં જે પણ ભક્ત આવે છે તેમની તમામ મનોકામના પરિપૂર્ણ થઇ જાય છે. કદાચ આ જ કારણ છે કે વૈષ્ણોદેવી મંદિર ભારતનું એક પ્રસિધ્ધ યાત્રાધામ બની ગયું છે.

શું તમને ખબર છે વૈષ્ણોમાંના મંદિર સાથે એક રસપ્રદ વાર્તા છુપાયેલી છે ! અને તે કારણ જ ભક્તોની માનતા પૂરી કરવા માટે જવાબદાર છે. હજારો ભક્તો નવરાત્રીમાં માંની પૂજા કરવા માટે અને પોતાની મનોકામના માટે અહીં આવે છ. એટલું જ નહી નવરાત્રી પછી પણ અહીં ભક્તોની સંખ્યામાં ઓટ આવતી નથી.

શું છે વૈષ્ણોદેવી મંદિરની સચ્ચાઇ ?

જે મંદિરને લોકો વૈષ્ણોમાંના રૂપે ઓળખે છે તેમાં હકીકતમાં માતાની પિંડી છે જ નહીં. જમ્મુના ત્રિકૂટ પર્વત ઉપર એક મોટી ગુફામાં ત્રણ પિંડી આવેલી છે જેમાં એક પિંડી લક્ષ્મીમાંની છે સરસ્વતીમાંની અને ત્રીજી કાંલીમાંની છે. માન્યતા અનુસાર, આ ભવ્ય ગુફામાં વૈષ્ણોદેવી અદ્રશ્ય રૂપે સદૈવ હાજર હોય છે તેથી આ સ્થળને વૈષ્ણોદેવી તીર્થ સ્થળ કહેવામાં આવે છે.

700 વર્ષ પહેલા બન્યું હતું આ મંદિર :

આ મંદિરના નિર્માણની વાત કરીએ તો વૈષ્ણોદેવીનું આ મંદિર લગભગ ૭૦૦ વર્ષ પહેલા એક બ્રાહ્મણ પનદિર પૂજારી શ્રીધર દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેઓ અત્યંત ગરીબ હતા પરંતુ તેમના મનમાં વૈષ્ણવ માતા માટે અત્યંત પ્રેમ અને ભક્તિ હતી.

એક રાત્રે તેમને પોતાના સપનામાં વૈષ્ણોમાંએ દર્શન આપ્યા અને તેમને ભંડારો કરવાનું કહ્યું. બીજા જ દિવસે બ્રાહ્મણે એક શુભ મુહૂર્ત જોઈને ગામવાસીઓને ભંડારા માટે આમંત્રિત કર્યા અને તેમને ભોજન ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરી.

દેવીમાં ઇચ્છા અનુસાર તેમની પાસે એટલા પૈસા નહોતા કે પુરા ગામને જમાડી શકે. જોકે તેમણે ભંડારા માટે અનેક લોકો પાસે મદદ માગી પરંતુ મોટા ભંડારા માટે આ મદદ પણ પૂરતી ન હતી. જેમ જેમ ભંડારાનો દિવસ નજીક આવી રહ્યો હતો તેમ તેમ બ્રાહ્મણની મુશ્કેલીઓ અને વધતી જતી હતી.

સ્વયં માંએ કરી મદદ :

ભંડારાની એક રાત પહેલા શ્રીધર ઘણા ચિંતામાં હતા. તેઓ વિચારી ન હોતા શકતા કે આખરે આટલા મોટા ભંડારામાં તમામ લોકોને ભોજન કઈ રીતે કરાવી શકશે. તેમણે દેવીમાં પર શ્રદ્ધા રાખી ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. જ્યારે સવારે પૂજા પછી તમામ લોકો ભોજન માટે ઝુંપડામાં ગયા આ સમયે અચાનક શ્રીધરને એક છોકરીને ઝુપડામાંથી બહાર જતા જોઈ.

એ છોકરીનું નામ વૈષ્ણવી હતું. તે તમામ લોકોને ભોજન કરાવી રહી હતી. ભંડારો પૂરો થતાં જ શ્રીધર તે છોકરી વિશે જાણવા જાય તે પહેલાં જ તે અચાનક ગાયબ થઈ ગઈ અને તે પછી ગામમાં કોઇને પણ જોવા ન મળી. એક રાતે બ્રાહ્મણ ગાઢ નિદ્રામાં હતા ત્યારે તેમણે બીજી વખત આ સપનામાં તેમને ખબર પડી કે વૈષ્ણવી બીજી કોઈ નહીં પરંતુ ખુદ વૈષ્ણવમાં જ હતા.

Leave a Reply

error: Content is protected !!