ભારતના આ રાજા પાસે છે 40 હજાર કરોડની સંપત્તિ, 400 રૂમવાળો ભવ્ય મહેલ અને સૌથી બ્યુટીફૂલ પત્ની

ભારતના આ રાજા પાસે છે 40 હજાર કરોડની સંપત્તિ, 400 રૂમવાળો ભવ્ય મહેલ અને સૌથી બ્યુટીફૂલ પત્ની.

જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરના સિંધિયા રાજવી પરિવારનાં રાજ કુંવર છે. તેમને શૂટિંગ, ક્રિકેટ, આર્ચરી અને કાર રેસિંગનો બહુ જ શોખ છે. જ્યોતિરાદિત્યની પત્ની પ્રિયદર્શની પણ દુનિયાની ટોપ-50 બ્યૂટીફૂલ મહિલાઓની યાદીમાં જગ્યા બનાવી ચુક્યા છે. જ્યોતિદારિત્ય સિંધિયા હાલમાં અેમપીમાં કોંગ્રેસના કદાવર નેતા છે.

પ્રિયદર્શની ગુજરાતનાં રાજવી પરિવારની રાજકુમારી છે:

જ્યોતિરાદિત્ય સિંધિયાએ 1993માં હાવર્ડ યુનિવર્સિટીથી ઇકોનોમિક્સમાં ડિગ્રી લીધી હતી. 2001માં તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસથી એમબીએની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ બાદ અમેરિકામાં જ સાડા ચાર વર્ષ લિંચ, સંયુક્ત રાષ્ટ્ર, ન્યુયોર્ક અને માર્ગેન સ્ટેનલેમાં કામનો અનુભવ લીધો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાના લગ્ન પ્રિયદર્શની સાથે 12 ડિસેમ્બર 1994ના રોજ થયા. પ્રિયદર્શની વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારની રાજકુમારી છે. એમનો એક દીકરો મહાઆર્યમન અને દીકરી અનન્યા છે.

ભવ્ય રાજમહેલ અને કરોડોની સંપત્તિ :


જય વિલાસ મહેલ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યના ગ્વાલિયર શહેર ખાતે સિંધિયા રાજપરિવારનું નિવાસસ્થાન જ નહીં પણ એક ભવ્ય સંગ્રહાલય છે. હાલમાં આ મહેલના 35 રૂમમાં સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. અહીંના સંગ્રહાલય ખાતે અન્ય એક પ્રખ્યાત વસ્તુ ચાંદીની રેલગાડી છે, જેના પાટા ડાઇનિંગ ટેબલ પર લગાડેલ છે. વિશિષ્ટ ભોજનસમારંભ વખતે આ રેલગાડી મોટેભાગે પીણાંઓ પીરસતી આગળ વધે છે. મહેલમાં સિંધિયા કાળના ઘણા દસ્તાવેજ અને કલાકૃતિઓ છે તેમજ ઔરંગઝેબ અને શાહજહાંની તલવારો પણ છે. આ ઉપરાંત ઇટાલી, ફ્રાન્સ, ચીન અને અન્ય ઘણા દેશોમાંથી લવાયેલી દુર્લભ કલાકૃતિઓ પણ અહીં છે.

જય વિલાસ પેલેસનું નિર્માણ મહારાજ જીવાજી રાવ સિંધિયાએ 1874માં કરાવ્યું હતું. તે સમયે આ મહેલની કિંમત એક કરોડ આંકવામાં આવી હતી. આ મહેલનું મોટા ભાગનું નિર્માણ ઇટાલિયન સ્થાપત્ય-શૈલીથી પ્રભાવિત છે. આ મહેલનો પ્રસિદ્ધ દરબાર ખંડ (હોલ) આ મહેલના ભવ્ય ભૂતકાળનો સાક્ષી છે. અહીં ટીંગાડેલ બે જુમ્મરનું વજન 3-3 ટન જેટલું છે, કહેવાય છે કે તેને લટકાવતાં પહેલાં દસ હાથી છત પર ચડાવી છતની મજબુતાઈ માપવામાં આવી હતી.

આખો મહેલ સફેદ છે :


જયવિલાસ પેલેસ 1874માં બનાવવામાં આવ્યો હતો. 400 રૂમવાળો આ મહેલ આખો સફેદ રંગનો છે અને 12 લાખ વર્ગફૂટમાં ફેલાયેલ છે. નિર્માણ સમયે આ પેલેસની કિંમત 1 કરોડ હતી. હાલમાં તેની કિંમત 4 હજાર કરોડ રૂપિયા આંકવામા આવી રહી છે. મહેલના 35 રૂમમાં હવે મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું છે.

સોનાથી મઢેલી દિવાલો :


આ રાજ મહેલમાં એક ખાસ દરબાર હોલ છે. 100 ફૂટ લાંબા અને 50 ફૂટ પહોળા હોલમાં વિશ્વના સૌથી મોટા જુમ્મર લાગેલા છે. અહીંની દિવાલો પર 450 કિલો સોનું લાગેલું છે. આ શાહી દરબારમાં 140 વર્ષોથી ત્રણ-ત્રણ ટનના 2 વિશાળ જુમ્મર લાગેલા છે. આ જુમ્મરને બેલ્ઝિયમના કારીગરોએ બનાવ્યા હતા. જુમ્મરને લટકાવતા પહેલા એન્જિનિયરોએ 7 દિવસ સુધી ધાબા પર 10 હાથીઓ ઉભા રાખ્યા હતા, જેથી જુમ્મર ટકી શકશે કે નહીં તેનો અંદાજો લગાવી શકાય. ડાઈનીંગ હોલમાં ચાંદીની ટ્રેન છે જે ભોજન પીરસે છે.

પ્રિન્સ એડવર્ડના સ્વાગતમાં બનાવ્યો હતો પેલેસ :

સિંધિયા રાજવંશના શાસક જયાજીરાવ 8 વર્ષની વયે ગ્વાલિયરના મહારાજા બન્યા હતા. ઈંગ્લેન્ડના શાસક પ્રિન્સ એડવર્ડ- VII નું ભારત આવવાનું થયું તે સમયે જયાજી મહારાજે તેમને ગ્વાલિયર આમંત્રિત કર્યા હતા. તેમના સ્વાગતમાં જ તેઓએ જયવિલાસ પેલેસના નિર્માણની યોજના બનાવી હતી. તેમણે ફ્રાન્સના આર્કિટેક્ટ મિશેલ ફિલોસની નિમણૂંક કરી અને તેણે 1874માં ભવ્ય જયવિલાસ પેલેસનું નિર્માણ કર્યું.

તમને જણાવી દઈએ કે, આ ભવ્ય રાજમહેલના ટ્રસ્ટી જ્યોતિરાદિત્યના પત્ની પ્રિયદર્શીની રાજે સિંધિયા છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!