પત્નીને નવી ફેશન ભારે પડી, આવું કર્યું કે પતિએ ટાંટિયાં ભાંગી નાંખ્યા

વડીલો કહીને ગયા છે કે, આંધળુ અનુકરણ કોઈ દિવસ ન કરવું. ખાસ કરીને ફેશનમાં તો કોઈ દિવસ નહીં. ફેશન હંમેશા વિવેકપૂર્વક કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો ક્યારેક હાંસી પાત્ર બનીએ અથવા ઉંધા કાન ગલોટિયું પણ ખાવું પડે. આજે અમે તમને આવી જ એક ફેશનની હાસ્યાસ્પદ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. ઓસ્ટ્રેલિયામાં એક પત્નીએ સમજ્યા વગર એવી ફેશન કરી કે તેને હોસ્પિટલ જવું પડ્યું. આ મહિલાએ પતિને રિઝવવા માટે એક અલગ ડિઝાઈનનો ડ્રેસ પહેર્યો હતો. પતિ જેવો ઘરમાં આવ્યો કે પત્નીનાં ટાંટિયાં તોડી નાંખ્યા.

આ સમગ્ર ઘટનામાં વાત એવી છે કે એક પત્નીએ પોતાના પતિને આકર્ષિત કરવા માટે સાપ જેવા દેખાતા સ્ટોકિંગ્સ (લાંબા મોજા) પહેર્યા હતા. આ અજીબ લાગતા મોજા પહેરીને તે બેડ પર આરામ ફરમાવી રહી હતી. પતિ જ્યારે ઘરે આવ્યો અને બેડ પર જોયું તો તેને લાગ્યું કે આ સાપ છે. પતિ બેઝબોલથી એ સાપને ફટકારવા લાગ્યો. જો કે હકીકતમાં તે સાપ નહીં પરંતુ તેની પત્નીના પગ હતા. પગમાં વાગવાથી પત્ની બુમાબુમ કરવા લાગી.

પતિને બાદમાં ખબર પડી કે આ સાપ નહીં પણ પોતાની પત્નીના પગ હતા. ત્યારબાદ પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તસવીરમાં જોતા તેના વસ્ત્રો સાપ જેવા જ લાગે છે. જેના કારણે તે પત્નીના પગને સાપ સમજી બેઠો હતો. હાલમાં મેડમ સારવાર હેઠળ છે અને પતિ રસોડામાં છે. ભાઈ હવે પત્નીની સેવામાં લાગી ગયા છે.

મિત્રો, કોઈ એક્ટર કે એક્ટ્રેસને જોઇને તેમની ફેશનનું આંધળું અનુકરણ ના કરો. તેવું ક્યારેય મનમાં ન રાખો કે દુનિયા જે પહેરે છે તે જ તમારે પહેરવું, પરંતુ પ્રસંગને અનુરૂપ કપડાં પહેરવા જોઇએ. શરીરને અનુરૂપ હોય એવી ફેશન કરો. આ ઉપરાંત સમાજ અને કલ્ચરને ધ્યાનમાં રાખીને કપડાનું સિલેકશન કરો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

error: Content is protected !!