Mojemoj.com

Best Gujarati Blog

40 CRPF ની શહાદત વચ્ચે AMU નાં વિદ્યાર્થીએ કરેલ ટ્વિટ વાંચીને લોહી ઉકળી જશે

જમ્મૂ-કાશ્મીરનાં પુલવામા માં થયેલ આતંકી હુમલા બાદ જ્યાં એક તરફ આખો દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે ત્યાં બીજી બાજુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)નાં એક વિદ્યાર્થીએ પોતાની ખુશી વ્યક્ત કરીને સનસની મચાવી દીધી છે.

તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં ‘હાઉઝ ધ જોશ, ગ્રેટ સર’ લખીને આ મામલે પોતાની મુર્ખામી વ્યક્ત કરી છે. પ્રાપ્ત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ શર્મનાક હરકત કરનાર વિદ્યાર્થી મૂળ કાશ્મીરનો રહેવાસી છે અને તેનું નામ બસીમ હિલાલ છે. જાણકારી મુજબ, આ વિદ્યાર્થી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગણિત વિભાગમાં શિક્ષણ લઈ રહ્યો છે. તેણે રાત્રે ટ્વિટ કરતા જ સોશિયલ મીડિયા પર એની સામે ખૂબ વિરોધ થયો. લોકોએ તેને બરાબરનો જવાબ આપ્યો. જોકે ત્યારબાદ આ ટ્વિટ ડીલીટ કરવામાં આવ્યું હતું.

વાઈસ ચાન્સલર પાસે રિપોર્ટ માંગ્યો:

વિધાર્થી બસીમ હિલાલની આ હરકત પર સાંસદ પ્રવક્તા સંદીપ ચાણક્યએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સલર પાસે વિદ્યાર્થીની સંપૂર્ણ વિગતો માંગી છે. સંદીપ ચાણક્યએ શુક્રવાર સુધીનો સમય આપતા કહ્યું છે કે, આ વિદ્યાર્થી AMU યુનિવર્સિટીનો છે કે નહીં? જો આ વિદ્યાર્થી AMU નો હોય તો એની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના પણ આપી છે.

સુરક્ષા એજન્સીઓ થઈ સાવચેત:

આ વિદ્યાર્થીની હરકતથી સુરક્ષા એજન્સીઓ પણ સાવધાન થઈ ગઈ છે. તેઓ હવે આ છોકરા વિશે ઘણી બધી માહિતી મેળવી રહી છે અને તેના બધા જ સોશિયલ એકાઉન્ટની ચકાસણી થઈ રહી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડોકટર પુષ્પેન્દ્ર પચૌરીએ પણ આ હુમલાની કઠોર શબ્દોમાં નિંદા કરતા કેન્દ્ર સરકાર પાસે આ ઘટના સામે બદલો લેવાની વાત કરી છે. પરિષદનું માનીએ તો યુનિવર્સિટીમાં આવા વિઘ્નસંતોષી લોકો પોતાની હલકી બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે.

ભાવનાઓ ભડકાવવાની કોશિશ :

કહેવાય રહ્યું છે કે, સોશિયલ મીડિયા પર આવા મેસેજ નાખવાનો મતલબ વિદ્યાર્થીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે. હકીકતમાં, આજકાલ આવા વિવાદો જોરશોરથી ચાલી રહ્યા છે. આવા મેસેજથી લોકો ગેરમાર્ગે દોરાય છે. વિદ્યાર્થીની આ હરકતથી યુનિવર્સિટી પ્રશાસન અને પોલીસતંત્ર પણ સાવચેત થઈ ગયુ છે. યુનિવર્સિટીની ચારેતરફ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ SSP આકાશ કુલહરી કરી રહ્યા છે.

આદિલ અહમદ ડાર પણ જમ્મૂ-કાશ્મીરનો જ રહેવાસી હતો:

અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર આદિલ અહમદ ડાર પણ જમ્મૂ-કાશ્મીરનો જ રહેવાસી હતો અને તેણે આતંકી સંગઠન જોઈન કર્યું હતું. આ હુમલા પહેલા એણે પણ સોશિયલ મીડિયા પર ઘણા ભડકાવ વિડીયો શેર કર્યા હતાં. તેથી આ વિધાર્થીની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

મિત્રો, આવા વિઘ્નસંતોષીઓની આવી પોસ્ટથી દુર રહેવું. ઈશ્વર બધાને સતબુદ્ધિ આપે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!