બોયફ્રેન્ડ માટે બનાવ્યા 22 કડક નિયમો સોશિયલ મીડિયા પર વાયરલ થયું આ લિસ્ટ….

પ્રેમને એક સુંદર અહેસાસ માનવામાં આવે છે. પરંતુ જો એક હદ કરતા વધારે થઈ જાય તો તેમાં રહેલા પાર્ટનરનો જીવ મુંઝાવા લાગે છે. દરેક પ્રેમ કરતા પાર્ટનર વચ્ચે એક નિયમ હોય છે જે બંને સાથે નિભાવવાનો હોય છે, પરંતુ આજના સમયમાં યુવાનો દ્વારા પ્રેમની કંઈક અલગ જ વ્યાખ્યા બનાવવામાં આવી છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે બનાવેલા નિયમોનું લિસ્ટ વાયરલ થયું છે. આ લિસ્ટમાં ૨૨ જેટલા કડક નિયમો આપવામાં આવ્યા છે.

બોયફ્રેન્ડ માટે બનાવ્યા 22 કડક નિયમો :

એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે 22 નિયમો વાળુ એક લિસ્ટ બનાવ્યું છે. જેમાં તેના માટે અનેક કડક નિયમો લખવામાં આવ્યા છે. રસપ્રદ બાબત એ છે કે યુવતી દ્વારા બનાવવામાં આવેલું આ લિસ્ટ એક કારમાંથી મળ્યું છે જેને હાલમાં જ વેચવામાં આવી હતી. બીજી બાજુ કારખરીદનાર વ્યક્તિએ આ લિસ્ટ સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધુ અને હવે તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

ડેટિંગના આ રૂલ લિસ્ટને જોઈને દરેક વ્યક્તિ પોત પોતાની રીતે વાર્તાઓ ઘડી રહ્યું છે. અમુક લોકો માનવું છે કે આવા કડક નિયમોને કોણ અનુસરે? પરંતુ આ લિસ્ટ વાંચીને તમે અંદાજો લગાવી શકશો કે પ્રેમ સંબંધમાં અસુરક્ષાની લાગણી વ્યક્તિને કંઈ પણ કરવા માટે મજબૂર કરી દે છે.

મિનિટોમાં આવો જોઈએ મેસેજનો રિપ્લાય :

યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે એક નિયમ બનાવ્યો છે કે તે જ્યારે પણ ઇચ્છે તેનો મોબાઇલ ચેક કરી શકે છે. 22 નિયમોમાં એક નિયમ એવો પણ છે કે તેના મેસેજના તે તરત જ રીપ્લાય કરે અને રીપ્લાય 10 મિનિટની અંદર આવી જવો જોઇએ. આ ઉપરાંત તે પોતાની ગર્લફ્રેન્ડની મંજૂરી વગર ડ્રિંક પણ નહીં કરી શકે.

કદાચ યુવક આપી રહ્યો હોય દગો :

સોશિયલ મીડિયા પર લોકોનું માનવું છે કે કદાચ યુવક પોતાની ગર્લફ્રેન્ડને દગો આપી રહ્યો હોય, ત્યારે જ યુવતીએ પોતાના બોયફ્રેન્ડ માટે આટલા કડક નિયમો બનાવ્યા હશે. જ્યારે આ લિસ્ટને ટ્વિટર પર પોસ્ટ કરવાવાળી વ્યક્તિએ હવે પોતાની પોસ્ટ ડીલીટ કરી દીધી છે. તેમ છતાં આ લીસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે.

જેલ સમાન છે આ સંબંધ :

સોશિયલ મીડિયા ઉપર અમુક લોકોનું એવું પણ કહેવું છે કે આ રીતે નિયમો બનાવવા એ પ્રેમ નહીં પરંતુ પોતાના પાર્ટનર પર અત્યાચાર સમાન છે. આવી રીતે કોઈની જિંદગીને કંટ્રોલમાં રાખવાથી સામેવાળી વ્યક્તિ કઈ રીતે જીવી શકે? તો અન્ય એક યૂઝરે લખ્યું છે કે આ યુવકે આ યુવતીથી દૂર ભાગી જવું જોઈએ.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો

Leave a Reply

error: Content is protected !!