ભારતમાં આ એવી બે વ્યક્તિ છે જેની પોલીસ ક્યારેય ધરપકડ ન કરી શકે, 99 ટકા લોકો જવાબથી છે અજાણ….

આજકાલ ગળાકાપ સ્પર્ધા કોઈપણ નોકરીના ઇન્ટરવ્યુમાં સામેવાળી વ્યક્તિને બુદ્ધિપ્રતિભા ચકાસવા માટે સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આવા પ્રશ્નોથી સામેવાળી વ્યક્તિની ચપળતાનો ખ્યાલ આવે છે. ઘણી વખત નોકરી પર અમુક અઘરા ડિસિઝન લેવા પડતાં હોય છે આવા સમયે વ્યક્તિની ડિગ્રી કરતાં તેની ચપળતા વધુ કામ લાગે છે. તેથી આજે અમે આવા જ અમુક જીકે કે એટલે કે સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો આ પોસ્પ થકી તમારી સમક્ષ રજુ કરીએ છીએ.

1) ભારતમાં અંકલેશ્વર કયા ઉત્પાદન માટે જાણીતું છે?

જવાબ : પેટ્રોલિયમ

2) બાળગંગાધર તિલક દ્વારા સંપાદિત અંગ્રેજી અખબારનું નામ શું હતું?

જવાબ : મરાઠા

3) શું ચંદ્ર પર બોમ્બ વિસ્ફોટનો અવાજ સંભળાઈ શકે ખરા? જવાબ : ના

4) ઉત્તર ભારતના અનુસંધાન કેન્દ્ર નામ શું છે?

જવાબ : હિમાદ્રી

5) અન્ય દેશ દ્વારા આયાત પર લગાવવામાં આવતા કરને શું કહેવામાં આવે છે?

જવાબ : ટૈરિફ

6) બાબા રામચંદ્રએ ખેડૂતોને કયાં સંગઠિત કર્યા હતા?

જવાબ : અવધમાં

7) સ્વચ્છ ભારત સર્વેક્ષણ 2018 અનુસાર દેશનું સૌથી સ્વચ્છ શહેર કયું છે?

જવાબ : ઇન્દોર, મધ્ય પ્રદેશ

8) ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ છે?

જવાબ : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, જેની સંપત્તિ લગભગ 177 કરોડ રૂપિયા છે.

9) રાજસ્થાન રાજ્યની સર્વાધિક લાંબી સીમા કયા રાજ્ય સાથે છે?

જવાબ : મધ્ય પ્રદેશ

10) વિશ્વમાં માઉન્ટ એવરેસ્ટ અવરોહણ કરનારી પ્રથમ મહિલા કોણ હતી?

જવાબ : જાપાનની જુનકો તબાઈ

11) ભારતના લોકોએ સૌથી વધુ કયા દેશની નાગરિકતા લીધી છે?

જવાબ : કેનેડા

12) સાંભર ઝીલ કે જેમાંથી મીઠું બને છે તે કયા રાજ્યમાં આવેલું છે?

જવાબ : રાજસ્થાન

13) વિધાનસભાના મૌલિક અધિકાર સંબંધી સમિતિના અધ્યક્ષ કોણ હતા?

જવાબ : જે.બી.કૃપલાની

14) કયા ખેલાડીએ રણજી ક્રિકેટમાં 11 હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે?

જવાબ : વસીમ જાફર

15) પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં ચંદ્ર ગુપ્ત મોર્યની મદદ કોણે કરી હતી? જવાબ : ચાણક્યે

16) કયા IAS અધિકારીના આદેશ પીએમ મોદી ક્યારેય અવગણી ન શકે ?

જવાબ : ભારતના મુખ્ય નિર્વાચન આયુક્તનો આદેશ મોદી ક્યારેય અવગણી ન શકે.

17) ભારતના કયા રાષ્ટ્રપતિ લગ્ન નથી કર્યા ?

હવે આ પ્રશ્નનો જવાબ તમારે અમને કમેન્ટમાં લખીને જણાવવાનો રહેશે.

18) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

જવાબ : 4 માર્ચના રોજ

19) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

જવાબ : 28 ફેબ્રુઆરીના રોજ

20) ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?

જવાબ : શ્રીમતી ઇન્દિરા ગાંધી

21) ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કઈ રેખા આવેલી છે? જવાબ : ડૂરંડ રેખા

22) આર્ય સમાજના સંસ્થાપક કોણ હતા ?

જવાબ : સ્વામી દયાનંદ સરસ્વતી

23) વર્ષ 1962માં ભારત-ચીન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન ભારતના રક્ષા મંત્રી કોણ હતા?

જવાબ : વી.કે. કૃષ્ણ મેનન

24) રાજ્યના બંધારણ દ્વારા આપવામાં આવેલી તમામ શક્તિઓનો પ્રયોગ કરવા માટે તથા કાર્ય કરવા માટેનો અધિકાર કોને પ્રાપ્ત થાય છે?

જવાબ : મંત્રીમંડળને

25) ભારતમાં પોલીસ કોની ધરપકડ ન કરી શકે?

જવાબ : રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની. બંધારણના અનુચ્છેદ 361 અંતર્ગત તેમની કાર્યકાળ દરમિયાન ધરપકડ કરી ન શકાય.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!