લગ્નમાં મળી રહ્યું હતું 4 કરોડનું દહેજ, પરંતુ વરરાજાએ એવું માંગ્યું કે હાજર લોકોની આંખો આંસુઓથી છલકાઈ ઊઠી….
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ગયા વર્ષે પણ અનેક બિગ ફેટ વેડિંગનું આયોજન થયું કે જે જોયા પછી લોકોની આંખો ચાર થઇ ગઇ. જો ભારતની વાત કરીએ તો અહીં બિગ ફેટ વેડિંગનો ટ્રેન્ડ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. લોકો લગ્નમાં પાણીની જેમ પૈસા વેડફતા હોય છે, સાથે જ દહેજ પણ એવું તગડું આપવામાં આવે છે. જો કે દહેજ લેવું અને આપવું બંને ગુનાની શ્રેણીમાં આવે છે. તેમ છતાં પણ દહેજ લેવું અને દેવુ આજના સમયમાં પણ ચાલી રહ્યું છે.

જો કે જે લોકો પૈસે ટકે સુખી હોય તેઓ પોતાની ખુશીથી દહેજ આપતા હોય છે. પરંતુ અમુક લોકો માટે દહેજ એક બોજ બની જાય છે. દહેજ એક એવી સમસ્યા અને પ્રથા છે, જેને લીધે કેટલીક બાળકીઓને ગર્ભમાં જ મારી નાખવામાં આવતી હોય છે.
પોતાની પસંદગીનું દહેજ ન મળતા સાસરીયા પક્ષના લોકો તેને પરેશાન કરતા હોય છે, જેને લીધે અનેક અપ્રિય ઘટનાઓ પણ સામે આવતી રહે છે. તેમ છતાં પણ આ પ્રથા આજે પણ યથાવત છે. પરંતુ આજે અમે તમને એક અનોખા લગ્ન વિશે જણાવીશું, જે સાંભળીને તમારી આંખો આંસુથી છલકાઈ ઊઠશે.
આ લગ્નમાં જે થયું તે સદીઓથી ચાલી આવતી આ પરંપરાથી તદ્દન વિપરીત હતું આજના સમયમાં જે થઇ રહ્યું છે તેનાથી તદ્દન અલગ અને આજે આ લગ્ન ઉદાહરણ બની ગયું છે તો ચલો તમને જણાવીએ કે શું હતો મામલો. હરિયાણાના ખેરમપુરના નિવાસી ભજનલાલની દીકરીના લગ્ન ચુલીખાર્દ ગામના રહેવાસી છોટુરામ ખોખરના પુત્ર સાથે નક્કી થયા હતા. કન્યા પક્ષના લોકોએ લગ્નની પૂરી તૈયારી કરી, ચાર કરોડ રૂપિયા આપવાની તૈયારી કરી હતી. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે યુવકે આ પૈસા લેવાનો ઈન્કાર કરી દીધો દીધો.
યુવકની અનોખી માંગ :
યુવકે રૂપિયાના બદલે પાસેથી કન્યા પક્ષ પાસે એવી માંગ કરી કે જેને સાંભળીને લોકો હેરાન થઈ ગયા. સાસરિયા પક્ષે દહેજમાં માત્ર 1 રૂપિયાની માંગ કરી. જી, હા તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો. કારણકે આ લગ્નમાં કોઈપણ વધારાના ખર્ચા કરવામાં ન આવ્યા અને ન કરવામાં આવ્યો વધુ પડતો સાજ શણગાર. બસ, વરરાજા પોતાના અમુક સંબંધો સાથે જાન લઈને આવ્યો અને તેણે વગર દહેજ તથા રોકડ રકમ વગર જ લગ્ન કર્યા. આ અદભુત લગ્નના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
લગ્નમાં ન રેલાયા શરણાઈના સૂર :
હરિયાણાના આ વરરાજા તમામ લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. જણાવી દઈએ કે દુલ્હા- દુલ્હન બંને ઊંચ્ચ શિક્ષિત છે. વરરાજા બલેન્દ્રએ પોતાના ગામમાં લગ્ન લઈને કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચા કર્યા નથી. લગ્નમાં પણ બસ માત્ર એક રૂપિયાની માંગ કરી, જેની સાથે કન્યા પક્ષના લોકોએ તેને એક નાળિયેર પણ આપ્યું અને જાન શાંતિપૂર્વક વગર કોઈ વિવાદે વળાવી.
મિત્રો, ‘જ્ઞાન અને ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.