ટેક્સી ડ્રાઇવરે રોજી રોટી દાવ પર લગાવી યુવતીનો બચાવ્યો જીવ, બાદમાં યુવતીએ આ રીતે ચુકવ્યુ તેનું ઋણ…

અત્યારે કળિયુગ છે અને માનવતા ખતમ થઈ ગઈ છે. હવે દરેક વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના વિશે જ વિચારે છે અને અન્ય કોઈ વિશે વિચારવા જ નથી માગતા અને નથી કોઇ માટે કંઈક કરવા માગતા. એટલું જ નહીં કોઈ પરેશાન હોય તો પણ લોકો એવું કહીને મો ફેરવી લે છે કે આવા ચક્કરમાં કોણ પડે !

આપણે સમાચાર પત્ર અને ટીવી ચેનલમાં પણ આ પ્રકારના અનેક સમાચારો વાંચીએ છીએ અને જોઈએ છીએ. પરંતુ આ દુનિયામાં આજે પણ અનેક લોકો એવા મોજૂદ છે જે બીજાની મદદ કરવા માટે ક્યારેય પાછા પડતા નથી. જેમના વિશે જાણીને એવું લાગે કે આજે પણ માણસ અને માણસાઈ બંને જીવિત છે. તો આજે અમે તમને એક આવા જ વ્યક્તિ વિશે જણાવીશું, જેને એક અજાણી વ્યક્તિનો જીવ બચાવવા માટે પોતાની રોજી-રોટી દાવ પર લગાવી દીધી.

તમે ઘણી વખત નોંધ્યું હશે કે જ્યારે પણ રોડ અકસ્માત થાય છે ત્યારે બહુ જૂજ લોકો એવા હોય છે જે પીડિત વ્યક્તિની મદદ કરે છે. મોટાભાગના લોકો પોલીસ કેસના લફરામાં પડવા માગતા નથી એવું છે એવું વિચારીને મદદ કરવાથી ભાગતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું જેમાં એક યુવતી અકસ્માતનો ભોગ બની. આ ઘટના સહરાનપુરની છે, જ્યાં એક યુવતી રોડ અકસ્માતનો ભોગ બની. અનેક લોકો આ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા હતા અને યુવતીને કણસતીથી જોઈ રહ્યા હતા. પરંતુ કોઇ પણ વ્યક્તિ તેની મદદ માટે આગળ ન આવ્યું.

આજ સમયે એક ટેક્સી ડ્રાઇવર અહીંથી પસાર થયો અને તેણે યુવતીને જોઈ. ઈજાગ્રસ્ત હાલતમાં પડેલી આ યુવતીને જોતા જ તેણે કંઈ પણ સમજ્યા વગર યુવતીને ઉપાડીને પોતાની ટેક્સીમાં લઈને, હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલતંત્રએ તરત જ યુવતીના ઓપરેશનની વાત કરી અને તેને તુરંત જ બે લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું. આ ડ્રાઇવર પાસે આટલા બધા પૈસા ન હતા. તેથી તેણે પોતાની રોજીરોટી સમી ટેક્સી વેચી દીધી અને ઓપરેશન માટે પૈસા જમા કરાવ્યા.

પોતાની રોજીરોટી સામી ટેક્સી વેચી દીધા પછી ટેક્સી ડ્રાઈવરને બે ટંકના ભોજન માટે પણ સાંસા પડવા લાગ્યા. આ ટેક્સી ડ્રાઇવરનું નામ રાજવીર છે. આ ઘટના બની તેના થોડા દિવસ પહેલાં જ તેણે આ ટેક્સી ખરીદી હતી. પરંતુ એક અજાણી યુવતીનો જીવ બચાવવા માટે તેણે તેને વેચી દીધી. યુવતીનું ઓપરેશન સફળ રહ્યું અને તે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ચાલી ગઈ.

રાજવીર એ જે યુવતીનો જીવ બચાવ્યો હતો તેનું નામ આસિમા હતું. આસિમા એક દિવસ રાજવીરના ઘરે ગઈ અને તેને પોતાની સાથે પોતાની ડિગ્રીના કોન્વોકેશન સેરેમનીમાં આવવાનું નિમંત્રણ આપ્યું. આર્થિક પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. પરંતુ તેમ છતાં તે પોતાની બહેનના નિમંત્રણને લીધે તે પોતાની વૃદ્ધ માતા સાથે યુનિવર્સિટી પહોંચ્યો.

ડિગ્રી એનાયત કરવા માટે રાષ્ટ્રપતિએ પહેલું નામ જ આસિમાનું લીધું અને આસિમાને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી. પરંતુ ત્યારે જ આસિમાએ રાજવીરને સ્ટેજ ઉપર બોલાવ્યો અને હાજર તમામ લોકોને તેની વાર્તા કહી. આ સાથે જ તેણે પોતાને મળેલું મેડલ રાજવીરને પહેરાવી અને તેનું સન્માન કર્યું. બાદમાં આસિમાએ રાજવીરને એક ટેક્સી પણ ખરીદી લીધી આપી અને રાજવીર સાથે જ રહેવા લાગી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!