આતંકી હુમલા પછી સરકાર નું આ એક્શન – વાંચીને નક્કી કરજો યોગ્ય છે કે નહિ?

પુલવામામાં સૈનિકોની શહાદત પછી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાની તપાસ NIA ને સોંપી દીધી છે. જમ્મૂ-કાશ્મીરનાં પુલવામા માં થયેલ આતંકી હુમલામાં CRPF નાં 44 જવાન શહીદ થયા છે. આ ઘટના બાદ આખા દેશમાં આક્રોશ વધી ગયો છે. કોઈક સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યું છે તો કોઈક બીજી સર્જીકલ સ્ટ્રાઈકની વાત કરી રહ્યું છે. પરંતુ સરકાર પોતાનું કામ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું :-
‘પુલવામા માં CRPF નાં જવાનો પર થયેલ હુમલો ખૂબ જ ઘૃણાસ્પદ છે. હું આ કાયરતાથી ભરેલ હુમલાની કઠોર નિંદા કરું છું. હુમલામાં શહીદ થયેલ જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. આખો દેશ શહીદોના પરિવાર સાથે ઉભો છે. પ્રાર્થના કરૂં છું કે ઘાયલ થયેલ સૈનિકો ખૂબ જલ્દી સાજા થઈ જાય.’

ગૃહમંત્રી રાજનાથસિંહ શું કરી રહ્યા છે?
PM મોદીએ હુમલા બાદ તાત્કાલિક ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે વાતચીત કરી હતી. ત્યારથી જ ગૃહમંત્રી એક્શનમાં આવી ગયા હતા. રાજનાથસિંહે આજે જ CCS ની મીટિંગ બોલાવી હતી. બીજી બાજુ સુરક્ષા રણનીતિ ઉપર પણ ચર્ચાઓનો દોર શરૂ થઇ ગયો છે. આવતીકાલે પણ વાતચીતનો સિલસિલો યથાવત રીતે ચાલુ રહી શકે છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને આતંકવાદીઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે તેવી વાત કરી છે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને એની ભાષામાં જવાબ આપવામાં આવશે.

NIA ની ટીમને તપાસ સોંપવામાં આવી છે:

કેન્દ્ર સરકારે આ ઘટનાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને સોંપી છે. NIAનાં અધિકારીઓની ટીમ 15 ફેબ્રુઆરીએ પુલવામા પહોંચી ગઈ છે. આ માટે એક ચપળ અને નિષ્ણાંત ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમમાં ફોરેન્સિક એક્સપર્ટ્સ અને IG રેન્કનાં એક અધિકારી સહિત ઘણા સિનિયર ઓફિસર સામેલ છે. આ ટીમમાં કુલ 12 અધિકારી સામેલ છે.

અજીત ડોભાલ શું કરી રહ્યા છે?
અજીત ડોભાલ દેશનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. હુમલા બાદ અજીત ડોભાલ સમગ્ર મામલે એલર્ટ થઈ ગયા છે. એમણે CRPFનાં સીનીયર અધિકારીઓ સાથે વાત કરી છે. કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સેના અધ્યક્ષ વી.કે. સિંહે કહ્યું કે, શહીદોનાં લોહીનાં એક-એક ટીપાનો બદલો લઈશું અને દુશમનોને એનાં ઘરમાં ઘુસીને મારીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં CRPFના જવાનો પર થયેલા ફિદાઈન હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો ઠલવાઈ રહ્યો છે. લોકોના દિલમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. હવે દુશ્મનોની ખેર નથી.

‘ હાવ ઈઝ ધ જોશ? ‘
પથ્થર કા જવાબ પથ્થર સે દેન્ગે….
વંદે માતરમ…

Leave a Reply

error: Content is protected !!