ભારતીય સેનાની સફળતા : એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે – આ છે આખા એક્શન પ્લાન ની ફોટો સફર
પુલવામાથી સૌથી મોટા ન્યુઝ આવ્યા છે. 40 જવાનોનાં ગુન્હેગાર ગાજીને સેનાએ મારી નાખ્યો છે. જે ભારતીય સેનાની સૌથી મોટી સફળતા છે. સેનાએ બે આતંકવાદીઓને મારી નાખ્યા છે. બંને જૈશનાં કમાન્ડર હતાં. જેમાં એકનું નામ ગાજી રશીદ અને બીજાનું નામ કામરાન હતું. કામરાન પણ ઘણા હુમલાઓનો માસ્ટરમાઈન્ડ રહી ચુક્યો છે, જેમાં હાલમાં થયેલ પુલવામા હુમલો પણ સામેલ છે.

આ દરમિયાન દિલ્હીનાં ગૃહ મંત્રલાયમાં મિટિંગ ચાલી રહી છે. જોકે આ એન્કાઉન્ટરમાં સુરક્ષાબળનાં 4 જવાન શહીદ થયા છે. શહીદોમાં મેજર રેન્કનાં ઓફિસર પણ સામેલ છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે.
આતંકીઓનો ખાત્મો બોલાવવાની આ કાર્યવાહી પુલવામા જિલ્લાનાં પિંગલિના વિસ્તારમાં ચાલી રહી છે. આ ઓપરેશન આખી રાતથી શરૂ છે, જેમાં 55 RR, CRPF અને SOG નાં બહાદુર જવાનો કાર્યરત છે. પાક્કી જાણકારી મેળવ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે જવાનો આ સંઘર્ષમાં શહીદ થયા છે એમાં મેજર ડી.એસ. ડોન્ડિયાલ , હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાહી અજય કુમાર અને સિપાહી હરી સિંહ સામેલ છે. આમાં એક જવાન ઘાયલ થયો છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ એન્કાઉન્ટર સોમવાર રાત્રે શરૂ થયું. જેમાં ઘાયલ થયેલ જવાનોને આ વિસ્તારમાંથી ખસેડીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેઓ શહીદ થયા હતા. મહત્વનું છે કે હાલમાં પુલવામા વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાજી રશીદ જૈશનો ટોપ કમાન્ડર હતો જે IED એક્સપર્ટ હતો. જૈશ-એ-મોહમ્મદનો લીડર મસૂદ અઝહર પોતાના ભત્રીજા દ્વારા કાશ્મીર ઘાટીમાં આતંકી કાર્યવાહીને અંજામ આપતો હતો. પરંતુ ગયા વર્ષે ઓપરેશન ઓલઆઉટ દરમિયાન સુરક્ષાદળોએ તેને ઠાર માર્યો હતો. ત્યારબાદથી જ મસૂદ અઝહરે કાશ્મીરની જવાબદારી અબ્દુલ રશીદ ગાજીને આપી દીધી હતી. જોકે દેશના બહાદુર જવાનોએ હાલમાં એને પણ નર્કમાં મોકલી દીધો છે.
ઓપરેશન ઓલ-આઉટ શરૂ રહેશે..આતંકવાદીઓ તમે મચ્છરોની જેમ ગટરમાં સંતાઈ જાવ…..
જય હિન્દ. જય ભારત.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ બહાદુરી ભર્યા બદલાનો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.