અમેરિકા છોડીને ભારતમાં ખેતી કરે છે – IPS ની દીકરીની દેશપ્રેમની કથા વાંચવા જેવી છે
તમે અમેરિકામાં સારામાં સારૂ શિક્ષણ મેળવ્યું હોય તેમજ તમારા પપ્પા IPS ઓફિસર હોય, તો શું તમે ખેતી કે પશુપાલન કરો ખરાં?? નહીં ને? પણ આજે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ, એ એકદમ અનોખી છે. એ વાત છે અલગ સાહસની, એ વાત છે કંઇક નવું કરવાની, એ વાત છે દુનિયામાં પોતાની અલગ ઓળખ ઉભી કરવાની.
જી હાં મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ આવી જ એક સાહસિક બિઝનેસ વુમનની, જેનું નામ વૈષ્ણવી સિન્હા છે. જે ઉત્તર પ્રદેશનાં લખનૌ શહેરમાં રહે છે. લગભગ આઠ વર્ષ અમેરિકામાં રહ્યા પછી વૈષ્ણવી સિન્હા ભારત આવીને ઝીરો બજેટ ટેક્નિકથી ખેતી કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, વૈષ્ણવીના પિતા IPS ઓફિસર છે તેમજ વૈષ્ણવીએ 8 વર્ષથી વધુ અમેરિકામાં રહીને અભ્યાસ કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, વૈષ્ણવી એક ઉચ્ચ કક્ષાની ગોલ્ફ પ્લેયર પણ છે. પરંતુ હવે તેણી ભારતમાં પાછી આવીને ખેતી કરી રહી છે.
વૈષ્ણવીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું 18 વર્ષથી ગોલ્ફ ખેલાડી છું તેમજ હું ખોરાકની ગુણવત્તા ઉપર ખૂબ જ ધ્યાન રાખું છું. હું આઠ વર્ષ શિકાગોમાં રહેલી છું, અને જયારે મારા દેશમાં પાછી આવી તો લાગ્યું કે ભોજનની ગુણવત્તા જાળવવી એ આપણાં બધાની નૈતિક જવાબદારી છે.’
તેણી આગળ જણાવે છે કે, ‘ઓફીસમાં બેસીને નોકરી કરવાનું મને પસંદ ન પડ્યું. પપ્પાએ મને 40 એકર જમીન તેમજ 20 જેટલી ગાયો ખરીદી આપી છે. હાલમાં હું નોયડામાં ખેતી કરી રહી છું.’
વૈષ્ણવીનું ભણતર 12 માં ધોરણ સુધી ભારતમાં થયું હતું ત્યારબાદ તે અમેરિકા પોતાના આગળના અભ્યાસ માટે ગઈ હતી. ત્યાંથી આવ્યા બાદ હાલમાં તે ખેતી અને પશુપાલન કરી રહી છે. જેનાં દ્વારા તેણી ઘણી સારી એવી કમાણી કરી રહી છે.
વૈષ્ણવીના પિતાએ તેને દુનિયાથી કઈંક અલગ કરવાની સલાહ આપી હતી. પિતાની આજ્ઞાનું પાલન કરીને તેણીએ સાબિત કરી બતાવ્યું છે કે સાહસ, બિઝનેસ અને બુદ્ધિ કોઈની જાગીર નથી. આપણને બધાને ગર્વ છે આવી બહાદુર દિકરીઓ પર….
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો કમેન્ટ અને શેર કરો.