Mojemoj.com

Best Gujarati Blog

IAS પતિ અને IPS પત્નીએ શહીદની પુત્રીને લીધી દત્તક, કહ્યું- આને પણ બનાવીશું IPS

ભ્રષ્ટ અધિકારીઓના મેળામાં અમુક અધિકારીઓ એવા પણ હોય છે, જે માનવતાની મિસાલ આજે પણ જલાવવામાં એક માધ્યમ બનતા હોય છે. આજે આ પોસ્ટમાં અમે તમને એક આવા જ દંપતી વિશે જણાવીશું જેમણે સમાજમાં આજે પણ માનવતા જીવતી હોવાનો દાખલો પૂરો પાડ્યો છે. આજના રાજકારણીઓ દ્વારા માત્ર નિવેદનો કરીને સહાનુભૂતિ મેળવવામાં આવે છે જ્યારે આ દંપતીએ આવા કોઈ પણ દેખાડા વગર જ માત્ર માનવતાને જીવતી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમે વાત કરી રહ્યા છીએ દેશની બીજી મહિલા IPS અમારા અને તેમના IAS યુનુસ વિશે. જેમણે શહિદ પરમજીતની 12 વરસની દીકરીને દત્તક લઇને તેને અધિકારી બનાવવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઊંચું પદ મળ્યા પછી તેઓ મોટે ભાગે ઘમંડી બની જતા હોય છે. તેમને સમાજના સુખ દુઃખ સાથે કોઇ સબંધ હોતો નથી. પરંતુ આ દંપતીએ આ વિચારધારાને ઉખેડી ફેંકી છે સમાજને નવી રાહ ચીંધી છે.

સરહદની સુરક્ષા કરતી વખતે શહીદ થયેલા પંજાબના વીર પુત્ર દત્તક લઈને આ દંપતીએ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે મોટા ભાગના પરિવારો દીકરીઓને બોજ માની રહ્યો છે, ત્યારે દંપતીએ એક દીકરીને દત્તક લઈને આ માન્યતાને તોડી પાડી છે. અંજુમ સોલન શિમલાના સોલન જિલ્લાની SP છે જ્યારે પતિ યુનૂસ કુલ્લૂ જિલ્લાના કલેક્ટર છે.

અમારા પુત્ર અને બહેન મળી ગઈ :

પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમના હુમલામાં પંજાબના તરનતારન ટીમના પરમજીત સિંહ શહીદ થઇ ગયા હતા. તેમને 12 વર્ષની દીકરીએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા, આ દ્રશ્ય નિહાળીને અનેકની આંખો અશ્રુથી છલકાઈ ગઈ હતી. શહીદની પુત્રી વિશે જાણકારી મળતા જ હિમાચલ પ્રદેશના આ અધિકારી દંપતીએએ તેને દત્તક લેવાનો નિર્ણય લીધો.

જો કે દંપતી ઇચ્છે છે કે આ કાર્યની કોઈને જાણ ન થાય. પરંતુ સારા કામની સુવાસ દૂર સુદૂર સુધી ફેલાયા વગર રહેતી નથી. જ્યારે આ પહેલની ચર્ચા થઈ ત્યારે ચારો તરફથી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું.

અધિકારી દંપતિ દીકરીના અભ્યાસ સહિતનો ખર્ચ ઉઠાવવા માગે છે. યુનુસ અને અંજુમ આરાએ શહિદની પત્ની અને અન્ય પરિવારો સાથે પણ આ વિશે વાતચીત કરી તેમને મંજૂરી પણ લઈ લીધી છે. આ દંપતીનું કહેવું છે કે તેમને એક નાનો દીકરો પણ છે, શહીદની દીકરીને દત્તક લેતા તેમના દીકરાને હવે એક બહેન પણ મળી ગઈ છે.

દીકરીને IAS-IPS બનાવીશું :

અંજૂન આરાના જણાવ્યા મુજબ, શહિદની દીકરી પોતાની ઇચ્છા અનુસાર તેમની સાથે અથવા તેની માતા સાથે રહી શકે છે. દીકરી ભલે ગમે ત્યા રહે પરંતુ તેના અભ્યાસ સહિતનો તમામ ખર્ચ માટે તેઓ મદદ કરશે. જો દીકરી IAS અથવા IPS બનવા માંગતી હશે તો પણ દંપતિ તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!