આ ભારતીય ટ્રક ડ્રાઈવરથી પાક સેના પણ થરથર કાંપે છે, 80 પાક સેનાઓ પર ફેરવી દીધો હતો ટ્રક…

આપણા અસીલ હીરો બીજા કોઈને પરંતુ આપણા દેશના ફૌજી હોય છે. જેઓ દિવસ-રાત જોયા વગર દેશની રક્ષા માટે હમેશા તૈનાત હોય છે. પરંતુ અમુક એવા પણ હીરો હોય છે જેઓ ફૌજી ન હોવા છતાં દેશની રક્ષા માટે કંઇ પણ કરી છૂટવા હંમેશા તત્પર હોય છે. આજે આ પોસ્ટમાં તમે આવી જ એક વીરગાથા જણાવીશું, જે ભારત માતાની રક્ષા માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર હતો, એ પણ કોઈ સ્વાર્થ વગર. પરંતુ કમનસીબી એ છે કે જૂની કોઈ સરકારે તેમના આ કાર્યને બિરદાવ્યું નહીં.

અમે વાત કરી રહ્યા છીએ, એક ટ્રક ડ્રાઈવર કમલ નયનની. જે પાકિસ્તાનની સાથે 1965ના યુદ્ધ દરમિયાન પંજાબથી એક ટ્રકમાં ઘઉં ભરીને લાવી રહ્યા હતા. તે સમયે જ ખબર પડી કે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ફૌજીઓએ તેમને જણાવ્યું કે તમે તમારા ટ્રક સાથે સેનાનો સાથ આપી શકો છો. આ સાંભળતા જ આ દેશ ભક્તે ટ્રકની અંદર રાખેલી ઘઉંની 90 બોરી રસ્તા ઉપર ઉતારી દીધી અને સેનાના તમામ શસ્ત્ર સરંજામ તેમાં રાખી દીધો.

બહાદુર ફૌજી તેના ટ્રકમાં સવાર થઈ ગયા અને તે એક યોદ્ધાની જેમ ટ્રક દોડાવતો આગળ વધી રહ્યો હતો. 80 પાકિસ્તાની સૈનિકોને તો તેણે પોતાના ટ્રકથી જ કચડી નાખ્યા અને વગર કોઈ ડર એ રીતે ટ્રક ચલાવી રહ્યા હતા જાણે કોઈ સામાન્ય રસ્તો હોય.

એ સમયે કમલ નયનજીએ ટ્રક અને ભારતીય સેના પાકિસ્તાનના સિયાલકોટમાં સુધી પહોંચી ગઈ હતી અને સરકારે તેમની બહાદુરીથી પ્રભાવિત થઈને તેમને અશોક ચક્ર અર્પણ કર્યુ હતું. પરંતુ અન્ય સુવિધાઓ અને પોતાના અધિકારોને લઈને ભારતના આ વીર યોદ્ધાને 50 વર્ષ સુધી ન્યાય મળ્યો નથી. મોદી સરકાર આવ્યા પહેલાની સરકારે આ ફૌજીની બહાદુરીને ભૂલાવી દીધી હતી.

દસ્તાવેજો જોઈને દંગ રહી ગયો ગડકરીનો સ્ટાફ :

અશોક ચક્રથી સન્માનિત કર્યા પછી તેમને સદંતર ભૂલી ગયેલી સરકાર તેમને તેમનો હક આપી શકી ન હતી. અશોક ચક્ર સાથે મળતી સુવિધાઓ માટે તેઓ નાગપુર ગયા હતા. તેઓ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને દિલ્હીમાં મળ્યા ત્યારે તેમણે તેમના બધા જ દસ્તાવેજો સાથે મળવા કહ્યું હતું. જેથી કરીને તેમને ન્યાય અપાવવામાં મદદ કરી શકે.

આ વાત યાદ કરવા માટે તેઓ જ્યારે ગડકરીના બંગલે ગયા ત્યારે તેઓ તેના સ્ટાફ સામે પોતાની બહાદુરીના દસ્તાવેજો ફેકી આવ્યા હતા. તેમના દસ્તાવેજો જોઈને ગડકરીનો સ્ટાફ પણ અચંબામાં મુકાઈ ગયો હતો.

સિસ્ટમ સામે હાર્યા :

કમલજીએ પોતાની વાત વર્ણવતા જણાવ્યું હતું કે પાકિસ્તાન વિરુદ્ધ થયેલી જંગમાં તેઓ ડર્યા ન હતા. 50 વર્ષમાં હજુ સુધી પોતાના હકની લડાઈ લડીને પોતાના જ લોકો સામે હારી ચૂક્યો છું. જ્યારે તેમનો અશોકચક્ર મળ્યું ત્યારે તેઓ હરિયાણામાં પરિવાર સાથે રહેતા હતા. હવે તેઓ જયપુરમાં રહે છે. આ સાથે જ તેમણે પંદર લાખ રૂપિયા રોકડા અને ૭૦ હજાર રૂપિયા વાર્ષિક આપવની જાહેરાત થઈ હતી. પરંતુ ૫૦ વર્ષ પછી પણ તેમને કંઈ જ મળ્યું નથી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!