જ્યારે હાઇજેકથી નિર્દોષ લોકોને બચાવવા માટે હાથમાં આ લઈને પ્લેનમાં ઘૂસી ગયા હતા વાજપેયી…
કંધાર પ્લેન હાઇજેક દરમિયાન આતંકીઓની સામે ઝુંકવા માટે આજે પણ વાજપેયી સરકારની ટીકા થાય છે અથવા તો એમ કહો કે કંધાર પ્રકરણ વાજપેયી સરકાર ઉપર આજે પણ એક ડાઘ સમાન છે. પરંતુ પ્લેન હાઇજેક વખતે એક એવી પણ ઘટના બની હતી જે વાજપેયીની હિંમત અને સાહસને પ્રદર્શિત કરે છે. વાસ્તવમાં લાલજી ટંડને ગત વર્ષે એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો કે વાજપેયી ખુદ હાઈજેક થયેલા પ્લેનમાં ઘૂસ્યા હતા અને તેમણે 48 લોકોનો જીવ બચાવ્યો હતો.
શું હતો આ પ્લેન હાઇજેક કાંડ :

હજુ સુધી કોઇને જાણ કરી ન હતી કે જે હાઈજેકરે શા માટે પ્લેનને હાઇજેક કર્યું છે. આ સમયે ઉતરપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું અને તેથી અટલ બિહારી વાજપેયી આ સમયે લખનૌમાં જ હતા. તત્ત્કાલીન ડીએમ અશોક પ્રિયદર્શની, અટલબિહારી પાસે પહોંચ્યા અને જણાવ્યું કે હાઈજેકરે તેમની સાથે જ વાત કરવાનું કહ્યું છે. તેણે જણાવ્યું છે કે જો અટલ બિહારી વાજપેયી નહિ આવે તો તે પ્લેનને ઉડાવી દેશે.
કેમિકલ બોમ્બ લઈને પ્લેનમાં ઘૂસી ગયા હતા વાજપેયી :
જે પછી અટલજી અને લાલજી ટંડન તથા ડીએમ સાહેબ લખનૌ એરપોર્ટ પહોંચ્યા હતા. અટલ બિહારી વાજપેયીએ હાઈજેકર સાથે વાત કરી પરંતુ તે માનવા માટે તૈયાર ન હતો કે તે અટલજી સાથે વાત કરી રહ્યો છે. જે પછી અટલજીએ હાઈજેકરને અંદર આવવા દેવાનું કહ્યું. અટલજીની આ વાત માનવાનો પ્રસાશને ઇન્કાર કરી દીધો. પરંતુ કોઈ ઉપાય ન દેખાતા તેમણે પ્લેન સુધી જવાની વાત નક્કિ થઈ. જે પછી ડીએમ લાલજી ટંડન અને અટલ બિહારી વાજપેયી એક જીપમાં બેસીને પ્લેન સુધી પહોંચ્યા.
પ્લેનની બહાર તેની સાથે વાત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તે માનવા માટે તૈયાર ન હતો કે તે અટલજી સાથે જ વાત કરી રહ્યો છે. જે પછી અટલજીએ પ્લેનની અંદર જવાનો નિર્ણય લીધો. પ્લેનમાં સૌથી પહેલા અશોક પ્રિયદર્શી પછી લાલજી ટંડન તેને સમજાવીને બહાર લાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ તે માન્યો નહીં. જે પછી ખુદ વાજપેયી અંદર ઘૂસી ગયા. જે પછી અપહરણકર્તા અને અટલ બિહારી વાજપેયી આમને સામને આવી ગયા. વાજપેયીને સામે ઊભેલા જોઈને હાઈજેકરે તેમના આશીર્વાદ લેવા માટે નીચે જુક્યો, જે પછી ગાર્ડસે તેને પકડી લીધો.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.