ભીખ માંગીને ભેગા કરેલા 6 લાખ રૂપિયા મહિલાએ શહીદોના પરિવારને દાન કર્યા, સાચી દરિયાદીલી તો આને જ કહેવાય
અજમેરના બજરંગ ગઢ પાસે આવેલ માતાના મંદિર ની બહાર બેસીને એક વૃદ્ધ મહિલા ભીખ માગીને
તેનું ગુજરાન ચલાવતી. તેમનું નામ દેવકી શર્મા હતું. છેલા સાતેક વર્ષથી અહીં ભીખ માગતી તમને અંદાજો પણ નહિ હોય પરંતુ દેવકીએ છેલા 7 વર્ષમાં ભીખમાંથી 6,61,000 જેટલા રૂપિયા જમા કર્યા હતા. જે બજરંગ ગઢ માં આવેલ બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં જમા હતા.
દેવકીએ જીવનભર ભીખ માંગીને જે પૈસા ભેગા કર્યા હતા તે બધા પુલવામાં હુમલામાં શહીદ થયેલ પરિવારને સમર્પિત કરી દેવામાં આવ્યા છે. અને તે પણ દેવકીની ઈચ્છા અનુસાર જ કરવામાં આવ્યું છે દેવકી એવું ઇચ્છતી હતી કે ભીખ માંગીને ભેગા કરેલા પૈસા સારા કામ માટે વાપરવામાં આવે. જો કે, દેવકીનું મૃત્યુ લગભગ 6 મહિના પહેલા થઇ ચુક્યું છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, દેવકી જયારે હયાત હતા ત્યારે જ તોઓએ અંબે માતા મંદિરના ટ્રસ્ટીઓને જણાવ્યું હતું કે તેના મૃત્યુ પછી ભીખ માંગીને એકઠી થયેલ રકમને કોઈ સારા કામ માટે વાપરવામાં આવે.

દેવકીની અંતિમ ઈચ્છા પૂરી કરી દેવામાં આવી છે જી હા, મંદિરના ટ્રસ્ટી સંદીપે જણાવેલ છે કે દેવકીની આખરી ઈચ્છા હવે પૂરી કરી છે આ રકમ અજમેર કલેક્ટર વિશ્વ મોહન શર્માને એક બેન્ક ડ્રાફ્ટના માધ્યમથી સોંપવામાં આવેલ છે.
દેવકીએ તેના જીવન કાળમાં જેટલી રકમ ભેગી કરી હતી તે આજે પૂરી રકમ મુખ્યમંત્રી સહાયતા કોષ માટે સમર્પિત કરી દેવામાં આવી છે, મહિલાની ઈચ્છા હતી કે તેને એકથી કરેલ રકમ સારા કામ માટે વપરાય તેથી તેની તમામ રકમ પુલવામાં હુમલામાં રાજસ્થાનના શહીદ થયેલ સૈનિકોના પરિવારને આપવામાં આવી છે.
તમને બતાવી દઈએ કે જયારે દેવકીનું અવસાન થયું ત્યારે તેની પથારી તપાસવામાં આવી તો ત્યાંથી ઢગલાબંધ પૈસા નીકળ્યા આ બધી જ રકમ તેમને ભીખ માંગીને ભેગી કરેલ હતી અને આ તમામ રકમને સમિતિએ બેંકમાં જમા કરાવ્યા હતા. તે રકમ નું પુલવામાં ઘટના બાદ આ રકમને શહીદના પરિવારને આપવાની સહમતી આપી અને દાન કરવામાં આવ્યા…
મિત્રો આટલું જાણીને એટલું તો કહી જ શકીએ કે જો ભીખ માંગીને પણ મદદ કરી શકે તો આપણે તો થાય એટલી મદદ કરવી જ જોઈએ…
મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’નો આ લેખ સારો લાગે અને પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો
ધન્યવાદ…!!