રોડપતિથી લઈને કરોડપતિ સુધીની સફર જેટલી સરળ લાગે છે હકીકતમાં એટલી જ અઘરી હોય છે, એ વાતમાં કોઈ બેમત નથી. પરંતુ જો કોઇ વ્યક્તિ મહેનત અને લગનથી મંઝિલ સુધી પહોંચવાનું નક્કી કરી લે છે તો તેના રસ્તામાં આવતી મોટામાં મોટી અડચણો પણ તેમનો વિશ્વાસ તોડી શકતી નથી.
આવા જ ચાર બોલિવૂડ સ્ટાર્સની આજે વાત કરીશું. જે એક સમયે સામાન્ય લોકોની જેમ જ પૈસા કમાવવા માટે ઠોકરો ખાતા હતા. પરંતુ આજે તેમની મહેનતે તેમને એટલા સફળ બનાવી દીધા છે કે તેમની પાસે પૈસાની કોઇ કમી નથી. પરંતુ આ લોકોની ખાસ વાત એ છે કે પૈસો હોવા છતાં પણ તેમનામાં ઘમંડ નથી અને સામાન્ય લોકોની જેમ જ સામાન્ય જીવન જીવે છે. આમાંથી અમુક કલાકારો વિશે જાણીને તો તમે પણ દંગ રહી જશો. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો નીચેના ફોટા ઉપર એક નજર કરી જુઓ.
સાઉથ સુપરસ્ટાર રજનીકાંત :
આજના સમયમાં રજનીકાંતને ન જાણતી હોય એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય ! સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સમયે તેમનું નામ સૌથી ટોચ ઉપર લેવાતું હતું. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમય તો એવો પણ હતો જ્યારે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પોતાની ફિલ્મમાં તેમને કાસ્ટ કરવા માટે ઉત્સુક રહેતા હતા અને તેમને મોં માંગી કિંમત આપવા પણ તૈયાર હતા.
આજે ભલે તેમની ઉંમર થઈ ચૂકી હોય, પરંતુ તેમની પાસે પૈસા અને સમૃદ્ધિની કોઈ કમી નથી. આટલો પૈસો અને ધન-સંપત્તિ હોવા છતાં પણ રજનીકાંત એક સાધારણ અને સીધું સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. આજે તેમની પાસે 372 કરોડ રૂપિયાની સંપત્તિ છે,જો કે એક સમયે તેઓ કંડકટર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
નાના પાટેકર :
નાના પાટેકરની ગણના બોલીવૂડના સૌથી શ્રેષ્ઠ અભિનેતામાં થાય છે. તેમણે એક સમયે અનેક સારી ફિલ્મોમાં અભિનય ભજવ્યો હતો. નાના પાટેકર અને અક્ષય કુમારની ફિલ્મ ‘વેલકમ’ આજે પણ તમને હસવા માટે મજબૂર કરી દેશે.
પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે નાના પાટેકર પોતાની કમાણીનો અડધો હિસ્સો ગરીબોને દાન કરી દે છે અને પોતે સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે. નાના પાટેકરની ભલે આજે ઉંમર થઈ ગઈ હોય પરંતુ તેમને અભિનય કલાના આજે પણ કોઈ ભૂલી શક્યું નથી.
સની દેઓલ :
80ના દાયકાના અભિનેતા ધર્મેન્દ્રની ઓળખાણ આપવાની જરૂર નથી. ધર્મેન્દ્રના મોટા પુત્ર સની દેઓલને ફિલ્મ ‘દામિની’થી ઓળખાણ મળી હતી અને આજે તેમનું નામ ઘણું જાણીતું છે. એક સુપરસ્ટારના પુત્ર હોવાને નાતે સની દેઓલનું બાળપણ એશો આરામની જિંદગીમાં વીત્યું છે, પરંતુ તેઓ આજે સામાન્ય વ્યક્તિની જેમ રહેવું પસંદ કરે છે અને તેમને દેખાડો કરવો જરા પણ પસંદ નથી.
મિથુન ચક્રવર્તી :
મિથુન ચક્રવર્તી એક સમયે ફિલ્મોના બાદશાહ તરીકે જાણીતા હતા. ‘આઇ એમ અ ડિસ્કો ડાન્સર’ ગીત ને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. તેઓ પણ પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન ખૂબ પૈસા કમાઈ ચૂક્યા છે અને આજે તેઓ કરોડો રૂપિયાના માલિક છે. તેમ છતાં પણ તેઓ સામાન્ય વ્યક્તિની જેમ જીવવું પસંદ કરે છે.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.