પુલવામા આતંકી હુમલા પર બોલીવુડનો વ્યાજબી ગુસ્સો – બચ્ચને પણ કહ્યું કંઇક આવું

જમ્મુ-કાશ્મીર ના પુલવામા ના અવન્તીપુરા ના ગૌરીપુરા વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) ના કાફલા પર ગઈ કાલે જે આતંકી હુમલો થયો, એ ખરેખર સહન થઇ શકે એવી ઘટના નથી જ . આ દુખદ ઘટનાથી પૂરો દેશ ગુસ્સા માં આવી ગયો છે. અને એટલે જ બૉલીવુડ ના મહાન કલાકારો સહીત ના સેલીબ્રીટી દ્વારા પણ દુઃખ વ્યક્ત કરાયું છે. જાણકારી ના આધારે લગભગ 2500 યુવાનોના કાફલા માંની એક બસ ને આતંકી એ 350 કિલો ની ભારે ગાડી થી ટક્કર મારી અને તેમાં સીઆરપીએફ ના 40 યુવાનો શહિદ થઇ ગયા છે.

પાકિસ્તાની આતંવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ એ આ હુમલાની જવાબદારી લીધી છે અને તેના આતંકી આદિલ અહમદ ડાર એ સીઆરપીએફ કાફલા પર હુમલા ને અંજામ આપવા માટે 350 કિલો  IED (Improvised Explosive Device) નો ઉપીયોગ કર્યો હતો. આ હુમલા પછી દુનિયાના ના ઘણા દેશો એ ભારત સરકાર અને જનતા ના પ્રતિ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરે છે.

1. અક્ષય કુમાર:

રિપોર્ટ અનુસાર અભિનેતા અક્ષય કુમાર એ ઘટના પર લખ્યું કે પુલવામા માં સીઆરપીએફ યુવાનો પર આ આતંકી હુમલા પર વિશ્વાસ નથી થઇ રહ્યો,અમે તેને ક્યારેય ભૂલી નહિ શકીયે. ભગવાન આ શહીદો ની આત્માને શાંતિ પ્રદાન કરે અને ઘાયલો ના જલ્દી જ સ્વસ્થ થવાની કામના કરું છું.

2. પ્રિયંકા ચોપરા:

આ સિવાય અભિનેત્રી પ્રિયંકા ચોપરા એ પણ કહ્યું કે,”પુલવામાં માં થયેલો આતંકી હુમલો હેરાન કરી દેનારો છે, નફરત નો કોઈ જવાબ નથી હોતો. ભગવાન, હુમલામાં શહીદ થયેલા યુવાનો અને તેના પરિવારના લોકોને મજબૂતી પ્રદાન કરે.

3. ઋષિ કપૂર:

આ દિવસોમાં ન્યુયોર્ક માં પોતાની બીમારી નો ઈલાજ કરાવી રહેલા અભિનેતા ઋષિ કપૂર એ પણ આ આતંકી હુમલા ની નિંદા કરી અને કાયરતાભર્યું જણાવ્યું હતું. તેમણે ટ્વીટ માં લખ્યું-”આ હુમલો કાયરતા ને દર્શાવે છે,અમે બહાદુર  જવાનોના પરિવાર ના લોકોની સાથે ઉભેલા છે”.

4. અનુષ્કા શર્મા:

અનુષ્કા શર્મા લખે છે કે-”પુલવામાં માં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલા ની ખબર જાણતા જ ખુબ દુઃખ થયું છે, મારી સંવેદનાઓ અને પ્રેમ શહીદ પરિવાર માટે”.

5. અમિતાભ બચ્ચન:

બૉલીવુડ ના મહાનાયક અમિતાભજી એ દુઃખ પ્રગટ કરતા લખ્યું કે,”પુલવામા થી દુઃખ આપનારી ખબર આવી રહી છે, જયારે લોકો પ્રેમ નો દિવસ મનાવે છે ત્યારે નફરત પણ પોતાનો પરચો દેખાડે છે, મારા વિચાર અને પ્રાર્થના શહીદ પરિવાર ની સાથે છે”.

6.સલમાન ખાન:

સલમાન ખાન એ ટ્વીટર પર આ ઘટના ની નિંદા કરતા લખ્યું કે દેશ પ્રેમ માટે પોતાનો જીવ આપી દેનારા સીઆરપીએફ યુવાનો ની શહીદી પર મારું હૃદય ખુબ રોઈ રહ્યું છે.જેમણે આપણા પરિવાર ની સુરક્ષા માટે પોતાનો જીવ આપી દીધો.

7. વિક્કી કૌશલ:

ફિલ્મ ઉરી ના અભિનેતા વિક્કી કૌશલ એ આ આતંકી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે પુલવામાં આતંકી હુમલા ની જાણકારી મળ્યા પછી હું ખુબ જ દુઃખી છું, જે પણ બહાદુર યુવાન ના હુમલામાં શહિદ થયા છે મારું દિલ તેઓના પરિવર માટે રોઈ રહ્યું છે, ઘાયલ યુવાનો જલ્દી જ સ્વસ્થ્ય થઇ જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું.

8. રણવીર સિંહ:

ગલી બોય અભિનેતા રણવીર સિંહ એ ટ્વીટર પર દુઃખ વ્યક્ત કર્યું છે અને લખ્યું કે-”પુલવામાં માં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલો ધૃણાપૂર્ણ અને કાયરતા ભરેલો છે. આપણા બહાદુર જવાનો ના પરિવારના લોકો માટે મારી સંવેદનાઓ છે”.

9. જાવેદ અખ્તર:

ફેમસ કવિ અને ગીતકાર જાવેદ અખ્તર એ ટ્વીટ કરતા લખ્યું કે,”સીઆરપીએફ થી મારો ખુબ જ ખાસ સંબંધ રહ્યો છે, મેં કલમ ને કાગળ પર રાખતા પહેલા તેઓનું ગીત લખ્યું છે, હું ઘણા સીઆરપીએફ ના અધિકારોને પણ મળી ચુક્યો છું અને બહાદુરો માટે તેઓ પાસેથી હંમેશા સમ્માન અને પ્રેમ શીખ્યું છે. હું શહીદો માટે દુઃખ વ્યક્ત કરું છું”.

10. અનુપમ ખેર:

અનુપમ ખેર એ કહ્યું કે,”આ કાયરતા ભરેલા હુમલા ને જાણ્યા પછી હું અંદર થી ખુબ જ દુઃખી અને ગુસ્સે પણ છું. જે પરિવારે પોતાનો ભાઈ, દીકરો, પતિ, પિતા ને ગુમાવ્યા છે તેઓ માટે મારી હાર્દિક સંવેદનાઓ અને આપણા ઘાયલ જવાનોના જલ્દી જ ઠીક થઇ જવાની કામના કરું છું’.

11. રિતેશ દેશમુખ:

અભિનેતા રિતેશ દેશમુખ પણ આ ઘટના થી દુઃખી થઈ ગયા છે. તેમણે લખ્યું કે,”આ કાયરતાપૂર્વક હુમલા માં શહિદ થયેલા અમારા જવાનો ના પરિવાર માટે મારી હાર્દિક સંવેદનાઓ, આતંકિઓએ એકવાર ફરીથી કાયરાતા ની સાબિતી આપી જે સહનશીલતા ની બહાર છે”.

Leave a Reply

error: Content is protected !!