Mojemoj.com

Best Gujarati Blog

ચંબલનો શેર ડાકુ મલખાન સિંહે કહ્યું – પાકિસ્તાનને ધૂળ ચટાડી દઈશું. દેશ માટે જાન ન્યોછાવર છે

ચંબલનો શેર ડાકુ મલખાન સિંહે કહ્યું – 700 બાગીઓ સાથે પાકિસ્તાનને ધૂળ ચટાડી દઈશું. દેશ માટે જાન ન્યોછાવર છે.

ચંબલનો શેર ગણાતા દસ્યુ સરગના મલખાન સિંહે પુલવામા આતંકી હુમલાથી ગુસ્સે થઈને પાકિસ્તાનને પડકાર ફેંક્યો છે. ડાકુ મલખાને કહ્યું કે, મધ્યપ્રદેશમાં 700 બાગી બચ્યા છે. જો સરકાર ઈચ્છે તો વગર શરતે, વગર પગારે અમે લોકો બોર્ડર પર જઈને બદલો લેવા માટે તૈયાર છીએ. એમણે કહ્યું, 15 વર્ષ બિહડમાં કથા નથી વાંચી. માતા ભવાનીની કૃપા રહી, તો મલખાન સિંહનો વાળ પણ વાંકો નહીં થાય. હાં, પાકિસ્તાનને જરૂર ધૂળ ચાટતું કરી દઈશ. ગામ અને જીલ્લાનો બાગી રહ્યો છું. દેશનો નહીં. દેશ માટે આજે પણ જાન ન્યોછાવર છે.

ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી:
મંગળવારે ડાકુ મલખાન સિંહ પુલવામા હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાનપુર આવ્યા હતા. બીજેપી પર વ્યંગ કરતા કહ્યું કે, જ્યારે વચન પુરા નહીં કરો તો હારી જ જશો. મધ્યપ્રદેશમાં હારી ગયા. મલખાનસિંહે કહ્યું કે, જો લોકસભાની ચૂંટણીમાં ટીકીટ મળશે તો ચોક્કસ લડીશ.

સાથે જ જણાવ્યું કે, ચૂંટણી થશે અને થતી રહેશે પણ પુલવામા થયેલ આતંકી હુમલાનો બદલો જરૂર લેવો જોઈએ. જો કાશ્મીર અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો રાજનીતિ પર કોઈ વિશ્વાસ નહીં કરે. પાકિસ્તાનમાં ઘુસીને એના ચીંથરા ઉડાવવાનો સમય આવી ગયો છે. એક કે બે આતંકવાદીઓને મારવામાં આપણા દેશનાં 5 જાંબાઝ શહીદ થઈ ગયા.

અન્યાય વિરુદ્ધ ચૂંટણી લડશે :
મલખાન સિંહે કહ્યું, મેં 1982માં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે અર્જુન સિંહ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી હતાં. આ આત્મસમર્પણ ઈન્દિરા ગાંધીની પરમીશન પર થયું હતું. એ સમયે મેં મંચ પરથી એલાન કર્યું હતું કે, કોઈ મહિલા કહે કે, મલખાન સિંહે એમની ચાંદીની અંગૂઠી ઉતારી તો આ જ મંચ પર મને ફાંસી પર લટકાવી દેજો. અમે અન્યાયની વિરુદ્ધમાં રાજનીતિ કરીશું. અમે પેટ ભરવા માટે રાજનીતિ નહીં કરીએ. પહેલી પ્રાથમિકતા વિકાસ છે, જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવું.

દેશનાં બાગી નથી અમે: મલખાન સિંહ
મલખાને કહ્યું કે, બીહડમાં મારો ઇતિહાસ એકદમ સાફ સુથરો રહ્યો છે. મહાત્મા ખૂબ જ સાચા હોય છે, પરંતુ બાગીઓનો ઇતિહાસ સ્થિર અને મજબૂત રહ્યો છે, આવો ઈતિહાસ તો સાધુ-સંતોનો પણ નહીં હોય. ઘણા લંપટ સાધુ જેલમાં જઈ આવ્યા છે. ઘણા જેલમાં સડી રહ્યા છે. પરંતુ બાગીઓ વિશે કોઈ કંઈ જણાવે? અમે ગામ અને જીલ્લાનાં બાગી રહ્યા છીએ દેશનાં બાગી ક્યારેય નથી બન્યા. અમે દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છીએ.

એમણે આગળ જણાવ્યું હતું કે, ભારત સરકાર પરવાનગી આપે તો પાકિસ્તાનમાં ઘૂસીને દુશમનોનો ખાત્મો બોલાવી દઈએ. અમે પીછેહઠ નહીં કરીએ…..જાન હથેળીમાં લઈને જ ફરીએ છીએ.

સલામ છે આવા જઝબાને……

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ દેશ પ્રેમ ભર્યો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો કમેન્ટ અને શેર કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!