Mojemoj.com

Best Gujarati Blog

સેના અને CRPF વચ્ચે શું હોય છે તફાવત? શા માટે CRPFને મળતું નથી પેન્શન? વાંચો કારણ

દેશમાં તમામ લોકો સેના અને અર્ધસૈનિક દળની એક જ સમજતા હોય છે. છેલ્લા ઘણાં સમયથી એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે લોકો સેનાના જવાનો અને અર્ધસૈનિક દળોના જવાનો વચ્ચેનો તફાવત જાણતા નથી. હકીકતમાં તેમનું કામ અને સેવા શરતો પણ અલગ અલગ હોય છે. તેથી સેના અને અર્ધસૈનિક દળ વચ્ચેના અંતરને જાણવું જરૂરી છે. તેથી આજે અમે આ પોસ્ટ દ્વારા આપને સેના અને સીઆરપીએફ વચ્ચેના તફાવત વિશે જણાવીશું.

શું કામ કરે છે સેના? :

સેનામાં માત્ર ઇન્ડિયન આર્મી એરફોર્સ અને ઈન્ડિયન નેવી શામેલ હોય છે. સેના સામાન્ય રીતે યુદ્ધના વખતે મોરચો સંભાળે છે. શાંતિના સમય દરમિયાન સેના દેશભરમાં સેના માટે બનાવવામાં આવેલી છાવણી એટલે કે કે કેન્ટોનમેન્ટમાં રહે છે. આર્મી, એરફોર્સ અને નેવી માટે અલગ અલગ છાવણી ક્ષેત્ર બનાવવામાં આવે છે. સામાન્ય રીતે યુદ્ધ ન થાય ત્યાં સુધી સેનાએ ત્યાં જ રહે છે.

નેવીનું કામ સમુદ્રી સરહદોની સુરક્ષા કરવાનું હોય છે, તેથી તેઓ શાંતિ દરમિયાન પણ સમુદ્રી સરહદો ઉપર જ હાજર હોય છે. ત્રણેય સેનામાં કુલ સૈનિકોની સંખ્યા 13.50 લાખ છે. સેના રક્ષા મંત્રાલય ને આધીન રહીને કામ કરે છે. સેનામાં લેફ્ટનન્ટ, મેજર, કર્નલ, બ્રિગેડિયર, મેજર જનરલ વગેરે રેન્ક હોય છે. સૈનિકોને રિટાયરમેન્ટ પછી પેન્શન મળે છે.

અર્ધસૈનિક દળમાં કોણ કોણ શામેલ હોય છે? :

Central Armed Police Force ના સુરક્ષા દળમાં CRPF, BSF, ITBP, CISF અસામ રાઈફલ્સ અને SSB શામેલ હોય છે. દેશમાં અર્ધ સૈનિક દળના જવાનોની સંખ્યા નવ લાખ કરતા પણ વધારે છે. અર્ધસૈનિક દળોને બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, ચીન, ભૂતાન અને નેપાળ પાસે આવેલી સરહદો પર ડ્યુટી આપવામાં આવે છે.

અર્ધસૈનિક દળોમાં સિવિલ પોલીસની જેમ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઇ, આસિસ્ટન્ટ કમાંડેંટ અને કમાંડેંટ, ડી.આઇ.જી, આઇજી અને ડીજીની પોસ્ટ હોય છે. અર્ધસૈનિક દળોમાં રિટાયરમેન્ટ પછી આર્મીની જેમ પેન્શન મળતું નથી. અર્ધ સૈનિક દળ ગૃહ મંત્રાલયના આધીન કામ કરે છે.

CRPF : આતંકવાદ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં CRPF એટલે કે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળોને તૈનાત કરવામાં આવે છે.

BSF : બોર્ડર સિક્યુરીટી ફોર્સને બાંગ્લાદેશ અને પાકિસ્તાન પાસે આવેલી સરહદ પર ડ્યુટી આપવામાં આવે છે. BSF શાંતિના સમયે તૈનાત કરવામાં આવે છે. યુદ્ધના સમયે બીએસએફની જગ્યા સેના સંભાળે છે. બોર્ડર પર શાંતિ વખતે સેનાના જવાન સીમાથી દૂર રહે છે.

ITBP : ભારતીય તિબ્બત સીમા પર ભારત-તિબ્બત સીમા પોલીસને ડ્યુટી આપવામાં આવે છે.

CISF : કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળને સરકારી કાર્યક્રમોની જવાબદારી આપવામાં આવે છે

ASSAM RIFLES : આસામ રાઈફલ્સને ઉગ્રવાદી પ્રભાવિત વિસ્તારોમાં ડ્યુટી આપવામાં આવે છે.

SSB : સશસ્ત્ર સીમા દળને ભારત નેપાળ સરહદ પર તૈનાત કરવામાં આવે છે.

અર્ધસૈનિક દળોની સૌથી મોટી ફરિયાદ :

અર્ધસૈનિક દળ છેલ્લા કેટલાક વર્ષોથી સેના જેવી સવલતો માંગી રહ્યા છે. તેમની ફરિયાદ રહે છે કે તે પણ તેના જેવી જ પરિસ્થિતિઓમાં દેશની અંદર અને સરહદો પર કામ કરે છે. એવામાં તેમને પણ તેમની જેમ જ સેવા શરત અને સન્માન મળવું જોઈએ.

કોન્ફેડરેશન ઓફ રિટાયર્ડ પૈરા મિલિટ્રી અસોસિએશનના મહાસચિવ રણવીર સિંહ અનુસાર, ‘ સાતમા વેતન આયોગમાં અર્ધસૈનિક દળોને સિવિલયનનો દરજ્જો આપવામાં આવ્યો છે. વન રેન્ક વન પેન્શનની વાતો ઘણી દૂર છે. સાતમા વેતન આયોગે તેમને ભથ્થું પણ આપ્યું નથી. અર્ધસૈનિક દળોના જવાનો સાથે સરકાર ઓરમાયુ વર્તન કરતી આવી છે. તેમણે માત્ર પેન્શન જ બંધ નથી કર્યું. પરંતુ ફૌજીઓની જેમ એમએસપી પણ નથી આપતી. સાથે જ સેનાના કેન્ટીનને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, પરંતુ અર્ધસૈનિક દળોની કેન્ટીનમાં જીએસટીની કોઈ છૂટ મળી નથી.’

હકીકતમાં અર્ધસૈનિક દળ પણ સેનાની જેમ જ કદમથી કદમ મિલાવીને દેશ અને દેશના નાગરિકોની રક્ષા કરી રહ્યા છે, તેવામાં તેમની સેવાને ઓછી આંકવી બિલકુલ પણ વ્યાજબી નથી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!