ભૂલથી પણ આ 8 વસ્તુઓ આપના પર્સમાં ન રાખવી, નહીં તો કરવો પડશે પૈસાની તંગીનો સામનો…
પર્સ એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિ દરેક ક્ષણ પોતાની પાસે રાખતા હોય છે. લોકોના પર્સમાં આવશ્યક તમામ ચીજો શામેલ હોય છે, પછી એ તેમનું એટીએમ કાર્ડ હોય કે પછી ડ્રાઇવિંગ લાઇસન્સ. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જે પોતાના પર્સમાં પૈસા જ નથી રાખતા. પર્સમાં પૈસા ન રાખવાનું કારણ એ લોકો એવું બતાવતા હોય છે કે પર્સમાં પૈસા વધુ સમય ટકતા નથી.

જો તમે પણ આમાંના એક હો જેમના પર્સમાં પૈસા લાંબો સમય સુધી ટકી શકતા નથી, તો આ પોસ્ટ આપના માટે જ છે.
આજે આ પોસ્ટના માધ્યમથી અમે એવી ચીજો વિશે જણાવીશું કે જો આ વસ્તુઓ તમારા પર્સમાં હોય તો તમારી મહેનતના પૈસા લાંબા સમય સુધી શકતા નથી. તો ચાલો જાણીએ આ કઈ ચીજ વસ્તુઓ છે…
ભગવાનનો ફોટો ન રાખો :
હિન્દુ ધર્મમાં માનતા મોટાભાગના લોકો પર્સમાં ભગવાનનો ફોટો રાખવો શુભ માને છે. પરંતુ તમારી જાણકારી ખાતર જણાવી દઈએ કે પર્સમાં ભગવાનનો ફોટો રાખવાને વાસ્તુ દોષ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રના જાણકારો અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના પર્સમાં ભગવાનનો ફોટો રાખે છે તો તેમના પર લાંબો સમય સુધી પૈસા ટકતા નથી.
મૃતક વ્યક્તિનો ફોટો રાખવો :
અમુક લોકો પોતાના પૂર્વજોની યાદમાં તેમનો ફોટો પર્સમાં રાખતા હોય છે. જો કે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તે લોકોના જીવનમાં ખરાબ પ્રભાવ પડી શકે છે.
પૈસાને ક્રમમાં ન રાખવા :
મહત્તમ લોકો પોતાના પર્સમાં પૈસાને ક્રમમાં રાખવાની જગ્યાએ જેમ-તેમ રાખી દેતા હોય છે. પૈસાને જેમ-તેમ રાખી દેતા લોકોને એ વાતનો અંદાજો નહીં હોય કે આવું કરવાથી માતા લક્ષ્મી તેમનાથી નારાજ થઈ શકે છે. માતા લક્ષ્મીના નારાજ થવાથી તે આ લોકોના પર્સમાં લાંબા સમય સુધી પૈસા ટકતા નથી. તેથી જ લોકોએ પોતાના પર્સમાં હંમેશા પૈસા હંમેશાં મોટાથી નાના ક્રમમાં રાખવા જોઈએ.
પર્સમાં તિક્ષણ ચીજો રાખવી :
ક્યારેક ક્યારેક અમુક લોકો જાણતા-અજાણતા પોતાના પર્સમાં તિક્ષણ ચીજો પણ રાખતા હોય છે. પોતાના પર્સમાં તિક્ષણ ચીજવસ્તુ રાખતા લોકોને એ વાતનો ખ્યાલ હોતો નથી કે આવું કરવાથી નકારાત્મકતા વધે છે. નકારાત્મકતા વધવાને લીધે તેમના પર્સમાં લાંબો સમય સુધી પૈસા ટકી શકતા નથી.
બિલ રાખવું પડી શકે છે મોંઘુ :
અમુક લોકો લાઇટ બિલ અથવા તો ટેલિફોન બિલ ને સુરક્ષિત રાખવા માટે પોતાના પર્સમાં રાખતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તે વ્યક્તિના કર્જમાં વધારો થઈ શકે છે.
અનાવશ્યક ચીજો રાખવી :
અમુક લોકો પોતાના પર્સમાં અનાવશ્યક કાગળોને પણ રાખતા હોય છે. અનાવશ્યક કાગળો પર્સમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. માતા લક્ષ્મીના નારાજ થવાને લીધે આવા લોકોએ જીવનમાં ધન સંબંધી હેરાનગતિનો સામનો કરવો પડે છે.
ઘરની ચાવી :
ઘણા લોકો પોતાના ઘરની ચાવીને સુરક્ષિત રાખવા માટે તેને પર્સમાં રાખી દેતા હોય છે. પરંતુ આવું કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તે વ્યક્તિના જીવનમાં નકારાત્મકતાનું પ્રમાણ વધી જતું હોય છે. જેને લીધે આ વ્યક્તિના ખોટા ખર્ચા અમુક હદ સુધી વધી જતા હોય છે.
ફાટેલી જુની નોટો ને રાખવી :
અમુક લોકો પોતાના પર્સમાં ફાટેલી જૂની નોટો રાખતા હોય છે. પરંતુ આવું કરવાથી માતા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિને જિંદગીમાં હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે.
તો મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મૂકેલી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.