આ મશીન લગાવીને રોજના રૂપિયા 3000 કમાવો, જાણીલો પૂરી વિગત

મિત્રો જો તમે તમારો પોતાનો બિજનેસ કરવા માંગતા હોય અને સારી એવી આવક ઉભી કરવા માંગતા હોય તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ ઘરે બેઠા પોતાનો બિજનેસ કરવાની સરળ રીત અને સારા એવા પૈસા કમાવવાની બેસ્ટ રીત.

જી હા, મિત્રો આજે અમે તમને એવા બિજનેસ વિષે બતાવીશું જે તમે તમારા ઘરે અથવા એક રૂમ જેટલી જગ્યાએ કરી શકો છો અને મહીને 1 થી 1.5 લખ જેટલી આવક ઉભી કરી શકો છો. આ એક પ્રકારનો મેન્યુફેક્ચરિંગ બિજનેસ છે, તો ચાલો વિગતે ચર્ચા કરીએ.

 

તમને જણાવ્યું તેમ તમારે આ બીજનેસમાં વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરવાનું છે અને તમને આ વસ્તુ આશરે 20 થી 25 રૂપિયામાં પડશે. હવે વાત કરીએ ચોક્કસ ભાવની તો તમને 25 રૂપિયામાં એક વસ્તુ પડશે અને તેનું વેચાણ કરવા જાવ તો તમને હોલસેલમાં તેનો ભાવ 50થી 60 આરામથી મળી રહેશે. તમે જોઈ શકો છો કે તમને આ વસ્તુના વેચાણ પર 100% નફો મળશે અને એ પણ હોલસેલમાં.

ચાલો, વિગતે ચર્ચા કરીએ કે કઈ-કઈ વસ્તુ બનાવવાની છે અને કઈ રીતે બનાવવાની છે, કેટલું રોકાણ કરવાનું રહેશે અને ચોખ્ખો નફો કેટલો મળી શકે છે.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ સ્લીપર મેન્યુફેક્ચરિંગ બિજનેસ વિશે. આ બિજનેસ તમે પોતાના ઘરેથી સ્ટાર્ટ કરી શકો છો. આ બિજનેસ ચાલુ કરવા માટે તમારે અલગ-અલગ 3થી 4 વસ્તુઓની જરૂર છે. સ્લીપર બનાવવા માટે જે કાચો માલ આવે, તેમાં સ્લીપરની આખી સીટ આવે જેને કટ કરીને તમારે સ્લીપરનો આકાર આપવાનો હોય છે તેથી તેની જરૂર સૌ પ્રથમ પડશે.

 

સ્લીપારનું નીચેનું તારીયું તો કટિંગ થઇ ગયું પછી વાત આવે તેની પટ્ટીની તો પછી તમારે પટ્ટીને આકાર આપે તે માટે મશીનરી જોઈએ. અને જો તમે ચપ્પલ પ્રિન્ટ કરીને વેંચવા માંગતા હોય તો તમારે વધુ એક પ્રિન્ટરની જરૂર પડશે. પ્રિન્ટ કરેલા ચપ્પલ વેચવામાં સરળતા રહેશે અને વેચાણ પણ વધુમાં વધુ થશે.

હવે વાત કરીએ આ બધી વસ્તુઓ ક્યાંથી અને કેટલામાં મળશે…તો મિત્રો આજે બજારમાં તમે જે લેવા માગો છો બધું જ ઉપલબ્ધ છે તે પછી દુકાનેથી ખરીદો કે ઓનલાઈન મળી જ રહેશે. સ્લીપર માટેની સીટ તમને નજીકના વેપારીઓ પાસે અથવા ઈન્ડિયામાર્ટ પરથી પણ ખરીદી શકો છો. આ એક સીટની કિંમત આશરે 350 થી 1000 રૂપિયા છે. તમારે આ માટે જુદી-જુદી પ્રકારની સીટો લેવી જોઈએ જેથી તમારા ગ્રાહકને તમે વધુ વેરાઈટી આપી શકો.

 

વાત કરીએ પટ્ટીની તો પટ્ટી પણ તમને બજારમાં હોલસેલર પાસેથી ખરીદી શકો છો અને જો બજારમાં તમારે જોતી હોઈ તેવી પટ્ટી ના મળે તો તમે ઓનલાઈન ખરીદી શકો છો તેની અંદાજે કિંમત 5 થી 20 રૂપિયા છે, જે સરળતાથી મળી રહેશે.

મશીનની વાત કરવા જઈએ તો મશીન તમને બજેટમાં થોડું મોંઘુ પડી શકે છે પણ અન્ય મશીનો કરતા કદાચ સસ્તું પણ છે. મશીનની કિંમત 70 હજારથી 1 લખ રૂપિયામાં મળી શકે છે. અને જો તમે પ્રિન્ટીંગ કરીને વેંચવા માગો છો તે ખુબ સારી વાત છે તમને પ્રિન્ટર મશીન માત્ર 15થી 20 હજારની આસપાસ મળી રહે છે. પ્રિન્ટર મશીનનો ફાયદો એ છે કે તેમાં ચપ્પલ સિવાય ટી-શર્ટ પણ પ્રિન્ટ કરી શકો છો. જો તમે ખરેખર પોતાનો ખુદનો બિજનેસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આટલી વસ્તુઓ ખરીદીને સ્ટાર્ટ કરી શકો છો.

આ બિજનેશ તમે બે રીતથી કરી શકો છો એક એ કે તમે કોઈ અને બીજું કે તમે પોતાની ખુદની સોપ ખોલી શકો છો. તમે તમારી ખુદની નવી બ્રાંડ કોઈ પણ નામ આપીને ચાલુ કરી શકો છો જેથી તમને વધુ નફો મળી શકે છે. બજારમાં વેંચતા અન્ય ચપ્પલ કરતા તમે ઓછી કિંમતે વેચી શકો છો કેમકે તમે ખુદ જ તેમનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો. તેથી તમે પોતાની બ્રાન્ડ બનાવીને વેચાણ કરવામાં વધુ નફો મળે છે.

મિત્રો જો તમે વધુ નફો કમાવા માંગતા હોય અને પોતાની બ્રાન્ડ પણ બનાવવા માંગતા હોય તો તમે બેય રીતે આ બિજનેસ કરી શકો છો. મેન્યુફેક્ચરિંગ થયેલ સ્લીપર હોલસેલરને હોલસેલમાં વેંચીને પણ વધુ નફો મેળવી શકો છો અને તમારી અનુકૂળતા મુજબ તમારી પોતાની સોપ પણ ખોલીને નફો મેળવી શકો છો.

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’ના આ આર્ટીકલમાંથી નવું જાણવા મળ્યું હોય તો શેર કરજો…

Leave a Reply

error: Content is protected !!