૧૦ રૂ. થી લઈને ૧૫ લાખ સુધી – એક ફોન કે ક્લિક પર શહીદોને મદદ આ રીતે કરો

પુલાવામાં આતંકીઓએ કરેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા. જ્યારે પણ આવા હુમલા થાય છે ત્યારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર શહીદો માટે શબ્દરૂપી ભાવાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે. પરંતુ દર વખતની જેમ આ વાતને થોડા સમયમાં ભૂલાવી દેવામાં આવે છે. આ શહિદોના બલિદાનનું ઋણ તો કોઈ સંજોગોમાં ચૂકવી શકાય તેમ નથી. પરંતુ તેના પરિવારને આ પરિસ્થિતિમાં આર્થિક રીતે મદદ કરીને તેમને સહકાર જરૂર આપી શકાય. આ માટે જરૂર છે માત્ર ફોનના એક ક્લિકની. જી, હા ‘ભારત કે વીર’ એપની મદદથી તમે શહીદનો પરિવારને ફુલ નહિ તો ફુલની પાંખડીનું દાન કરી શકો છો.

ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થઈ ગયા અને અનેક ગંભીર રીતે ઘાયલ થયા અને આજે પણ તેઓ પોતાની જિંદગી સાથે લડાઈ લડી રહ્યા છે. જો તમે આ જવાનોના પરિવારને મદદ કરવા માંગતા હોય તો તમે પણ ભારત કે વીર એપ અથવા તો bharatkeveer.gov.in વેબસાઇટ ઉપર જઈને 15 લાખ રૂપિયા સુધીનું ડોનેશન આપી શકો છો.

2017 માં લોન્ચ થઈ હતી વેબસાઈટ :

ગૃહ મંત્રાલય વર્ષ 2017માં વેબસાઈટ અને એપ લોન્ચ કરી હતી. તેના પાછળનો ઉદ્દેશ્ય હતો કે લોકો પૈસા ડોનેટ કરીને જવાનોના પરિવારને આર્થિક રીતે મદદ કરી શકો. આમાં તમે કઈ પણ બે રીતે ડોનેશન આપી શકો છો. કોઈ એક શહીદ જવાનના અકાઉન્ટમાં અથવા તો ભારત કે વીર ફંડમાં. આ વેબસાઈટ અથવા એપમાં ડોનેશન આપીને તમે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરીટી ફોર્સ, ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, અસમ સાઇફલ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ શહીદોના પરિવારને મદદ કરી શકો છો.

કઈ રીતે કરી શકો છો ડોનેશન :

તમે આ એપને તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો અથવા ભારત કે વીર વેબસાઈટ દ્વારા પોતાનું યોગદાન આપી શકો છો. આ વેબસાઇટ પર કરવામાં આવેલું ડોનેશન સીધું જ શહીદ થયેલા જવાનોના પરિવારના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે. વેબસાઇટ ખોલતી વખતે તેના એડ્રેસમાં gov.in હોય તેનું ખાસ ધ્યાન રાખવું, જો યુઆરએલમાં બીજું કંઇ દેખાય તો તેના પર ડોનેશન ન આપવું. ભારત કે વીરની તિજોરીમાં ફેબ્રુઆરી સુધીમાં 45.32 કરોડ રૂપિયા જમા થયા છે.

પ્રત્યેક શહીદ જવાનના ખાતામાં જ્યારે 15 લાખ રૂપિયા જમા થઈ જાય પછી લિસ્ટમાંથી તેનું નામ આપોઆપ હટી જશે. તમે પણ તમારાથી બનતી મદદ જરૂરથી કરી શકો. સો રૂપિયાથી માંડીને લાખ રૂપિયા સુધીનું દાન કરી શકો છો અને જેટલી વખત ધારો તેટલી વખત કરી શકો છો. રૂપિયા ટ્રાન્સફર થયા પછી અક્ષય કુમારનો એક વિડીયો જોવા મળશે જેમાં તે તમને ધન્યવાદ કહેતો જોવા મળશે. આ ઉપરાંત ગૃહવિભાગ દ્વારા તમારા નામનુ એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જેમાં તમે જેને દાન કરેલ હશે તે શહીદનું નામ અને તમારું નામ સામેલ હશે. આ સર્ટિફિકેટને તમે પીડીએફના રૂપમાં ફોનમાં સેવ પણ કરી શકશો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!