IAS ઈન્ટરવ્યૂમાં છોકરીને પૂછ્યું – એવી કઈ વસ્તુ છે કે, જે માણસ અને મહિલા રાત્રે લેવાનું વધુ પસંદ કરે છે?

UPSC ની પરીક્ષા દુનિયાની સૌથી અઘરી પરીક્ષાઓમાં આવે છે. જેને પાસ કરવા માટે ખૂબ જ પરિશ્રમની જરૂર પડે છે. વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરીને આઈ.એસ. ની પરીક્ષા કમ્પ્લીટ કરે છે. જે મિત્રોએ IS ની પરીક્ષા આપી હશે એમને ખ્યાલ જ હશે કે, લેખિત પરીક્ષા કરતાંયે વધુ મુશ્કેલ એનું ઈન્ટરવ્યૂ હોય છે. ઈન્ટરવ્યૂમાં એવા-એવા લોજીકલ સવાલ પૂછવામાં આવે છે કે, ઈન્ટરવ્યૂ દેનારનું માથું ચકરાવે ચડી જાય છે.

ઈન્ટરવ્યૂ લેનાર ટીમ એવા-એવા સવાલ પૂછે છે કે, જેનાં વિશે તમે વિચારી પણ ન શકો. મહત્વનું છે કે, ઉમેદવારનો આઈ.ક્યુ. લેવલ ચેક કરવા માટે આવા સવાલ પૂછવામાં આવે છે. આ સવાલ-જવાબનાં ચક્કરમાં ઘણી વખત એમને એવા અભદ્ર અથવા ડબલ મિનિંગવાળા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. વાસ્તવમાં આવા પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ, રસપ્રદ અને લોજીકલ હોય છે. આજે અમે તમારા માટે આવો જ એક માથું ફેરવી નાખનાર સવાલ લઈને આવ્યા છીએ. તમને જણાવી દઈએ કે, આ સવાલ આઈ.એસ ઈન્ટરવ્યૂમાં એક છોકરીને પૂછવામાં આવ્યો હતો.

ટ્રીકી સવાલ પૂછવામાં આવે છે:

જણાવીએ કે, થોડા વર્ષ પહેલા એક છોકરીને આઈ.એસ.નાં ઈન્ટરવ્યૂમાં એક એવો ટ્રીકી સવાલ પૂછવામાં આવ્યો હતો કે જેને સાંભળીને એના કાનનાં કીડા ખરી ગયા હતાં. ઘણું બધું વિચાર્યા પછી છોકરીએ આ સવાલનો સાચો જવાબ આપ્યો હતો. એ છોકરીને પૂછવામાં આવ્યું કે, એવી કઈ વસ્તુ છે કે જે માણસ અને મહિલા રાત્રે લેવાનું પસંદ કરે છે? આ સવાલ સાંભળીને તમે પણ ચકિત થઈ ગયા હશો. પરંતુ આમાં વધુ કંઈ આશ્ચર્યની કે અશ્લિલ વાત નથી. જો ધ્યાનથી વિચારવામાં આવે તો આનો જવાબ એકદમ લોજીકલ અને સરળ છે.

આઈ. ક્યૂ. લેવલનો ખ્યાલ આવે છે:

મોટાભાગે આઈ.એસ અને આઈ.પી.એસનાં ઈન્ટરવ્યૂમાં વિદ્યાર્થીઓનું આઈ.ક્યૂ. લેવલ ચેક કરવા માટે આવા સવાલ પૂછાય છે. આ સવાલનો જવાબ વિચારવા માટે છોકરીએ થોડો સમય લીધો. ત્યારબાદ વિચાર કર્યા પછી સાચો જવાબ આપી દીધો. છોકરીએ આ સવાલનો જવાબ આપ્યો – ‘ઊંઘ’.

આ જવાબ સાંભળીને ઈન્ટરવ્યૂ લેનાર ટીમ ખુશ થઈ ગઈ અને છોકરીનું સિલેક્શન થઈ ગયું. જી હાં, ઈન્ટરવ્યૂમાં બિલકુલ આવા જ ટ્રીકી અને લોજીકલ સવાલ પૂછવામાં આવે છે. જો વ્યક્તિ થોડીક ધીરજ અને શાંતિથી વિચારે તો તે ચોક્કસથી સાચો જવાબ આપી શકે છે. ચાલો તમને આવા જ થોડા સવાલો વિશે જણાવીએ. જે અત્યાર સુધી UPSC/IS/IPS નાં ઈન્ટરવ્યૂમાં પૂછાય ચુક્યા છે..

સવાલ – એવી કઈ વસ્તુ છે કે, એક મહિલા બધાને આપી શકે પરંતુ પોતાનાં પતિને ન આપી શકે?

જવાબ – રાખડી

સવાલ – અશોકના શીલાલેખને સૌથી પહેલા કોણે વાંચ્યા?

જવાબ – જેમ્સ પ્રિન્સેપ

સવાલ – ક્યાં દેશમાં સૂરજ અડધી રાત્રે પણ ચમકે છે?

જવાબ – નોર્વે

સવાલ – કોંગ્રેસનો સંપૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ ક્યારે અને કઈ જગ્યાએ પસાર થયો?

જવાબ – વર્ષ 1929માં લાહોર અધિવેશનમાં.

સવાલ – ટીવીની શોધ કોણે કરી?

જવાબ – જોન લોગી બેયર્ડ

સવાલ – માણસે કઈ ધાતુનો ઉપયોગ સૌથી પહેલા કર્યો હતો?

જવાબ – તાંબુ.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!