સુપર હિટ ફિલ્મ DDLJ ના પાંચ હિડન સત્ય – સાંભળીને ચોંકી જ જશો બોસ

બોલિવૂડમાં દર વર્ષે અનેક ફિલ્મો આવે છે. જેમાંથી અમુક ફિલ્મો એવી હોય છે જે દર્શકોના દિલ અને દિમાગ પર છવાઈ જાય છે. આ ફિલ્મ એટલી સુંદર હોય છે કે તેના જેવી અન્ય ફિલ્મો બનાવી લગભગ અશક્ય બની જાય છે. 90ના દાયકામાં આવી એક ફિલ્મ આવી હતી જે બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આજે પણ આ ફિલ્મ જ્યારે ટીવી પર રજૂ થાય છે ત્યારે લોકો આ ફિલ્મને પૂરી જોવાનું ચૂકતા નથી. એટલું જ નહીં આ ફિલ્મ એટલી હદે સુપરહિટ ગઈ હતી કે મુંબઈના એક થિયેટરમાં આજે પણ આ ફિલ્મ વર્ષોથી ચાલી રહી છે.

આ એક જ ફિલ્મમાં એક્શન, રોમાન્સ, ડ્રામા તમામ વસ્તુઓ સામેલ છે. તમે સમજી શકતા હશો કે અમે કઈ ફિલ્મની વાત કરી રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મની જે લગભગ તમામ લોકોની ફેવરિટ હશે. જ્યારે પણ તમે કોઈને પૂછશો કે તેમની મનપસંદ ફિલ્મ કઈ છે તો તેમના લિસ્ટમાં આ ફિલ્મનું નામ તો જરૂર હશે જ.

આજે આ પોસ્ટમાં અમે તમને તમારી આ જ પસંદગીની ફિલ્મ વિશે અમુક એવી વાતો જણાવીશું જેના વિષે તમે અંદાજો પણ નહીં લગાવ્યો હોય. આ વાત સાંભળીને તમે ચોક્કસ દંગ રહી જશો એવો વિશ્વાસ છે.

આ પાંચ બાબતો વિશે નહી જાણતા હોવ :

આ ફિલ્મનો ડાયલોગ ‘બડે-બડે દેશોમેં એસી છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ’ ઘણો જ ફેમસ થયો હતો. આ ડાયલોગ પોતાની કારમાં બેસીને શાહરુખ ખાન કાજોલને કહે છે. પરંતુ તમને નહીં ખબર હોય કે શાહરુખ ખાન જ્યારે આ ડાયલોગ બોલી રહ્યો હતો ત્યારે આ સીનને મોનીટર કરવા માટે ડાયરેક્ટ કારની બેક સીટ ઉપર સુતા હતા.

ફિલ્મનું ગીત ‘મેરે ખ્વાબોં મેં જો આયે’ માં કાજોલે જે સ્કર્ટ પહેર્યું છે તે પહેલા ખૂબ મોટું હતું. આ સ્કર્ટ મનીષ મલ્હોત્રાએ બનાવ્યું હતું. પછીથી મનીષ મલ્હોત્રાને જ્યારે આ સ્કર્ટ ટૂંકુ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમનાથી ભૂલમાં વધારે પડતું કપાઈ ગયું હતું.

આ ફિલ્મનું હિટ રહેલું ગીત ‘તુજે દેખા તો એ જાના સનમ’ નું શૂટિંગ ખેતરમાં થયું છે. આ ગીતને શૂટ કરવા માટે ટીમે ગામના પંચાયતની મંજૂરી લેવી પડી હતી. પરંતુ શૂટિંગની વચ્ચે ખેતરનો માલિક આવી ગયો અને બૂમ બરાડા પાડવા લાગ્યો હતો. જો કે બાદમાં શાહરુખ ખાને દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડયો હતો.

ફિલ્મની શરૂઆતમાં તમે જોયું હશે કે અનુપમ ખેર શાહરૂખ ખાનને પોતાના પૂર્વજોના ફોટા દેખાડે છે અને કહે છે કે તેઓ કેટલા શિક્ષિત હતા. આ સીનમાં તેમણે જેટલા પણ નામ લીધા હતા તે વાસ્તવમાં અનુપમ ખેરના પૂર્વજો હતા.

આ ફિલ્મના ગીત ‘રૂક જા ઓ દિલ દિવાની’માં શાહરુખ ખાન કાજોલને તેડીને પછી છોડી દે છે અને તે ધડામ કરીને નીચે પટકાય છે. હકીકતમાં આ સીન વિશે કાજોલને અગાઉથી કોઈ જાણકારી ન હતી. તેમને ખબર ન હતી કે શાહરુખ ખાન તેમને પછાડવાના છે. એટલા માટે નીચે પડ્યા પછી કાજોલના જે હાવભાવ છે તે એકદમ સાચુકલા હતા.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!