૧૪ ફેબ્રુઆરી ના આતંકવાદી હુમલાને લઈને આ રીતે મેરેજમાં કર્યો ફેરવાર – સલામ આપ્યા વગર નહિ રહો

મળતી વિગત અનુસાર, શેઠ દેવશી માણેક પરિવાર જે સુરત વસે છે એમને ત્યાં આજે ૧૫ તારીખે લગ્ન પ્રસંગ હતો અને લાખો રૂપિયાનો ખર્ચ થવાનો હતો. ગઈ કાલના આતંકવાદી હુમલા નો વિરોધ દર્શાવવા અને શોક દર્શાવવા આ પરિવારે તાત્કાલિક એવો નિર્ણય લીધો કે લગ્ન માં આટલો ખર્ચ કરીને ઉજવણી કરવાને બદલે આ ખર્ચ શહીદ પરિવારો ને આપવાનો અદ્ભુત નિર્ણય લીધેલ છે.

જમ્મુ-કાશ્મીરનાં પુલાવામા માં ગુરુવારે સાંજે થયેલ આતંકી હુમલામાં CRPF નાં 37 જવાન શહિદ થયા છે. આતંકીઓએ શ્રીનગર-જમ્મૂ હાઇવે ઉપર અવંતીપોરા વિસ્તારમાં CRPF નાં કાફલાને નિશાન બનાવ્યો હતો. આ આતંકી હુમલો જૈશ-એ-મહોમ્મદ નામનાં આતંકી સંગઠને કરાવ્યો હોવાનું સામે આવ્યું છે.

હુમલામાં 45થી વધુ જવાનોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં અનેક જવાનોની હાલત ગંભીર હોવાથી મૃત્યુ આંક હજુ વધી શકે છે.

આ આત્મઘાતી હુમલાનો મુખ્ય સૂત્રધાર આદિલ અહમદ ડાર ઉર્ફે વકાસ કમાન્ડો હતો. જેણે 2018માં જૈશ જોઈન કર્યું હતું. મૂળ તે જમ્મૂ-કાશ્મીરનો રહેવાસી છે.

આદિલ અહમદ ડાર સ્કોર્પિયો ગાડીમાં 350 કિલો વિસ્ફોટક સામગ્રી લઈને આવ્યો હતો. આ વિસ્ફોટક સામગ્રીમાં IED નો ઉપયોગ થયો હતો.

જ્યારે CRPF ની 40 બસ ઉપરાંત અન્ય નાના-મોટા વાહનો મળીને કુલ 70 જેટલા વાહનોનો કાફલો અવંતીપોરા પહોંચ્યો ત્યારે આ હુમલો થયો.

CRPFનાં આ કાફલામાં કુલ 2500 જવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા.

આ હુમલા બાદ સમગ્ર જમ્મૂ-કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર થઈ ગયું છે.

આ આત્મઘાતી હુમલો ઉરી હુમલા કરતાંયે વધુ ભયાનક હતો.

આ દુઃખદ ફોટો જોઈને દરેક દેશવાસીઓનું હ્ર્દય રડી પડે અને દિલમાંથી એક જ વાક્ય નીકળે કે, દુશમનોનાં ઘરમાં જઈને પહોંચી વળો….

આ સમગ્ર ઘટના મુદ્દે આજે સુરક્ષા એજન્સીઓ અને ગૃહ મંત્રી રાજનાથ સિંહની મિટિંગ થવાની છે. વિશ્વાસ છે કે આપણા ભાઈઓનું બલિદાન વ્યર્થ નહી જાય. જય હિન્દ.

આપણાં વહાલા જવાનોની શહીદીને લાખ-લાખ વંદન. આપણે સૌ પ્રાર્થના કરીએ કે ઇજાગ્રસ્ત જવાન જલ્દીથી સારા થઇ જાય….

જય જવાન. જય હિન્દ.

Leave a Reply

error: Content is protected !!