માયાભાઈ આહીરના પુત્રની જાનમાં ડી.જે નહીં વગાડી શહીદોને શ્રદ્ધાંજલિ – ફોટો સફર માટે ક્લિક કરો

સુપ્રસિદ્ઘ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દિકરાના આજ લગ્ન હતા. મૂળ વતન બોરડાથી નજીકના કુંડવી ગામે જુના રીત રિવાજ મુજબ બળદ ગાડા અને ઘોડાના કાફલા સાથે વરરાજાની જાન લઈ જવામાં આવી હતી.

સૌથી મહત્વની વાત તો એ છે કે, આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને લગ્નમાં ડી.જે. પ્રથા બંધ રાખી હતી તેમજ અન્ય પ્રસંગો પણ મોકૂફ રાખ્યા હતાં. લગ્ન એકદમ સાદગીથી કરવામાં આવ્યા હતા. વરરાજાની અનોખી જાનમાં પૂજ્ય શ્રી મોરારી બાપુ પણ બળદગાડામાં બેઠા હતા.આ અતરંગી અને જૂની પરંપરાવાળી જાનમાં 50 જેટલા બળદગાડા અને 30 જેટલા ઘોડા પણ હતા. મોરારીબાપુ પણ વરરાજા ભરતની સાથે બળદગાડામાં બેસી જાનૈયા તરીકે જોડાયા હતા.માયાભાઈ આહીરના પુત્ર ભરતની જાનમાં સાધુ, સંતો, સમાજના આગેવાનો, નેતાઓ અને અધિકારીઓ પણ બળદગાડામાં બેસ્યા હતા. ભાવનગર-મહુવા હાઈવે પર લોકો મોરારી બાપુના દર્શન કરવા અને બળદગાડા અને ઘોડા સાથે નીકળેલી જાનને જોવા ઉમટી પડ્યા હતા.તમને જણાવી દઈએ કે, માયાભાઈ આહીરનું મૂળ વતન મહુવા પાસેનું બોરડા ગામ છે. મોરારીબાપુ સાથે માયાભાઇ આહીર પણ બળદગાડામાં બેઠા હતાં.

કહેવાય છે કે, આપણી જૂની પરંપરાને જીવંત રાખવા માટે આવી અનોખી જાન જોડવામાં આવી હતી. જાન જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતાં.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ અનોખો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!