નિકે પહેલી વખત પ્રિયંકાને ક્યારે અને ક્યાં ચુંબન કર્યું હતું?  – ક્લિક કરી ને ફોટા સાથે જાણો

હમણાં ડિસેમ્બર મહિનામાં જ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને એનો અમેરિકન સિંગર પ્રેમી નિક જોનાસ લગ્નગ્રંથીથી જોડાયા હતા. બંનેએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં વૈભવી ધામધૂમથી ખ્રિસ્તી અને હિન્દૂ એમ બંને રીત-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતાં.

આ શાનદાર જોડી પોતાના સુંદર ફોટોગ્રાફ્સથી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ ફોટોમાં પ્રિયંકા અને નિક એક-બીજામાં ખોવાયેલા જોવા મળે છે. જે ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જ્યાં નિક અને પ્રિયંકાની સાથે તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલી પણ જોવા મળે છે.

આ બધા વચ્ચે હાલમાં એક શો દરમિયાન પ્રિયંકા ચોપરાએ પોતાની અંગત જીંદગી અંગે ખુલાસો કર્યો છે કે, નિક જોનાસે ક્યારે અને ક્યાં તેણીને પહેલી વખત ચુંબન કર્યું હતું?

હાલમાં એક પ્રખ્યાત ઈન્ટરનેશનલ મેગેઝિન ‘વોગ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા અને નિકને એક રમત રમવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં બંનેએ એકબીજાને પ્રશ્નો પૂછવાના હતા. જેમાં પ્રિયંકાએ નિકને પૂછ્યું હતું કે, શું તેને તે સ્થળ યાદ છે કે જ્યાં તેમણે પહેલી વખત ચુંબન કર્યું હતું? નિકે જણાવ્યું હતું કે, તેણે પ્રિયંકાને કેલિફોર્નિયાના બેવરલી હિલ્સ વિસ્તારમાં આવેલી ફાઈવ સ્ટાર હોટેલ ‘દ પેનિન્સુલા’ની બાલકનીમાં પહેલી વખત ચુંબન કર્યું હતું.

અહીંયા તમને જણાવી દઈએ કે પ્રિયંકાની ઉંમર નિક કરતા વધુ છે. પ્રિયંકા નિક કરતા 10 વર્ષ મોટી છે. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર પ્રિયંકા ટ્રોલ થઈ ચુકી છે.

બોલિવુડ અને હોલિવુડમાં સફળતા હાંસલ કરનાર પ્રિયંકા ચોપરા લગ્ન કર્યા બાદ હાલમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની પાસે બે ફિલ્મનું કામ છે. જેમાં ‘સ્કાય ઇઝ પિન્ક અને ઇઝન્ટ ઇટ રોમેન્ટિક ફિલ્મનો સમાવેશ થાય છે. આ અગાઉ તેણી ક્વાન્ટિકો અને બેવોચથી પહેલાથી જ લોકપ્રિય થઇ ચુકી છે. હવે તેણી બોલિવુડમાં નહીંવત ફિલ્મ કરે તેવી શક્યતા દેખાઇ રહી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!