‘જુગાડ’ મામલે ભારતીયોનો જોટો ન જડે ! આપણે તો પાણીની ડોલને’ય શાવર બનાવી નાખીએ !
ભારતીયો પોતાની ‘જુગાડ’ કરવાની કળાને લઈને વિશ્વભરમાં જાણીતા છે. દરેક વ્યક્તિએ એવા લોકોને જોયા હશે જેઓ ભંગાર અને નકામી ચીજવસ્તુઓમાંથી કંઈક નવું અને રચનાત્મક ચીજવસ્તુઓનું સર્જન કરતા હોય છે. આવી વસ્તુઓ ક્યારેય જૂની થતી નથી. ‘જુગાડ’ શબ્દ સાંભળવામાં ભલે ગમે તેટલો અજીબ લાગે પરંતુ આ શબ્દને લીધે જિંદગી ઘણી સરળ બની જાય છે.
ભારતમાં જુગાડને લઈને ખૂબ હાસ્યસ્પદ અને રસપ્રદ ચીજ વસ્તુઓ જોવા મળે છે. આ પોસ્ટમાં એવી જ અમુક તસવીરો આપવામાં આવી છે. જે જુગાડનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. આ તસવીર જોઈને ભારતીયોએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે ‘જુગાડ’ કરવામાં તેમની તોલે કોઈ આવી ન શકે.
નીચેના ફોટામાં નળનું હેન્ડલ તૂટી ગયું છે પરંતુ શું ફેર પડે છે? ભારતીયો પાસે દરેક વાતનો જુગાડ મોજૂદ છે. આ કિસ્સામાં પણ હેન્ડલની જગ્યાએ ચાવી લગાવી દીધી. આ જુગાડથી નળના હેન્ડલની કમી ઘણી આસાનીથી પુરાઈ ગઈ !

પાઈપની આ તસવીર તો વાયરલ થવાની જ હતી. આખરે કોણ આવા વિચારો લગાવી શકે છે. તૂટી ગયેલા બુટને પણ વાપરી લેવાની આવડત ખરેખર તો એક ભારતીયમાં જોઈ શકે !
સામાન્ય રીતે સિન્ટેક્સની ટાંકીઓ નો ઉપયોગ માત્ર પાણી ભરવા થતો હોય છે, આના સિવાય બીજો કોઈ ઉપયોગ થઈ શકે છે ખરા ? હા, થઈ શકે છે ! જે તમે નીચે આપેલા ફોટામાં જોઈ શકો છો. પાણીની ટાંકીને એક બાજુથી દરવાજાની જેમ તોડી નાખવામાં આવી છે અને તેનું તળિયુ પણ તોડી નાખવામાં આવ્યું છે અને પછી…. છે ને બાકી મસ્ત જુગાડ !
આજકાલ ફોનનો વપરાશ ખૂબ વધી ગયો છે. જેને લીધે તેની બેટરી પણ જલદી ઊતરી જતી હોય છે. પરંતુ નવા આવતા સ્માર્ટફોનમાં મોબાઈલના ચાર્જિંગનો કેબલ ખૂબ ટૂંકો થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં શું કરવું તેનો ઉપાય નીચે આપેલા ફોટામાં તમે જોઈ શકશો. કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર ઘરમાં જ મળી આવતા બૂટનો કસીને ઉપયોગ કરી લેવાનો.
નાની-મોટી ખરાબીઓને ભારતીયોને કોઈ ચિંતા હોતી નથી. આવી ખરાબીઓના તાત્કાલિક સોલ્યુશન તેમની પાસે હોય જ છે અને તેમના આ સોલ્યુશનને લીધે તેમનું કામ કોઈ સંજોગોમાં અટકતું નથી. વોશિંગ મશીનનો આ ફોટો તે વાતની સાબિતી આપે છે.
શાવર લેવાની ઈચ્છા છે પરંતુ ઘરમાં સારુ તૂટી ગયો હોય તો ?તો એની પણ ભારતીયોને કોઈ ચિંતા નથી. સાદી બાલ્ટી તો ઘરે હોય જ. તેમાં નીચેના કાણા પાડી દેવાના. બસ, પછી સીધું પાઈપ લાઈન સાથે લગાવી દેવાની અને ઠંડા પાણીની મોજ લેવાની.
કોઈ વસ્તુ તૂટી ગઈ હોય અથવા તો ખરાબ થઈ ગઈ હોય તો તેને ફેકી શું કામ દેવી ! જો થોડું ઘણું મગજ દોડાવીને તેનો પણ જુગાડ થઈ જતો હોય…. નીચે આપેલી તૂટેલી ઘડીયાલનો ફોટો જુઓ… છે ને બાકી યુનિક ઘડિયાળ !
તો મિત્રો ‘જ્ઞાન સાથે ગમત’ પર મૂકાયેલી પોસ્ટ ગમી હોય તો તમારા બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહી.