બળવાન રાવણ માત્ર રામ સામે જ નહીં પરંતુ આ ચાર લોકો સામે પણ હારી ચૂક્યો હતો…

સમગ્ર દેશમાં રામની સામે રાવણની હાર એટલે કે અસત્ય સામે સત્યની જીતના ઉત્સવ નિમિત્તે દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા સળગાવવામાં આવે છે. દશેરાના તહેવાર વિશે આમ તો તમામ લોકો બાળપણથી જ જાણતા હોય છે, કે આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને સમાજમાં એ સંદેશો પાઠવ્યો હતો કે બુરાઈ ગમે તેટલી મોટી કેમ ન હોય પરંતુ સત્ય સામે તેની લંબાઈ ટૂંકી પડે છે.

જો કે રાવણને હરાવનારા ભગવાન શ્રીરામ એકલા ન હતા. તેમનો વધ કરતા પહેલા અન્ય ચાર સામે પણ રાવણ હારી ચૂક્યો હતો. આજે અમે તમને આ પોસ્ટ મારફતે જણાવીશું કે એ કયા ચાર લોકો હતા જેણે રાવણને હારનો સ્વાદ ચખાડ્યો હતો.

બાલિએ રાવણને કાંખમાં દબાવી દીધો :

રામાયણ સાંભળતી વખતે તમે ‘બાલી’ નામનો ઉલ્લેખ જરૂર સાંભળ્યો હશે. બાલિ અને સુગ્રીવ બંને ભાઈઓ હતા અને બાલિએ સુગ્રીવની પત્નીનું અપહરણ કરી લીધું હતું. આ સમયે બાલિને ખતમ કરવા માટે સુગ્રીવે શ્રીરામ ભગવાન પાસે મદદ માગી હતી અને રામે બાલિને ખતમ કર્યો હતો.

બાલિને ખતમ કરવો એટલો સરળ ન હતો, તે ખૂબ જ શક્તિશાળી હતો. એક વખત રાવણ જ્યારે બાલિ સાથે યુદ્ધ કરવા પહોંચ્યો, ત્યારે બાલિ પૂજા કરી રહ્યો હતો. રાવણના યુદ્ધની વાત સાંભળીને તેનું ધ્યાન ગેરમાર્ગે દોરાઈ ગયું. બાલિ દરરોજ સમુદ્રની ચાર પરિક્રમા કરીને સૂર્યને જળ અર્પિત કરતો હતો.

રાવણને લીધે ગુસ્સે થઈને બાલિએ રાવણને પોતાની કાંખમાં દબાવી દીધો અને સમુદ્રની પરિક્રમા પૂરી કરી. રાવણે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ તે બાલિની પકડમાંથી ખુદને છોડાવી શક્યો નહીં. જો કે બાદમાં રાવણ અને બાલિની મિત્રતા થઈ ગઈ હતી.

સહસ્ત્રબાહુ અર્જુન સામે હાર્યો રાવણ :

રાવણને પોતાના ઉપર ખૂબ ઘમંડ હતો કે તેને કોઈ પરાસ્ત કરી કરી ન શકે. રાવણ પોતાની સેના લઈને સહસ્ત્રબાહુ અર્જુન સાથે યુદ્ધ કરવા પહોંચ્યો. અર્જુનના 1000 હાથ હતા અને અર્જુને પોતાના હજારો હાથની મદદથી નર્મદા નદીના પ્રવાહને રોકી દીધો અને થોડી વાર પછી આ પાણી છોડી દીધું. રાવણની પૂરી સેના નર્મદાના પ્રવાહમાં વહી ગઈ.

જે પછી રાવણે બીજી વખત યુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સહસ્ત્રબાહુએ તેને બંદી બનાવીને જેલમાં નાખી દીધો. જ્યારે રાવણના દાદાને આ વાતની ખબર પડી તો તેણે રાવણને મુક્ત કરાવ્યો હતો.

રાજા બલિના મહેલમાં રાવણની હાર :

પાતાળ લોકના રાજા દૈત્યરાજ બલિ હતા. રાવણ તેની સાથે યુદ્ધ કરવા માગતો હતો. રાવણ યુદ્ધ કરવા માટે પાતાળ લોકના તેના મહેલમાં ગયો. જ્યારે રાવણ યુદ્ધ કરવા માટે આગળ આવ્યો તો બલિના મહેલમાં રમી રહેલા બાળકોએ રાવણને પકડીને બાંધી દીધો. રાવણ ઘણી મુશ્કેલીથી ખુદને બચાવી શક્યો હતો.

શિવજી સામે મળી હાર :

રાવણ શિવજીનો પરમ ભક્ત હતો. પરંતુ આ પહેલા રાવણ, શિવજી સામે પણ યુદ્ધ કરવા માટે ગયો હતો. ધ્યાનમાં લીન શિવજીને તેણે યુદ્ધ કરવા માટે પડકાર ફેંક્યો હતો. રાવણ કૈલાશ પર્વત ઉપાડીને ભાગવા લાગ્યો, તો શિવજીએ પગના અંગુઠા માત્રથી જ કૈલાશનો ભાર વધારી દીધો અને રાવણની હાલત ખરાબ થવા લાગી. જે પછી રાવણ, શિવજીનો પરમ ભક્ત બની ગયો અને તેને અનેક જ્ઞાનની પ્રાપ્તિ થઈ.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ ગમી હોય તો તમારા અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

error: Content is protected !!