રાવણનું મૃત શરીર આજે પણ દફન છે આ પહાડની નીચે… વાંચો સંશોધન દરમિયાન શું ચોંકાવનારી બાબતો આવી સામે

ભગવાન રામે જે દિવસે રાવણનો વધ કર્યો અને માતા સીતાને મુક્ત કરાવ્યા તે દિવસને આજે પણ આપણે દશેરાના નામથી ઉજવીએ છીએ. રામાયણ અનેક એવી રોચક વાર્તાઓ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. રાવણનું રાજ્ય તે સમયે લંકામાં હતું. જે આજે શ્રીલંકાના નામથી ઓળખાય છે. આજે પણ રાવણ સાથે સંકળાયેલા અનેક તથ્યો શ્રીલંકામાં મોજુદ છે જેના ઉપર સંશોધન કાર્ય ચાલુ છે.

આ શોધ સમગ્ર દુનિયાને ચોંકાવી દેશે :

રાવણના વધ સાથે જોડાયેલી અનેક પ્રાચીન અને રહસ્યમય વાર્તાઓ છે, જેના વિશે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. ગત દશેરાના દિવસે રાવણ વિશે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. આ રિપોર્ટ તમારી સાથે સમગ્ર દુનિયાને પણ હેરાન પરેશાન કરી દેશે. આજે પણ રાવણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, પરંતુ મૃત અવસ્થામાં ! જી, હા રાવણનું મૃત શરીર આજે પણ શ્રીલંકામાં મોજુદ છે.

શોધકર્તાઓએ તે જગ્યાને શોધી કાઢી જ્યાં હતી સોનાની લંકા :

રાવણ વિશે એવું કહેવામાં આવે છે કે તે એટલો તાકાતવાર હતો કે તેનો વધ કરવા માટે ખુદ ભગવાનને મનુષ્યનો અવતાર લેવો પડ્યો હતો. તેનો વધ કરીને ભગવાને સમગ્ર દેશને સંદેશો પાઠવ્યો કે દરેક પરિસ્થિતિમાં હંમેશા સત્યની જ જીત થાય છે. હાલમાં શોધકર્તાઓએ આ જગ્યા શોધી કાઢી છે જ્યાં રાવણની સોનાની લંકા હતી અને જ્યાં રાવણના મૃત શરીરને રાખવામાં આવ્યું હતું. આ શોધ દરમિયાન એ વાત સામે આવી કે રાવણનું મૃત શરીર એક ગુફામાં રાખવામાં આવ્યું છે.

ભારત પણ કરી રહ્યું છે શ્રીલંકાની મદદ :

આ ગુફા શ્રીલંકાના રૈગલા જંગલોની વચ્ચે આવેલી છે. શ્રીલંકાના આંતરરાષ્ટ્રિય રામાયણ શોધ સંસ્થાન અને ત્યાંના પર્યટન મંત્રાલયે એવી 50 જગ્યાઓ શોધી કાઢી છે જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીલંકા સરકાર આ તમામ જગ્યાઓને શોધી અને તેમના ઉપર રિસર્ચ કરીને તેની ઐતિહાસિકતા સિદ્ધ કર્યા પછી તેમને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવાની યોજના બનાવી રહી છે. આ યોજનામાં ભારત પણ શ્રીલંકાની મદદ કરી રહ્યું છે.

રાવણના મૃત્યુ શરીરનું શું થયું ? તેના વિશે કોઈ નથી જાણતું :

તમામ લોકોને એ તો ખબર જ હશે. જ્યારે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. બાદમાં તેના મૃત શરીરનો કબજો વિભીષણને સોંપ્યો હતો. પરંતુ રાવણના મૃત્યુ પછી તેના શરીર સાથે શું કરવામાં આવ્યું? તેના વિશે કોઈને જાણ નથી. રામાયણમાં એવું કહેવામાં આવે છે કે રાવણના મૃત્યુ પછી વિભીષણ લંકાનો રાજા બન્યો અને પોતાના તમામ પરિવારજનોનો અંતિમ સંસ્કાર કરી દીધો. પરંતુ શોધ કોઈ બીજી વાર્તા તરફ ઇશારો કરી રહ્યી છે.

રાવણે આ જ ગુફામાં કરી હતી તપસ્યા :

જ્યારે રાવણનું મૃત શરીર વિભીષણને સોંપી દેવામાં આવ્યું, તો તેણે અંતિમ સંસ્કાર કર્યા કે નહીં ? તે આજે પણ એક રહસ્ય છે. જેના વિશે કોઈને જાણકારી નથી. પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે શ્રીલંકામાં રાવણની એક ગુફા મળી છે. જેમાં તેણે તપસ્યા કરી હતી. આ ગુફામાં આજે પણ રાવણના મૃત શરીરને રાખવામાં આવ્યું છે. રૈગલાના જંગલોમાં આ ગુફા આઠ હજાર ફૂટની ઊંચાઈ ઉપર આવેલી છે. આ પહેલા પણ હનુમાનજીના પગના નિશાન મળ્યા હોવાની વાત સામે આવી ચૂકી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!