રોજ રાત્રે સુતા પહેલા ગોળ અને ગરમ પાણી પીવાથી આ બીમારી જડમૂળમાંથી થઈ જશે ગાયબ
રોજ રાત્રે ગોળ અને ગરમ પાણી પીવાથી આ બીમારી જડમૂળમાંથી ગાયબ થઈ જશે:
આજ દરેક માણસ જાત-જાતની બીમારીઓથી ઘેરાય ચુક્યો છે. આ બીમારીના ઈલાજ માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય છે. પણ, જો સમયસર ધ્યાન આપવામાં આવે તો આયુર્વેદ દ્વારા મોટા ભાગની બીમારીઓને થતા પહેલા જ અટકાવી શકાય. આયુર્વેદમાં લગભગ દરેક બીમારીનો ઈલાજ દર્શાવવામાં આવ્યો છે. એટલે, આજે અમે તમને ગોળ ખાવાના ફાયદા બતાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ગોળ સ્વાદિષ્ટ તો છે જ સાથો-સાથ તંદુરસ્તીનો ખજાનો પણ છે. અને વળી, જો ગોળ સાથે ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો તો એના સ્વાસ્થ્ય લાભ ડબલ થઈ જાય છે.
ગોળની ખાસિયત :

પેટ સંબંધિત બીમારીઓ દૂર થશે :
જો તમે લાંબા સમયથી કબજિયાત, એસીડીટી અને ગેસની સમસ્યાઓથી પરેશાન થઈ ગયા હોવ તો તમારે ગરમ પાણીમાં ગોળ મિક્ષ કરી એનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટની કબજિયાત અને એસીડીટી જડમૂળમાંથી દૂર થાય છે. સાથે જ પાચનતંત્ર મજબૂત બને છે.
લોહીનું શુદ્ધીકરણ થાય છે:
ગરમ પાણીમાં ગોળ ભેળવીને પીવાથી શરીરના ઝેરી તત્વ દુર થાય છે. ગોળનાં સેવનથી શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધે છે, લોહી શુદ્ધ થાય છે. ઉપરાંત શરીરની માસ પેશીઓ મજબુત થાય છે. ચામડીને લગતા નાના-મોટા રોગ દુર થાય છે. તથા તમે એકદમ સ્વસ્થ રહેશો અને ક્યારેય બીમાર નહી પડો.
શરદી-ઉધરસ મટી જશે:
ગોળની તાસીર ગરમ હોવાથી એ શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે. એ માટે દૂધ કે ચામાં ગોળનો ઉપયોગ કરી શકાય. તમે એનો કાઢો બનાવીને પણ પી શકો.
એનીમિયાનાં રોગમાં રાહત :
શરીરમાં આયર્નની ઊણપ હોય તો ગોળ તમને ઘણી મદદ કરી શકે છે. ગોળ આયર્નનો એક સારો અને સુલભ સ્ત્રોત છે. એનીમિયાના રોગીઓ માટે પણ ગોળ લાભકારક છે. જો તમને બહુ થાક કે કમજોરી લાગતી હોય તો ગોળ ખાવાથી શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે અને થાક લાગતો નથી. સાથે જ ગોળ ખાવાથી ભૂખ ઊઘડે છે.
સાંધાનો દુઃખાવો દૂર થાય છે:
ઘણાં લોકો સાંધાનાં દર્દથી પીડાતા હોય છે. આ બીમારીથી બચવા માટે ગોળ અને ગરમ પાણીનુ સેવન કરવું જોઈએ. આ સાથે જો રોજ રાત્રે ગોળ અને ગરમ પાણીનું સેવન કરવામાં આવે તો વજન કંટ્રોલમાં રહે છે. ગોળમાં એવી શક્તિ છે કે જે શરીરની ચરબીને ઓછી કરે છે.
તેથી જ ગોળ અને ગરમ પાણીનું સેવન એ કોઈ વરદાન થી ઓછુ નથી. એનાથી ઘણા રોગનો નાશ થશે અને તમને તંદુરસ્તી પ્રાપ્ત થશે.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ સ્વાસ્થ્યવર્ધક આર્ટિકલ પસંદ આવ્યો હોય તો કમેન્ટ અને શેર કરો.