SBI કરવા જઇ રહ્યું છે મેગા ઇ ઓક્શન, આ રીતે સસ્તું અને સારું ઘર ખરીદી શકાશે
શું તમે પણ સસ્તું અને સારું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો અમે લઈને આવ્યા છીએ તમારા માટે ખુશખબર જી હા, ભારતની વિશાળ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લઈને આવી રહી છે તમારા માટે ખાસ ઓફર જેથી તમે ખરીદી શકશો સસ્તું અને સારું ઘર. SBIએ ટ્વીટ દ્રારા બધાને એક મોટી ખબર આપી છે તેમાં તેને અમુક પ્રોપર્ટીની હરાજી વિષે જણાવ્યું છે તે લગભગ 1000 જેટલી પ્રોપર્ટીની હરાજી કરવા જાઈ રહ્યું છે.

એક માહિતી મુજબ જાણવા મળ્યું છે કે એસબીઆઈ બેંકના ડિફોલ્ટરની પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહ્યું છે એટલે કે સમયસર બેંકની લોન ચૂકવી ન સકેલા લોકોના ઘરની હરાજી થવા જઈ રહી છે. જે રકમ પ્રાપ્ત થાય તેમાંથી એસબીઆઈ પોતાની બાકી રહેલ રકમ મેળવશે. જે રકમ લોન દ્રારા લોકો નથી ભરી શક્યા તે રકમ આવી રીતે પ્રાપ્ત કરશે.
જો તમે પણ વિચારી રહ્યા છો કે તમારે પણ એપાર્ટમેન્ટ અથવા કોમર્સિયલ પ્રોપર્ટી ખરીદવી છે તો તમારા માટે આ તક વધુ ઉત્તમ છે તમે આ તકનો સમયસર લાભ લઈને પ્રોપર્ટી સસ્તા ભાવે ખરીદી શકો છો. તો ચાલો જાણીએ આખી પ્રોસેસ કેવી રીતે કરશું તેના માટે અરજી…
આ તકનો લાભ લેવા માટે સૌથી પહેલા તો તમારે ઓક્શનમાં રહેલ પ્રોપર્ટી અર્નેસ્ટ મની ડીપોઝીટ EMD જમા કરાવવી પડશે અને સંબંધિત એસબીઆઈ બેંક બ્રાંચમાં કેવાયસી ડોક્યુમેન્ટ આપવા ફરજીયાત છે. આટલું પુરતું નથી હજી વધુમાં તમારે તમારી ડીજીટલ સહી પણ હોવી જરૂરી છે.
અને વધુમાં લોગીન આઈડી અને પાસવર્ડની પણ જરૂર પડશે જ, અને હવે પ્રોપર્ટી ખરીદવા માટે ઈચ્છા ધરાવતા દરેક વ્યક્તિ એસબીઆઈની બેવસાઈટમાં બોલી લગાવી શકો છો. અને એ એકશનમાં ભાગ લઇ શકો છો. મિત્રો જો તમે ખરેખર તમારી ખુદની પ્રોપર્ટી ખરીદવા માંગતા હોઈ અને એ પણ સસ્તા ભાવે તો તમારે આ તકનો લાભ સમયસર લેવો જોઈએ. આ હરાજી 27 ફેબ્રુઆરીએ થવાની છે એવું જાણવા મળેલ છે…
અહી ક્લિક કરવાથી ઓકશન (હરરાજી) ની વેબસાઈટ ખુલશે.
મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’માંથી આપવામાં આવેલ માહિતી સારી લાગે અથવા કામ લાગે તો આગળ વધુમાં વધુ શેર કરજો…