મહાભારતમાં શ્રીકૃષ્ણે ઉલ્લેખ કરેલી આ પાંચ ચીજવસ્તુઓ ઘરમાં લાવે છે સુખ-સમૃદ્ધિ…..

સુખ-સમૃદ્ધિ મેળવવા દરેક વ્યક્તિની જિંદગીનું લક્ષ્ય હોય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ હાંસલ કરવા માટે લોકો દ્વારા અનેક વ્રત અને પુણ્યના કાર્ય પણ કરવામાં આવે છે, તો બીજી બાજુ આપણા શાસ્ત્રોમાં પણ સુખ સમૃદ્ધિ મેળવવા માટે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાભારતમાં પણ જિંદગીમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે અનેક બાબતો કહેવામાં આવી છે.

મહાભારતના એક પ્રસંગમાં શ્રીકૃષ્ણએ જણાવ્યું છે કે કઇ રીતે માત્ર આ પાંચ પવિત્ર ચીજ વસ્તુઓ ઘરમાં રાખવાથી કોઈ પણ વ્યક્તિ ભગવાનને ખુશ કરીને પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવી શકે છે. શ્રીકૃષ્ણ દ્વારા આ 5 વસ્તુઓનો ઉલ્લેખ યુધિષ્ઠિર સાથે કરવામાં આવ્યો હતો અને આ પાંચ ચીજવસ્તુઓ કઈ છે તે આ પોસ્ટમાં વિગતો આપવામાં આવી છે.

ચંદન :

ચંદનનો ઉપયોગ તિલક કરવા માટે કરવામાં આવે છે અને ચંદન સુગંધીદાર હોવાથી હોવાની સાથે પવિત્ર પણ છે. માનવામાં આવે છે કે માથા પર ચંદન લગાવવાથી શરીરને માત્ર સકારાત્મક ઉર્જા થાય છે. આ માટે ભગવાન શિવના તિલક માટે પણ માત્ર ચંદનનો ઉપયોગ જ કરવામાં આવે છે.

શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે કે પૂજા ઘરમાં ચંદન રાખવો શુભ માનવામાં આવે છે અને તેનાથી દરરોજ ભગવાન ઉપર અભિષેક કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.

પાણીનો કળશ :

અનેક લોકો દ્વારા રોજ સવારે પૂજા કરવા માટે સૌથી પહેલાં મંદિરમાં પાણીથી ભરેલો કળશ રાખવામાં આવે છે અને રોજ આ કળશનું પાણી બદલવામાં આવે છે. શ્રીકૃષ્ણ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પૂજા ઘરમાં હંમેશા પાણી રાખવું જોઇએ અને સાથે જ જ્યારે કોઈ વ્યક્તિ ઘરે આવે તો તેમને પાણી આપવું જોઈએ.

વાસ્તવમાં લોકોને પાણી પીવડાવવાથી અનેક દોષો દુર કરી શકાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આગમન થાય છે. જ્યારે તમે મંદિરમાં પાણીનો કળશ રાખો છો તો તેને પૂરો ભરીને રાખવો કારણ કે અડધો ભરેલા પાણીના કળશ શુભ માનવામાં આવતું નથી.

વીણા :

વીણા માતા સરસ્વતી સાથે સંકળાયેલી છે અને તેની ધૂન ઘણી મીઠી હોય છે. શ્રી કૃષ્ણ અનુસાર, ઘરમાં વીણા રાખવાથી ઘરના લોકો ઉપર માતા સરસ્વતીની કૃપા બની રહે છે અને માતા સરસ્વતીની કૃપાથી ઘરના દરેક સભ્યોમાં કયારેય જ્ઞાનની કમી આવતી નથી.

ઘી :

કોઈ પણ પ્રકારના હવનમાં દેશી ઘીનો ઉપયોગ જરૂરથી કરવામાં આવે છે અને એટલું જ નહીં ઘીનો ઉપયોગ ભગવાન ઉપર જળાભિષેક દરમિયાન પણ કરવામાં આવે છે. કારણ કે દેશી ઘીને અતિ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ઘરમાં રોજ ઘીનો દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે. આથી પૂજા ઘરમાં દેશી ઘી રાખવું અતિ આવશ્યક છે.

મધ :

ભગવાનને જલાભિષેક દરમિયાન મધનો ઉપયોગ પણ કરવામાં આવી છે. આ સાથે જ ભગવાનની પૂજા કરતી વખતે અનેક લોકો મીઠાઈના રૂપમાં પણ સૌથી પહેલા મધ અર્પિત કરે છે. તેથી મધ પણ એક એવી વસ્તુ છે જે પૂજા ઘરમાં રાખવી જરૂરી છે. આ વાત શ્રીકૃષ્ણ દ્વારા મહાભારતમાં પણ કહેવામાં આવી છે.

ઉપર આપવામાં આવેલી ચીજવસ્તુઓ સાથે પૂજા ઘરમાં લાલ રંગનો દોરો, ગંગાજળ અને તાજા ફૂલ રાખવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે અને ઘરમાં પોતાની કૃપા બનાવી રાખે છે. આથી તમે પણ આપના ઘરમાં ઉપરોક્ત વસ્તુઓ રાખી સુખ સમૃદ્ધિને નિમંત્રણ આપી શકો છો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ ગમી હોય તો આપના અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

error: Content is protected !!