ભારતની સુંદર જગ્યાઓ જ્યાં માત્ર ત્રણ-ચાર હજાર રૂપિયામાં પણ તમે વિતાવી શકો છો અઠવાડિયાનું વેકેશન…

મોટા ભાગના લોકોને હરવા ફરવાનો શોખ તો હોય જ છે. પરંતુ ઘણી વખત આ શોખ પુરા કરવામાં તેમનું ઓછું બજેટ નડતું હોય છે. જેના લીધે તેઓ હરવા-ફરવાની તમન્નાને મનમાં જ મારી નાખતા હોય છે. જો તમે પણ ઓછા બજેટમાં સુંદર જગ્યાએ ફરવા માંગતા હોય તો આજે આ પોસ્ટમાં અમે તમને એવું જ લિસ્ટ આપવાના છીએ. આ તમામ જગ્યાએ તમે માત્ર ત્રણથી ચાર હજાર રૂપિયામાં જ એક આખું અઠવાડિયું ફરી ફરી શકો છો.
ઋષિકેશ-હરિદ્વાર :
જો તમે તીર્થયાત્રા અને એડવેન્ચર કરવા માંગતા હોય તો ઋષિકેશ અને હરિદ્વાર તમારા માટે બેસ્ટ પ્લેસ છે. અહીં તમને એડવેન્ચર ની સાથે તીર્થયાત્રા નો લાભ પણ મળી રહેશે. તમે અહીં આખું અઠવાડિયું આરામથી પસાર કરી શકો છો. રહેવું અને ખાવા-પીવાનો કુલ ખર્ચ 3000થી પણ ઓછો થશે. અહીં તમને 500 રૂપિયામાં એક આરામદાયક રૂમ મળી રહેશે. અહીં ખાવા-પીવાનું પણ એકદમ સસ્તું હોય છે. માત્ર 100 રૂપિયામાં સવારની ચાથી લઇને રાતનું ભોજન આરામથી આવી જશે.
શિમલા-કુફરી :
વીકેન્ડ માટે શિમલા-કુફરી એક શાનદાર જગ્યા છે. અહીં બે દિવસ અને બે રાતનું પેકેજ લઈ શકાય છે. આ ટૂર પેકેજ ત્રણથી ચાર રૂપિયાની અંદર આવી જતું હોય છે. જો તમારે લક્ઝરી હોટલ નથી જોઈતી તો આ ખર્ચો તેનાથી પણ ઓછો થઈ શકે છે. 1હજારથી 1500 રૂપિયામાં એક સારી હોટલમાં તમને આરામદાયક રૂમ મળી શકે છે.
કસૌલ :
ચંદીગઢ-મનાલી વચ્ચે આવેલું એક હિલ સ્ટેશન એટલે કસૌલ. અહીંની હોટલ ભાડું ઘણું ઓછું હોય છે. જો પીક સિઝન ચાલી રહી હોય તો પણ અહીંની હોટેલનું ભાડું 800 રૂપિયાથી વધારે હોતું નથી. તમે 800 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીમાં સારામાં સારી હોટલમાં રુમ રાખી શકો છો. કસૌલમાં ખાવા-પીવાની વસ્તુઓ પણ ઘણી સસ્તી ઉપલબ્ધ હોય છે.
નૈનિતાલ :
ઉત્તરાખંડની એક સુંદર અને તમારા બજેટની ડેસ્ટિનેશન ટુર એટલે નૈનીતાલ. ચોમાસાના અમુક મહિનાને બાદ કરતા ગમે તે મહિનામાં અહીં વેકેશનનું આયોજન કરી શકાય છે. નૈનીતાલની આસપાસ અનેક નાના મોટા વીઝીટીંગ પોઈન્ટ આવેલા છે. નૈનીતાલ તેનું કેન્દ્ર છે. અહીં હોટેલ અને ગેસ્ટ હાઉસ સરળતાથી ઉપલબ્ધ બને છે. નૈનિતાલની આસપાસ ફરવાના એટલે બધા સ્થળો છે કે ત્રણ દિવસ અને ત્રણ રાતનું મીની વેકેશન તમે સળતાથી પ્લાન કરી શકો છો.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.