WhatsApp પોતાના યુઝર્સને આપશે 1.8 કરોડ રૂપિયા, તમારું નામ આ લિસ્ટમાં છે કે નહી? જાણવા ક્લિક કરો…
આજની તારીખમાં લગભગ દરેક વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરે છે. ચેટિંગ મામલે વિશ્વમાં સૌથી પહેલી પસંદગી whats appની જ હોય છે. દિવસ રાત લોકો વોટ્સએપ પર વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ જો અમે તમને કહીએ કે વોટ્સએપથી હવે તમે કરોડપતિ બની શકો છે તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. પરંતુ આ વાત બિલકુલ સાચી છે. વોટ્સ એપ પર એવું ફીચર આવ્યું છે જેને લીધે અમુક લોકોને આ ઓફર આપવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ આ પોસ્ટમાં કે આ ઓફર છે કઈ ?
Whats appની કંપની એ નાના વેપારીઓને લલચાવવા માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા ગ્રાન્ડ ચેલેન્જની જાહેરાત કરી છે, જેના માધ્યમથી વેપારીઓને મોટો ફાયદો થશે. વાસ્તવમાં વોટ્સ એપની કંપની ભારત સરકારના સ્ટાર્ટ અપ ઈન્ડિયા સાથે કરાર કર્યો છે, જેને લીધે હવે નાના વેપારીઓને ફન્ડિંગ માટે અહીં તહીં ભટકવું નહીં પડે. જો કે આ ઓફર માટે વોટ્સએપની કંપનીએ અમુક નિયમો બનાવ્યા છે, તો આપના માટે આ નિયમો જાણવા ખૂબ જરૂરી બને છે.
કોણ કરી શકે છે અપ્લાય ? :

આ બિઝનેસમેનને મળી શકે છે ફાયદો :
કંપનીએ વિડિયો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ સ્ટાર્ટ અપ આઇડિયા ચેલેન્જમાં AI, AR VR (ઓગમેન્ટેડ + વર્ચ્યુઅલ રિયાલિટી), એનાલિટિક્સ, માર્કેટિંગથી ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા બિઝનેસમેનને ફાયદો મળી શકે છે. એવામાં જો તમે ઉપરોક્ત બિઝનેસ કરતા હોય અથવા તો કરવા માંગતા હોય તો તમારા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે, તેથી તમે આ માટે એપ્લાય કરી શકો છો. કંપની તરફથી પાંચ લોકોને ફંડ આપવામાં આવશે.
ભારતમાં છે વોટ્સએપના 20 કરોડ યુઝર્સ :
તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં વોટ્સ એપ સૌથી વધુ લોકપ્રિય મેસેન્જર એપ છે. એવામાં સમગ્ર દુનિયામાં વોટ્સ એપના અંદાજે 1.3 અરબ યુઝર્સ છે. જેમાંથી ૨૦ કરોડ યુઝર્સ ભારતના છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં ૫૦ લાખ લોકો વોટ્સએપને બિઝનેસમેન સાથે કનેક્ટ કરી ચૂક્યા છે. જે પોતાનામાં જ એક મોટો આંકડો બતાવે છે.
વોટ્સ એપ સાથે બિઝનેસ કરવા માટે તમારે 10 માર્ચ પહેલા અપ્લાય કરવું પડશે અને એના માટે તમારી પાસે એક નવો વિચાર હોવો જોઈએ. જેથી કરીને તમે તેનો લાભ ઉઠાવી શકો. તમારો વિચાર એવો હોવો જોઈએ, જેથી ભારતની કોઈ સમસ્યાનું સમાધાન થઇ શકે.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ તમને ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.