16 વર્ષની બહેને તેના દિવ્યાંગ ભાઈ માટે બનાવી અલગ જ વ્હીલચેર સાઈકલ…કેટલી સલામ આ બહેનને

મિત્રો તમે સાંભળ્યું જ હશે કે જરૂરિયાત જ નવી ચીજ વસ્તુને જન્મ આપે છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં આવી જ કાઈક વસ્તુ ચર્ચામાં આવી છે મિત્રો તમને જણાવી કે બારામતીમાં 16 વર્ષની દીકરી જેનું નામ મયુરી પોપટ યાદવ છે તેને પણ આવી જ કૈક અલગ વસ્તુનો આવિષ્કાર કર્યો છે આજે ભારતભરમાં ખુબ ચર્ચા થઇ રહી છે.

માત્ર ધોરણ દસમાં ભણતી મયુરીએ તેના ૧૩ વર્ષના દિવ્યાંગ ભાઈ માટે એવી સાઈકલ તૈયાર કરી છે તેની મદદથી તેનો નાનો ભાઈ નિખિલ દરરોજ સ્કુલે જઈ સકે છે, પહેલા પરિસ્થિતિ એવી હતી કે જયારે તેના પપ્પા ઘરે ના હોઈ ત્યારે તે સ્કુલે જઈ ન સકતો કેમ કે, તેના પાપા સિવાય ઘરમાં કોઈ એવું હતું નહિ કે તેને સ્કુલે મુકવા જઈ સકે. અને આ પરિસ્થિતિ જોઇને તેની બહેન મયુરી એ દિવ્યાંગ ભાઈ નિખિલ માટે કાંઈક અલગ જ સાઈકલની શોધ કરી.

 

મિત્રો તમને બતાવી દઈએ કે મયુરીએ પોતાના ભાઈની સાઈકલ તેની સાઈકલ સાથે જોડી દીધી છે જેથી તે પોતે જ તેના દિવ્યાંગ ભાઈને ઘરેથી સ્કુલે મુકવા માટે જઈ સકે.

મયુરી જણાવે છે કે હવે તેનો ભાઈ મોટો થઇ રહ્યો છે તેથી વજન પણ વધે એટલે તેના પાપને ઉઠાવવામાં તકલીફ પડી રહી છે. મુખ્ય સમસ્યા એ હતી કે જે દિવસે તેના પાપા ઘરે ના હોઈ તે દિવસે તે સ્કુલે પણ ન જઈ સકતો. તેથી મોટી બહેન તરીકે મયુરીને નાના ભાઈ વિશે વિચાર આવ્યો કે જો ભાઈ મારી સાથે જ સ્કુલે આવે તો વધુ સારું રહેશે તેને આ બાબત પર વધુ વિચાર કર્યો અને સ્કુલના શિક્ષકો તથા પ્રિન્સીપાલ સાથે વાત કરી અને આ વાત પર તે પણ ખુબ ખુસ થયા અને મયુરીના વખાણ કર્યા.

મયુરીએ તેની સ્કુલના વિજ્ઞાનના મુખ્ય સર સાથે આ બાબતે વાત કરી તેમજ સ્કૂલની ટેકનીક ટીમ સાથે ચર્ચા કરીને તેનો આ વિચાર સફળ કર્યો. તેમની સ્કુલના સરે તેમને મદદ કરી અને સાઈકલને વિલચેર સાથે વેલ્ડીંગ દ્રારા જોડી દીધી અને વ્હીલચેયર ની સુરક્ષાને ધ્યાનમાં લઈને એક બેલ્ટ પણ લગાવવામાં આવ્યો છે.

અને જો હવે વાત કરીએ  દિવ્યાંગ ભાઈની તો તે મોટી  બહેનના આ કાર્યથી ખુબ જ ખુશ છે સાથે જણાવે છે કે દરેક વિકલાંગો માટે આ ઉપાય ઉપયોગી થાય તો વધુ સારું તેથી વિકલાંગો તેમની જરૂરિયાતો અનુભવી સકે.

મિત્રો ‘જ્ઞાન સાથે ગમ્મત’નો આ લેખ સારો લાગે તો આગળ શેર કરવાનું ભૂલતા નઈ…

ધન્યવાદ…!!

 

Leave a Reply

error: Content is protected !!