Mojemoj.com

Best Gujarati Blog

બોલીવડના આ સિતારાઓ કરી ચુક્ય્યા છે, ટીવી સિરિયલોમાં કામ – પાંચમાં વિષે નહિ જ ખબર હોય

એક્ટર બનવાના સપના લઇને રોજ હજારો લોકો મુંબઇમાં આવે છે, અને તેમથી મોટાભગના લોકોનું સપનુંં હોય છે બોલીવુડમાં કામ કરવાનુ. ટીવી ઇન્ડસ્ટ્રિજમાં અને મોડલિંગમાં પણ ઘણા એવા લોકો છે જે બોલીવુડમાં કામ કરવા માંગે છે. જો કે આમથી ઘણા ઓછા લોકોને કામ મળે છે. બોલીવુડમાં એવા ઘણા સિતારાઓ છે તે તેની મહેનત પર સુપરસ્ટાર બન્યા છે. ઘણી એડ ફિલ્મો અને મોડલિંગ કર્યા બાદ તે આ મુકામે પહોંચ્યા છે. આજે આપણે એવા જ સિતારાઓ વીશે વાત કરવા જઇ રહ્યા છિયે..

આયુષ્માન ખુરાના :

આ લિસ્ટમાંં પહેલુ નામ આવે છે આયુષ્માન ખુરાનાનું જે આજે બોલીવુડના એક સફળ એક્ટર્સ માથીં એક છે. સાથે સાથે તે એક સિંગર પણ છે. તેને ફિલ્મ ‘વિક્કી ડોનર’ થી ડેબ્યુ કર્યુ હતુ, અને તે ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. આજે લાખોના દીલ પર રાજ કરનાર આયુષ્માન રોડિજ સિજન સિજનનાં વિનર હતા.

શાહ્રરુખ ખાન :

આજે શાહ્રરુખ ખાનને બોલીવુડના કિંગ ખાન તરિકે ઓળખવામાં આવે છે. જો કે શાહ્રરુખ ખાનના પરિચયની આજે કોઇને જરુર નથી. દુનિયાભરમાં તેને બોલીવુડનો બાદશાહ કે કિંગ ખાનના નામથી ઓળખાય છે. જો કે તેને આટલા વર્ષોમાં એ સાબિત કરી દીધુ કે તે બોલીવુડનાંં અસલી કિંગ છે અને તેની જગ્યા કોઇ લઇ શકે નહિ. જણાવી દ ઇ એ કે બોલીવુડમાં આવ્યા પહેલા શાહ્રરુખ ખાન ‘સર્કસ’ અને ‘ફૌજી’ જેવી સિરિયલોમાં કામ કરી ચુક્યા છે.

ઇરફાન ખાન :

ઇરફાન ખાનનુ નામ બોલીવુડનાં સૌથી શ્રેષ્ઠ એક્ટર્સમાં સામેલ છે. આજે તે જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે તેને કડી મહેનત કરી છે, આજે માત્ર બોલીવુડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં પણ ઇરફાનનું નામ ખુબ જ જાણીતુ છે. ઇરફાને એક્ટિંગથી લાખો લોકોના દિલ જિત્યા છે. જણાવી દ ઇએ કે, ફિલ્મોમાંં આવ્યા પહેલા અરફાન ચાણક્ય, ભારતની યોજના અને ચન્દ્રકાંતા જેવી ધારાવાહિકોમાં કામ કરી ચુક્યા છે.

પ્રાચી દેસાઇ

પ્રાચી દેસાઇએ તેના કરિયરની શરુઆત જીટી વી ન ફેમસ શો ‘કસમ સે’ થી કરી હતી. ટીવી પર કામ કરતા કરતા તેને બોલીવુડમાંથી ઓફર આવવા લગી અને તે ટીવી જગતમાંથી ધીરે ધીરે બોલીવુડમાં આવી અને આજે તે બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. પ્રાચીએ ‘રોક ઓન’, ‘બોલ બચ્ચન’, ‘લાઇફ પાર્ટનર’, વન્સ  અપોન અ ટાઇમ ઇન મુંબઇ’, ‘તેરી મેરી કહાની’, ‘આઇ, મી ઓર મૈ’, પુલિસગિરી’ અને ‘અજહર’  જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. આજે પ્રાચી બોલીવુડમાં એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે જગ્યા બનાવી ચુકી છે.

યામી ગૌતમ

યામી ગૌતમને તો તમે બધા ઓળખતા જ હસો. આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘ વિક્કી ડોનર’ થી બોલીવુડમાં એંટ્રી કરનાર યામી આજે બોલીવુડમાં જગ્યા બનાવી લિધી છે. ત્યાર બાદ તે ‘કાબિલ’, ‘સનમ રે’, ‘બદલાપુર’, ‘બતી ગુલ મીટર ચાલુ’ અને ‘ઉરી’ જેવી ફિલ્મોમાંં જોવા મળી હતી. ફિલ્મ ઉરી પછી તે બોલિવુડની ટોપ એક્ટ્રેસમાં સામેલ થઇ છે. જણાવી દ ઇયે કે યામીએ તેના કરીયરની શરુઆત ‘ચાંદ કે પાર ચલો’ સિરિયલથી કરી હતી. તેને ‘ફેયર એન્ડ લવલી’ ગર્લ ના નામથી પણ ઓળ ખવામાં આવે છે.

આદિત્ય રોય કપૂર :

આદિત્ય રોય કપૂર આજે બોલીવુડના ખુબ જ જાણીતા અભિનેતા છે. તેને ઘણી ઓછે ફિલ્મોમાં કામ કરીને પણ બોલીવુડમાં તેની એક અલગ જ ઓળખાણ ઉભી કરી છે. જો કે આદિત્ય અક્ષય કુમાર અને એશ્વર્યાની ફિલ્મ ‘એક્શન રીપ્લે’ અને ‘લંડન ડ્રીમ્સ’માં પણ નજરે આવ્યા હતા, પરંતુ સાચી ઓળખાણ તેને ‘આશિકી 2’ થી મળી હતી. તમને જણાવી દ ઇયે કે આદિત્યએ તેન કરિયરની શરુઆત ચેનલ વી પર બતૌર વીજે થી કરી હતી.

મિત્રો જો તમને આ આર્ટીકલ સારો લાગે તો શેર કરવાનુ ભુલતા નહિ…

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!