અનુષ્કા સાથે પહેલી ડેટમાં જતા પહેલા એકદમ નર્વસ હતો વિરાટ – પછી અજમાવ્યો આ નુસખો

જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે ત્યારે પોતાના સાથી માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. આ પ્રેમને કારણે જ જીંદગી ખુશખુશાલ રીતે પસાર થાય છે. દોસ્તી જ્યારે પ્રેમમાં બદલાય છે ત્યારે સૌથી મુશ્કેલ છે પહેલી મુલાકાત (પહેલી ડેટ), જેમાં છોકરો હોય કે છોકરી, બંનેની હાલત પહેલેથી જ ખરાબ થઈ જાય છે. કંઈક આવું જ થયું હતું આપણાં સ્ટાઈલ આઈકન અને ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી સાથે. એમણે આ વાતનો ખુલાસો કર્યો કે અનુષ્કા સાથે પહેલી ડેટ પર જતાં પહેલાં તેઓ નર્વસ હતા. તો ચાલો જાણીએ કે, વિરાટની પહેલી ડેટ વખતે ખરેખર શું થયું હતું?

અનુષ્કા સાથે પહેલી ડેટ પર જતાં પહેલાં નર્વસ હતા વિરાટ કોહલી :


કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. એ બંનેનાં નામ ત્યારથી જ જોડાયા હતા જ્યારે તેઓ રિલેશનશિપમાં આવ્યા હતા. આ બંનેની જોડીને લોકોએ પણ ખૂબ પસંદ કરી છે અને હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યું કે, અનુષ્કા શર્મા સાથે એમની પહેલી મુલાકાત કેવી હતી અને શું રિએક્શન હતા એમના?

વિરાટ કોહલીએ અમેરિકન ટેલિવિઝન સ્પોર્ટ્સ ગ્રાહમ બૈનસિંગરને હમણાં એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં એમણે કહ્યું કે, એમની મુલાકાત શેમ્પૂની જાહેરાત દરમિયાન થઈ અને એ વખતે તેઓ બંને અજાણ હતા.

વિરાટને ખ્યાલ હતો કે એમણે એક બોલિવૂડ એક્ટ્રેસ સાથે જાહેરાત કરવાની છે પરંતુ જ્યારે તેઓ સેટ પર પહોંચ્યા અને અનુષ્કાને જોઈ તો હોશ ઉડી ગયા. વિરાટે આગળ જણાવ્યું કે, જ્યારે અનુષ્કા સામે આવી તો એમણે એને એન્ટરટેઇન કરવા માટે એક જોક્સ સંભળાવ્યો, જે અનુષ્કાને પસંદ ન આવ્યો. ત્યારબાદ એમણે સતત ત્રણ દિવસ સુધી સાથે શૂટિંગ કર્યું પછી બંને ખુલીને વાત કરી શક્યા.

ધીરે-ધીરે બંને દોસ્ત બની ગયા અને સેટની બહાર પણ મળવા લાગ્યા. બંનેએ એકસાથે પોતાનું કરિયર પણ બનાવ્યું. લગ્ન વિશે વાત કરતા વિરાટે જણાવ્યું હતું કે, લગ્નની બધી તૈયારી અનુષ્કાએ કરી હતી. એમના લગ્ન એટલા બધા ગુપ્ત હતા કે દોસ્તોને પણ લગ્ન થયા પછી ખબર પડી હતી.

એમના ડ્રાઈવરને પણ ચોખ્ખી ના પાડવામાં આવી હતી કે, લગ્ન વિશે કોઈપણ માહિતી શેર ન કરવી. જોકે ત્યારબાદ અનુષ્કાએ મુંબઈમાં અને વિરાટે દિલ્હીમાં પોતાના લગ્નનું રીસેપ્શન રાખ્યું હતું. હાલમાં તેઓ સુખી લગ્નજીવન જીવી રહ્યા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!