ગયા વર્ષના દેશના દાનવીરોની યાદી – મુકેશ અંબાણીએ એકલાએ અધધ.. આટલું દાન કર્યું છે

એવું માનવામાં આવે છે કે, તમે જેટલી કમાણી કરો છો એમાંથી થોડો ભાગ દાન કરો તો કમાણીમાં બરકત થાય છે. ઘણી રીતે આ વાત સાચી પણ છે, એટલે જ તો મોટા-મોટા બિઝનેસમેન જેટલું કમાય છે એમાંથી કેટલાક ટકા દાન કરી દે છે. હાલમાં જ ભારતના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીનું નામ ફરી એક વખત સૌથી વધુ દાન આપવા માટે સામે આવ્યું છે. જી હાં, મુકેશ અંબાણી સૌથી વધુ દાન કરનાર વ્યક્તિ છે અને એમના ઘણા NGO પણ ચાલે છે. મુકેશ અંબાણીએ એકલા કર્યું છે કરોડો રૂપિયાનું દાન. જો દરેક મોટો માણસ આ રીતે દાન કરે તો લગભગ ભારતમાં ગરીબી દૂર થઈ જાય.

મુકેશ અંબાણીએ એકલા કર્યું છે આટલા કરોડનું દાન :

હુસ્ન રિસર્ચ ઇન્સ્ટિટયૂટએ પરોપકારી લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં દેશના અમીર લોકો સામેલ છે અને દેશના આ અમીરોમાં મુકેશ અંબાણીનું નામ સૌથી ટોચ પર છે. 01 ઓક્ટોબર, 2017 થી 30 સપ્ટેમ્બર 2018 સુધી મુકેશ અંબાણીએ સામાજિક કાર્યોમાં 437 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. બીજા નંબરે મુકેશ અંબાણીના વેવાઈ પીરામલ ગૃપના ચેરમેન અજય પીરામલનું નામ છે. એમણે પણ 200 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. હુસ્ન ઇન્ડિયાની આ લિસ્ટમાં 39 લોકોના નામ સામેલ છે જેમણે કુલ 1560 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. મુકેશ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનનાં માધ્યમથી સામાજિક કાર્યો પર ખર્ચ કરે છે અને આ ફાઉન્ડેશન શિક્ષણ, સમાજ, ગ્રામ્ય વિકાસ અને આરોગ્ય ક્ષેત્રમાં ખૂબ જ મહત્વનાં કામ કરે છે.

મુકેશ અંબાણી દેશનાં જ નહીં પણ એશિયાના સૌથી ધનિક માણસ છે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જાહેર થયેલા બાર્કલેજ હુસ્ન ઇન્ડિયા રિચ લિસ્ટમાં પણ તેઓ ટોચ પર હતા. આ લિસ્ટમાં એમની સંપત્તિ 3.71 લાખ કરોડ રૂપિયા દેખાડવામાં આવી હતી. હવે મુકેશ અંબાણીએ આ વર્ષે પણ પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.

આ રહ્યું સૌથી વધુ દાન કરનારનું લિસ્ટ :

હુસ્નની લિસ્ટમાં એ લોકોનું નામ સામેલ છે જેમણે 01 ઓક્ટોબર 2017 થી 30 સપ્ટેમ્બર 2018 સુધી 10 કરોડ રૂપિયાથી વધુ દાન કર્યું હોય. લિસ્ટ મુજબ શિક્ષણ માટે સૌથી વધુ દાન આપવામાં આવ્યું. આ મામલે આરોગ્ય અને ગ્રામ્ય વિકાસ બીજા અને ત્રીજા સ્થાને છે. હવે જાણો એ 10 લોકોની લિસ્ટ વિશે, કોણે કેટલું દાન કર્યું? ચાલો જોઈએ……


મુકેશ અંબાણી, રિલાયન્સ 437 કરોડ.

અજય પીરામલ, પીરામલ ગૃપ 200 કરોડ.

અઝીમ પ્રેમજી, વિપ્રો 113 કરોડ.

આદિ ગોદરેજ, ગોદરેજ ગૃપ 96 કરોડ.

યુસુફ અલી એમ.એ. લૂલૂ ગૃપ 70 કરોડ.

શિવ નડાર, HCL 56 કરોડ.

સવજી ધોળકિયા, હરિ કૃષ્ણા એક્સપોર્ટ 40 કરોડ.

શપૂરજી પલોન્જી મિસ્ત્રી, શપૂરજી પલોન્જી ગૃપ 36 કરોડ.

સાયરસ મિસ્ત્રી, પૂર્વ ચેરમેન (ટાટા સન્સ) 36 કરોડ.

ગૌતમ અદાણી : અદાણી ગૃપ 30 કરોડ.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!