આ સિતારાઓને કોઈ લગ્ન પ્રસંગે નચાવવા હોયતો આટલો ખર્ચ થાય – રણવીરના ભાવ અધધ.. આટલા
આમ તો દરેક હીરો-હિરોઈન એક ફિલ્મમાં કામ કરવાના કરોડો રૂપિયા વસુલે છે પરંતુ આ ઉપરાંત બીજા માધ્યમથી પણ તેઓ કરોડો રૂપિયા કમાય છે. એડ ફિલ્મ્સ, ઉદ્દઘાટન, લગ્ન પ્રસંગમાં પરફોર્મન્સ અથવા ગેસ્ટ અપિયરેન્સના માધ્યમથી પણ તેઓ તગડી કમાણી કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, સેલિબ્રિટીઝની ફિસ મિનિટના હિસાબે નક્કી થાય છે. આ સિતારાઓને લગ્ન અથવા પ્રાઇવેટ ફંક્શનમાં બોલાવવામાં આવે છે. કેટલાક લગ્ન સમારંભમાં તો એમને પરફોર્મન્સ પણ કરવાનું હોય છે. આ કામ માટે સ્ટાર્સ એક નિશ્ચિત રકમ લે છે. આ બધા કામ માટે અલગ-અલગ રેટ્સ નક્કી હોય છે. એવામાં જો તમે પણ કોઈ બોલિવૂડ સ્ટારને તમારા ઘરે આમંત્રણ આપવા માંગતા હો તો એમની ફિસ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ…તો ચાલો જાણીએ ક્યાં હીરો-હિરોઈન કેટલી ફિસ લે છે..
(1) સલમાન ખાન :

સલમાન ખાન કોઈપણ પાર્ટી અથવા લગ્નમાં નાચવાના 1 થી 2 કરોડ રૂપિયા લે છે.
(2) પ્રિયંકા ચોપડા :
ઈન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડા કોઈના લગ્નમાં નાનકડી પર્ફોર્મન્સ કરવાના પણ લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયા લે છે.
(3) અક્ષય કુમાર :
ખિલાડીયોના ખિલાડી અક્ષય કુમાર લગ્નમાં નાચવા માટે લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
(4) કેટરીના કૈફ :
બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ લગ્નમાં ડાન્સ પરફોર્મન્સ માટે 2.5 કરોડ રૂપિયા લે છે.
(5) દીપિકા પાદુકોણ :
દીપિકા કોઈપણ લગ્ન ફંક્શન કે પાર્ટીમાં જવાના 1 કરોડ રૂપિયા વસુલે છે.
(6) હૃતિક રોશન :
હૃતિક રોશન પ્રાઇવેટ ફંક્શન અટેન્ડ કરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
(7) કરીના કપૂર ખાન :
બોલિવુડની બેગમ કરીના કપૂર ખાન પાર્ટીઝમાં જવા માટે 60 લાખ અને લગ્નમાં જવા માટે 1.5 કરોડ ચાર્જ કરે છે.
(8) શાહરૂખ ખાન :
વાત કરીએ કિંગ ખાનની તો તેઓ પાર્ટી અને લગ્નમાં ડાન્સ કરવા માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે.
(9) સિદ્ધાર્થ મલ્હોત્રા :
સિદ્ધાર્થ મલ્હોત્રા કોઈપણ લગ્નમાં હાજરી આપવા માટે 20 થી 25 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
(10) સુસ્મિતા સેન :
પૂર્વ વિશ્વ સુંદરી અને બોલિવૂડ અભિનેત્રી સુસ્મિતા સેન કોઈપણ લગ્નનો હિસ્સો બનવા માટે 35 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
(11) સૈફ અલી ખાન :
સૈફ લગ્ન માટે 1 કરોડ અને ઉદ્દઘાટન જેવી ઈવેન્ટ માટે 80 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
(12) સની લિયોન :
લગ્નમાં સની લિયોન અડધો કલાક ડાન્સ પરફોર્મન્સ કરવા માટે લગભગ 23 લાખ ચાર્જ કરે છે. જો તમે ઇચ્છો કે સની તમારા ઘરે ફંક્શનમાં આવે તો તમારે 40 લાખ સુધી ખર્ચ કરવા પડે.
(13) રણવીર સિંહ
રણવીર કોઈપણ લગ્ન પાર્ટીમાં જવા માટે 1 થી 1.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
દોસ્તો ! આશા છે કે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ તમને પસંદ આવ્યો હશે. જો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરવાનું નહીં ભૂલતા.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.