છીછોરે ફિલ્મનાં આ બે ડાયલોગ કે જે દરેક માતા-પિતાએ વાંચવા જેવા છે

ફિલ્મમાં સુશાંત સિંહનો દીકરો JEE (Main) ની પરીક્ષા આપે છે. ત્યારે સુશાંત સિંહ એના માટે આલ્કોહોલની એક બોટલ લાવે છે અને કહે છે કે, તું પાસ થઈ જઈશ તો આપણે આવી રીતે સેલિબ્રેટ કરીશું.

ત્યારબાદ પરીક્ષાનું રિઝલ્ટ આવે છે, જેમાં છોકરો નાપાસ થાય છે. નાપાસ થવાથી છોકરાને આઘાત લાગે છે અને બિલ્ડિંગ ઉપરથી કુદી જાય છે. અંતે હોસ્પિટલમાં લઈ જવાથી બચી તો જાય છે પણ જીવન માટે સંઘર્ષ અને સાથોસાથ ફિલ્મ કથા શરૂ થાય છે.

ત્યારે સુશાંત સિંહ કહે છે કે, આપણે બધા મા-બાપ પાસે ”સક્સેસ (સફળતા) પછીનો પ્લાન છે પણ ફેઈલ થયા પછી કેવી રીતે ડીલ કરવું એ તો કોઈ શીખવતું જ નથી.”

9 લાખ વિદ્યાર્થીઓ નોકરી માટે પરીક્ષા આપે એમાંથી 17000 હજાર સિલેક્ટ કરવાના હોય તો બાકીના 883000 માટે આપણે કોઈ તૈયારી કરી જ નથી. એમને એવું જ લાગે છે કે તેઓ પરીક્ષામાં નહીં પણ જીંદગીમાં ફેઈલ થઈ ગયા.

બીજો ડાયલોગ :

”હાર-જીત અને સક્સેસ-ફેલ્યોરમાં આપણે એવા અટવાઈ ગયા છીએ કે, જીંદગી જીવવાનું જ ભૂલી ગયા છીએ. જીંદગીમાં જો કોઈ વસ્તુ સૌથી મહત્વપૂર્ણ હોય તો એ છે ખુદ જીંદગી”

આ બે વાતો ઘણું કહી જાય છે મિત્રો, જો તમને ગમે તો આગળ શેર/ફોરવર્ડ કરજો.

આભાર

– ઈલ્યાસ

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!