વર્ષ ૯૦ ના સમયનું એ સુંદર બાળપણ અને એ સમયે કરેલા આ ૭ કામ – કેટલાએ માણ્યા છે?

ફરી એકવાર બાળપણમાં જઈને મોજમસ્તીના ધુબાકા કરવાનું મન થાય છે. ફરી એક વખત ઈચ્છા થાય છે કે, મમ્મી-પપ્પાનો હાથ પકડીને માર્કેટમાં ખરીદી કરવા જઈએ. ફરી એક વખત દાદા-દાદીના ખોળામાં સૂઈને રાજા-રાણી અને પરીઓની વાર્તાઓ સાંભળવી છે. દોસ્તો સાથે પકડમ-પકડી અને સંતાકૂકડી રમવાનો ઉમળકો આજે પણ છે.

મન થાય છે કે હાલરડાં સાંભળતા-સાંભળતા ફરી મમ્મીના ખોળામાં સુઈ જઈએ. પપ્પા ઓફિસેથી ક્યારે આવે અને ક્યારે બધા સાથે બેસીને જમીએ. કાશ…બાળપણ કોઈ પાછું લાવી આપે. જોકે એકવાર સમય વિત્યા બાદ એને પાછો લાવવો અસંભવ છે પણ જૂની યાદો અને જૂની વસ્તુઓને યાદ કરીને બાળપણને ફરી માણી શકાય. જો એમ કહીએ કે, 90ના દશકનું બચપણ સૌથી બેસ્ટ હતું તો આ વાત સાથે લગભગ બધા જ સહમત થશે. આજની આ પોસ્ટમાં અમે તમને 90ના દશકની કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી ફરી એક વખત બાળપણની યાદો તાજી થઈ જશે.

(1) આપણું બજાજ સ્કૂટર :


90′ નાં દશકમાં સૌથી વધુ મજા પપ્પાના સ્કૂટર પર આવતી. સ્કૂટર દ્વારા સ્કૂલના ગેટ સુધી પહોંચવાની એક અલગ જ મજા હતી.

(2) વેકેશનનો પાક્કો સાથી :


90 નાં દશકમાં કૉમિક્સનું ચલણ ખૂબ હતું. પોકેટમની મળતા જ આપણે બધા કૉમિક્સ ખરીદી લેતા. ચંપક, ચાચા ચૌધરી, શક્તિમાન વગેરે આપણા ફેવરિટ કૉમિક્સ હતા.

(3) ટીવી જોવા પર મમ્મીનો ઠપકો :


90ના દશકમાં લગભગ દરેક બાળકે ટીવી જોવા મામલે પોતાની મમ્મીનો ઠપકો સાંભળ્યો હશે. ‘તું બસ એકલું ટીવી જ જો, લેશન તારા પપ્પા કરશે’. દરેક મમ્મીનો આ ફેવરિટ ડાયલોગ હતો.

(4) કુલ્ફીવાળાની ટીંકોરી :


ભર બપોરે કુલ્ફીવાળો ટન-ટન ટીંકોરી વગાડતો આવતો અને આપણે કુલ્ફી લેવા દોડી જતા. ગરમીમાં રાહત મેળવવા માટે આપણે ચાટી-ચાટીને કુલ્ફી ખાતા.

(5) પળમાં દોસ્તી, પળમાં દુશ્મન :


નાનકડો ઝગડો થયો નથી કે, પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે કટ્ટી-બટ્ટી થઈ જતી હતી. એટલું જ નહીં, એકબીજાને આપેલ ચીજવસ્તુઓ પણ પાછી આપી દેતા. પરંતુ મિત્ર વિશે કોઈ ખોટી વાત કરે તો મારપીટ કરવા પણ તૈયાર થઈ જતા.

(6) પત્ર લખવો :


આજકાલ ભલે નતનવા મોબાઈલ અને એપ્લિકેશન આવી ગયા પણ જે મજા પત્રમાં આવતી એ વોટ્સએપમાં નથી આવતી. પત્રમાં કાગળની ખુશ્બુ સાથે સંબંધોની મહેક આવતી.

(7) ફ્લેમ્સ ગેમ :


90નાં દશકમાં લગભગ દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકના છેલ્લા પાને આ ગેમ રમતો. ફ્લેમ્સ દ્વારા એ જાણવાની કોશિશ કરતા કે, તે છોકરો કે છોકરી સાથે ભવિષ્યમાં કેવી દોસ્તી રહેશે. યાદ છે ને આ મજેદાર ગેમ?

અમને વિશ્વાસ છે કે આ આર્ટિકલ વાંચીને તમને પણ તમારા બાળપણની યાદ આવી ગઈ હશે. ખરેખર, બાળપણના દિવસો ખૂબ જ મસ્ત હોય છે. બાળપણના દિવસો સામે ધન-દોલત અને બધા ગેજેટ્સ પણ ફિક્કા લાગે. જો ટાઈમ મશીન હોત તો એના દ્વારા આપણે પાછા બાળપણમાં પહોંચી જઈએ..

Leave a Reply

error: Content is protected !!